SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસ-છત્રીસ ભેદ બીજા થઈ જાય છે. કુલ મળીને એ ૧૦૮ ભેદ ભાવ જીવાધિકરણના થઈ જાય છે. હિંસા વગેરે કાર્યો માટે પ્રમાદી જીવનો સંકલ્પ (માનસિક વિચાર) સંરંભ કહેવાય છે. એ કાર્ય માટે સાધન-સામગ્રી મેળવવાને સમારંભ કહે છે અને કાર્ય કરી નાખવાને આરંભ કહે છે. અર્થાત્ કાર્યની સંકલ્પાત્મક અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપમાં પૂરું કરી દેવા સુધીની ત્રણ અવસ્થાઓ અનુક્રમથી સંરંભ સમારંભ આરંભ છે. યોગના મન-વચન-કાયાના રૂપમાં ત્રણ પ્રકાર છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિને ક્રમશઃ મનોયોગ, વાયોગ અને કાયયોગ કહે છે. કૃતનો અર્થ છે - આરંભ વગેરે પ્રવૃત્તિને સ્વયં કરવી. કારિતનો અર્થ છે - બીજાઓથી કરાવવી. અનુમતનો અર્થ છે કોઈના કરેલા કાર્યનું અનુમોદન કરવું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય પ્રસિદ્ધ છે. જ્યારે કોઈ સંસારી જીવ દાન વગેરે શુભ ક્રિયા કરે છે ત્યારે તે ક્રોધ વગેરે ૪ કષાયોના ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ હોવાથી કરે છે, કરાવે છે, અનુમોદન કરે છે તથા અપેક્ષાથી માનસિક, વાચિક, કાયિક આ ત્રણ પ્રકારના સમરંભ, સમારંભ, આરંભ ઉપરત થતા કરે છે. ઉક્ત ૧૦૮ ભેદ શુભ ભાવોની દૃષ્ટિથી થાય છે. આમ, જ્યારે કોઈ જીવ હિંસા વગેરે અશુભ ક્રિયા કરે છે, ત્યારે તે ક્રોધ વગેરે કષાયોથી પ્રેરિત થતાં કરે છે, કરાવે છે, અનુમોદન કરે છે અને માનસિક વાચિક, કાયિક, સંરંભ, સમારંભ, આરંભથી યુકત થયા કરે છે. આમ, ઉક્ત ૧૦૮ ભેદ અશુભ ભાવોની દૃષ્ટિથી થાય છે. આ ભાવાધિકરણની સંજ્ઞા મુખ્યત્વે જીવના શુભાશુભ ભાવોના સાથે કરવી જોઈએ. પરમાણુ વગેરે મૂર્ત વસ્તુ દ્રવ્ય અજીવાધિકરણ છે. જીવના શુભાશુભ ભાવોમાં પ્રેરક મૂર્ત દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન થાય (હોય) છે તે ભાવ અજીવાધિકરણ છે. ભાવ અજીવાધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવવામાં આવ્યા છે - જેમ (૧) નિર્વર્તન, (૨) નિક્ષેપ, (૩) સંયોગ અને (૪) નિસર્ગ. (૧) નિર્વતના રચનાને નિર્વતના કહે છે. એના બે ભેદ છે - મૂળ ગુણ નિર્વર્તના અને ઉત્તર ગુણ નિર્વના. પુદ્ગલ દ્રવ્યની જે ઔદારિક વગેરે શરીરરૂપ રચના અંતરંગ સાધન રૂપથી જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે મૂળ ગુણ નિર્વર્તન છે. તથા પુદ્ગલ દ્રવ્યની જે લાકડી, પથ્થર વગેરે રૂપ પરિણતિ બાહ્ય સાધન રૂપમાં જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણ નિર્વર્તના છે. (૨) નિક્ષેપઃ વસ્તુને રાખવી નિક્ષેપ કહેવાય છે. એના ચાર ભેદ છે - ૧. અપ્રત્યવેક્ષિત નિક્ષેપ, ૨. દુષ્પમાર્જિત નિક્ષેપ, ૩. સહસા નિક્ષેપ અને ૪. અનાભોગ નિક્ષેપ. સારી રીતે વગર જોયે જ કોઈ વસ્તુને ક્યાંક રાખી દેવી અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરવાથી સારી રીતે પ્રમાર્જન કર્યા વગર જ વસ્તુને જેમ-જેમ રાખી દેવું દુષ્પમાર્જિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ સહસા (અચાનક) જલદીથી વસ્તુને રાખી દેવી સહસા નિક્ષેપ છે. ઉપયોગ વગર કોઈ વસ્તુને ક્યાંક રાખી દેવી અનાભોગ નિક્ષેપ છે. (૪૯૪) , જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy