SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ બંને ગતિઓના અધિકારી છે. ઋજુગતિને ઇષગતિ પણ કહે છે, તેથી આ ધનુષના વેગથી પ્રેરિત બાણની ગતિની જેમ પૂર્વ-શરીરજનિત વેગના કારણે સીધી હોય છે. વક્રગતિના પાણિમુક્તા, લાંગલિકા અને ગોમૂત્રિકા - આ ત્રણ નામ દિગંબર વ્યાખ્યાન ગ્રંથોમાં આપ્યા છે. જેમાં એક વળાંક હોય તો પાણિમુક્તા, જેમાં બે વળાંક હોય તો તે લાંગલિકા અને જેમાં ત્રણ વળાંક હોય તે ગોમૂત્રિકા છે. ત્રણથી વધુ વળાંકવાળી વક્રગતિ હોતી નથી, કારણ કે જીવને નવીન ઉત્પત્તિસ્થાન કેટલુંય પણ વિશ્રેણી પતિત (વક્રરેખાસ્થિત) હોય, તે ત્રણ વળાંકમાં તો અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. પુગલના વક્રગતિમાં ઘુમવાની સંખ્યામાં કોઈ નિયમવ નથી. તેનો આધાર પ્રેરક નિમિત્ત છે. અંતરાલગતિના કાલિમાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર સમય છે. જ્યારે ઋજુગતિ હોય તો એક જ સમય અને જ્યારે વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવો જોઈએ. સમયની સંખ્યાની વૃદ્ધિ વળાંકની સંખ્યાની વૃદ્ધિ પર આધારિત છે. જે વક્રગતિનો એક વળાંક હોય તેનો કાલમાન બે સમયનો, જેમાં બે વળાંક હોય તેનો કાલમાન ત્રણ સમયનો અને જેમાં ત્રણ ઘુમાવ હોય, તેનો કાલમાન ચાર સમયનો છે. ઋજુગતિથી જન્માન્તર કરનાર જીવને પૂર્વશરીરત્યાગતા સમયે નવી આયુ અને ગતિકર્મનો ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પૂર્વશરીરત્યાગતા સમયે નવીન આયુગતિનો ઉદય થઈ જાય છે. પરંતુ આનુપૂર્વી નામ કર્મનો ઉદય પ્રથમ વજસ્થાનમાં હોય છે. | મુક્ત થનાર જીવ માટે તો અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે તે સૂક્ષ્મ અને સ્થળ બધા શરીરથી મુક્ત છે. પરંતુ સંસારી જીવન માટે આહારનો પ્રશ્ન છે. કારણ કે અંતરાલગતિમાં પણ તેને સૂક્ષ્મ-શરીર હોય છે. આહારનો અર્થ છે સ્થળશરીરનાં યોગ્ય પગલોને ગ્રહણ કરવું. ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર અનાહારક હોતા નથી. કારણ કે તેઓ જે સમયમાં પૂર્વશરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરી લે છે, સમયાતર થતું નથી. એ સમયે તેઓ પૂર્વભવ અથવા નવા ભવમાં આહાર લેતા રહે છે. આ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે, કારણ કે એમના બે સમયોમાંથી પહેલા સમય પૂર્વ શરીરના દ્વારા ગ્રહણ કરેલ આહારનો છે. અને બીજો સમય નવા ઉત્પત્તિસ્થાન પર પહોંચવાનો છે, જેમાં આહાર લઈ શકાય છે. ત્રણ સમયની બે વિગ્રહવાળી તથા ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ બને છે. પ્રથમ અને અંતિમ સમયને છોડીને વચ્ચેનો કાળ આહારશૂન્ય હોય છે. તેથી દ્વિવિગ્રહ ગતિના એક સમય અને ત્રિવિગ્રહ ગતિમાં બે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. ક્યાંક-ક્યાંક તો ત્રણ સમય સુધી પણ અનાહારક દશા પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિની સંભાવનાની અપેક્ષાથી માની ગઈ છે. અંતરાલગતિમાં સંસારી જીવોને કામણ-શરીર અવશ્ય હોય છે, તેથી શરીરજન્ય આત્મપ્રદેશ કંપન, જેને કાર્મણયોગ કહે છે, અવશ્ય થાય છે. જ્યારે યોગ છે તો કર્મ પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય છે, કારણ કે યોગ જ કર્મવર્ગણાના આકર્ષણનું કારણ છે. જેમ જળની [ જન્મ-મરણની પ્રક્રિયા ને જમ૩૨૧) ૩૨૧
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy