SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મથી ઊર્ધ્વગમન થાય છે અને અધર્મથી અધોગતિ થાય છે. પુનર્જન્મમાં માનનારાં બધાં દર્શનોના સામે આ પ્રશ્ન રહે છે કે જીવ એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરતા કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે? તેની અંતરાલ ગતિ કેવી રીતે થાય છે? તેમાં કેટલો સમય લાગે છે? નિયત સ્થાન પર કેવી રીતે પહોંચે છે? આ પ્રશ્નો પર જૈન-સિદ્ધાંતમાં પર્યાપ્ત વિચાર કરવામાં આવ્યો છે. અંતરાલ ગતિ બે પ્રકારની હોય છે - (૧) ઋજુ અને (૨) વક્ર. ઋજુગતિથી સ્થાનાંતર જતાં જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી. કારણ કે જ્યારે તે પૂર્વશરીરને છોડે છે તો તેને પૂર્વ-શરીરજન્ય વેગ મળે છે. આ રીતે તે બીજા પ્રયત્ન વગર જ ધનુષથી છૂટેલ બાણની જેમ સીધા નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી વક્રગતિ છે તેથી જીવને જતાં સમયે નવા પ્રયત્નની આવશ્યકતા થાય છે. કારણ કે પૂર્વ-શરીરજન્ય પ્રયત્ન ત્યાં સુધી કામ કરે છે, જ્યાંથી જીવને ફરવું પડે છે. ફરવાનું સ્થાન આવતાં જ પૂર્વજનિત પ્રયત્ન મંદ પડી જાય છે, તેથી ત્યાંથી સૂક્ષ્મ-શરીરથી પ્રયત્ન થાય છે, જે જીવની સાથે તે સમયે પણ રહે છે. તે સૂક્ષ્મ-શરીરજન્ય પ્રયત્ન કાર્મણયોગ કહેવાય છે. તેથી તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે કે - વિપ્રતિ વર્મયો : '' - તત્ત્વાર્થ અ-૨, સૂ-૨૬ વિગ્રહગતિ - અંતરાલગતિમાં કાર્મહયોગ રહે છે. સ્થૂળ-શરીર ન હોવાથી મનોયોગ અને વચનયોગ હોતા નથી. ગતિના નિયમને સ્પષ્ટ કરતા કહેવાયું છે કે સામાન્ય રૂપથી જીવ અને પુગલોની ગતિ સરળ રેખામાં થાય છે. બાહ્ય નિમિત્તથી ભલે તે વક્રગતિ કરે છે, પરંતુ સ્વભાવતઃ તે સીધી જ ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરવાનો અર્થ એ છે કે પહેલાં જે આકાશ ક્ષેત્રમાં જીવ અથવા પરમાણુ સ્થિત હોય, ત્યાંથી ગતિ કરતા તે એ જ આકાશ ક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા ત્રાંસા જ્યાં ઈચ્છે, ત્યાં ચાલ્યા જાય છે. તેથી કહેવાયું છે કે - મનુ નિઃ” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂ-૨૭ શ્રેણી અનુસાર અર્થાત્ સરળ રેખામાં જીવ અને પુદ્ગલોની સહજગતિ હોય છે. પ્રતિઘાતક નિમિત્ત મળવા પર વક્રગતિ પણ થઈ શકે છે. જે જીવ મોક્ષની તરફ ગતિ કરનાર હોય છે, તે સીધી ગતિ જ કરે છે. તેની વક્રગતિ થતી નથી, કારણ કે તે પૂર્વ-સાધનની સરળ રેખાવાળા, મોક્ષ-સ્થાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે, થોડા પણ અહીં-તહીં નહિ. સંસારી જીવના ઉત્પત્તિસ્થાનનો કોઈ નિયમ નથી. ક્યારેક તો એમનું નવું ઉત્પત્તિસ્થાન પૂર્વસ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે અને કોઈ વક્રરેખામાં. કારણ સંસારી જીવના નવીન સ્થાનનો આધાર પૂર્વકૃત કર્મ છે અને કર્મ વિવિધ પ્રકારના છે. તેથી સંસારી જીવ ઋજુ અને વક્ર (૨૦) પછી છે જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy