SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કારણોની અપેક્ષા ન રાખતાં પૂર્વ સંસ્કારોના કારણથી તથા કર્મોની અવધિ સમાપ્ત થવાથી સ્વતઃ થઈ જાય છે. અધિગમન સમ્યગ્દર્શનમાં એવા ક્ષયોપશમાદિ માટે તીર્થકરોના ઉપદેશ, ગુરુની વાણી તથા શ્રુત-સ્વાધ્યાય વગેરે બાહ્ય કારણ નિમિત્ત બને છે. સમ્યગુદર્શનની ઉત્પત્તિ એક કાર્ય છે. એની નિષ્પત્તિ માટે કારણોની અપેક્ષા થાય છે. કાર્ય છે તો એનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ. કાર્યની ઉત્પત્તિ-સામગ્રીને કારણે કહે છે. કારણના મુખ્ય રૂપથી બે ભેદ થાય છે - ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનનો અર્થ છે નિજશક્તિ. નિમિત્તનો અર્થ છે પસંયોગ. ઉપાદાન કારણની પરિભાષા આપતા કહેવાયું છે કે - “જે દ્રવ્ય સ્વયં કાર્ય રૂપમાં પરિણત થાય છે એ ઉપાદાન છે.” જેમ ઘટ રૂપ કાર્ય માટે માટી ઉપાદાન કારણ છે. જે કારણ કાર્ય રૂપમાં પરિણત ન થતાં પૃથક રૂપથી રહેતા કાર્યનું સંપાદન કરે એ નિમિત્ત કારણ છે. જેમ ઘટકાર્ય માટે કુંભકાર દંડ-ચક્રાદિ, ઉપાદાન અને નિમિત્ત બંનેમાં અપેક્ષાથી વ્યવહાર અને નિશ્ચય બંને સમાહિત છે. એટલે - ઉપાદાનમાં નિશ્ચય છે માટી અને વ્યવહાર છે ઘટનું રૂપ. નિમિત્ત કારણમાં નિશ્ચય કલાયુક્ત કુંભકારનો આત્મા છે. વ્યવહાર છે - દંડ, ચક્ર, ચીવર વગેરેથી કરવામાં આવતી પ્રક્રિયા. કાર્યની સમુત્પતિ માટે ઉપાદાન અને નિમિત્ત બંને કારણોની અપેક્ષા રહે છે. બીજમાં અંકુર વગેરેને ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાન રૂપથી રહેલી છે, પરંતુ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે નિમિત્તો વગર એ ઉપાદાન શક્તિ ઉભૂત નથી થતી. માટે નિમિત્ત કારણોની અપેક્ષા હોય છે. ઉપાદાન મુખ્ય કારણ છે અને નિમિત્ત સહકારી કારણ છે. કાર્યની નિષ્પત્તિમાં બંને કારણોની પોત-પોતાની ભૂમિકા છે. જૈનદર્શનમાં અભીષ્ટ પ્રયોજનની સિદ્ધિ માટે નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, દ્રવ્ય અને પર્યાયના સમન્વિત સ્વરૂપને સ્વીકૃત કરવામાં આવ્યા છે. જે રીતે એક ચક્રથી રથની ગતિ નથી થઈ શકતી એમ માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહારથી કામ નથી ચાલતું. માત્ર ઉપાદાન જ કાર્યકારી નથી થઈ શકતું. એના માટે સહકારી નિમિત્ત કારણ આવશ્યક છે. માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાયનું અસ્તિત્વ જ નથી. એકાંત નિશ્ચયની સ્થિતિમાં બધા પ્રકારના વ્યવહારોના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચતુર્વિધ તીર્થ વગેરે પણ વ્યવહારનયમાં છે. જો વ્યવહારનું ઉત્થાપન કરી દેવામાં આવે તો તીર્થંકર પ્રરૂપિત તીર્થનું જ વિચ્છેદ પ્રાપ્ત થાય છે, જે અનિષ્ટાપત્તિ છે. કહ્યું છે - जइ जिणमयं पवज्जह, ता मा ववहार निच्छयं मुयह । ववहार नयोच्छेए . तित्थुच्छेओ हु ओवस्सं ॥ જો જિનેશ્વર દેવના માર્ગનું અવલંબન લીધું છે તો વ્યવહાર અને નિશ્ચય નયને ના છોડો. બંને નયોનો સ્વીકાર કરો. જો વ્યવહારનયની ઉપેક્ષા કરી દેવામાં આવશે તો નિશ્ચિતરૂપેણ તીર્થના ઉચ્છેદનો પ્રસંગે ઉપસ્થિત થશે. [ સમ્યગદર્શનના ભેદ છે ૮૯]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy