SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનો મર્મ નિશ્ચય-વ્યવહાર બંને જ નયોનું અવલંબનમાં નિહિત છે. આ મહત્ત્વપૂર્ણ તત્ત્વને હંમેશાં ધ્યાનમાં રાખી જોવું જોઈએ. સમ્યગ્દર્શન રૂપ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ સ્વયં આત્મા છે, કારણ કે સમ્યગ્દર્શન આત્માનો નિજગુણ છે. મિથ્યાત્વ એની વિશુદ્ધ પર્યાય છે અને સમ્યગ્દર્શન એની શુદ્ધ-પર્યાય. મિથ્યાસ્વરૂપ અશુદ્ધ-પર્યાયનો વ્યય અને સમ્યગ્દર્શન રૂપ શુદ્ધ-પર્યાયનું ઉત્પાદ જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન ભલે એ નિસર્ગજ હોય અથવા અધિગમજ હોય - બંનેમાં અંતરંગ કારણ દર્શન-મોહનીયનું ઉપશમ ભાવ અને ક્ષયોપશમ ભાવ અને ક્ષયભાવ અવશ્ય જ રહે છે. અંતર માત્ર એટલું જ છે કે અધિગમજ - સમ્યગ્દર્શન બહારનું નિમિત્ત પણ અપેક્ષિત છે. અર્થાત્ જે સમ્યગ્દર્શન બાહ્ય અને અંતરંગ બંને કારણોની અપેક્ષા રાખે છે, એ અધિગમજ સમ્યગ્દર્શન છે. નિસર્ગ સમ્યગ્દર્શનમાં માત્ર બાહ્ય નિમિત્તોનો અભાવ હોય છે. અંતરંગ ઉપાદાન કારણ તો હોય જ છે. ઉપાદાનની શક્તિ બંને જગ્યાએ છે. નિમિત્તની અપેક્ષા હોવી કે ન હોવામાં જ ભેદનું કારણ બને છે. નિમિત્ત સાપેક્ષ કે નિમિત્ત નિરપેક્ષ બંને પ્રકારના સમ્યગ્દર્શન આત્મામાં ક્યાંય બહારથી નથી આવતાં, એ પોતાના અંદરના ઉપાદાનથી ઠીક એ જ રીતે ઉદ્દ્ભૂત હોય છે, જેમ બીજમાંથી અંકુર ફૂટે છે. જીવન-વ્યવહારમાં આ દેખી શકાય છે કે એક વ્યક્તિ વગર કોઈપણ શિક્ષા કે માર્ગદર્શન મેળવવું જ સ્વયંના પ્રયાસથી જ કોઈ કલામાં દક્ષ થઈ જાય છે. બીજી બાજુ એવી પણ વ્યક્તિ છે જેમને કોઈપણ કલામાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે ગુરુજનો તથા અભિભાવકોના માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. આ રીતે નિસર્ગજ સમ્યગ્દર્શન એ અધ્યાત્મ કલા છે, જે સ્વયં આંતરિક પુરુષાર્થથી પ્રગટ થાય છે અને અધિગમજ સમ્યગ્દર્શન એ કલા છે, જેને અધિગત કરવા માટે બીજાના સહકારની આવશ્યકતા હોય છે. બીજાનો સહકાર એક સીમા સુધી ઉપયોગી થાય છે. મૂળ ઉપાદાનમાં રહેતા જ સહકારી કારણ સહાયક બને શકે છે. સમર્થ કારણોની અપેક્ષા સાથે મૂળ વસ્તુ તો પોતાના આત્માનું જાગરણ છે. સમ્યગ્દર્શનના ભેદ-પ્રકારાન્તરથી સમ્યગ્દર્શનની અન્ય વિવક્ષાઓથી અનેક પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે - एगविहं दुविहं-तिविहं चउहां पंचविहं दसविहं सम्मं । दव्वाइंकारणादि, उवसम वा અર્થાત્ સમ્યક્ત્વ એક પ્રકારનું પણ છે, બે પ્રકારનું પણ છે, ત્રણ પ્રકારનું પણ છે, ચાર પ્રકારનું પણ છે, પાંચ પ્રકારનું પણ છે અને દસ પ્રકારનું પણ છે. સમ્મે ॥ તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપથી સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે. ઉપાધિ ભેદની વિવક્ષા ન હોવાથી સામાન્ય નયની અપેક્ષા સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે. સમ્યગ્દર્શન બે પ્રકારનું છે - દ્રવ્ય-સમ્યગ્દર્શન અને ભાવ-સમ્યગ્દર્શન. વિશેષ પ્રકારની વિશોધિથી વિશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલોને દ્રવ્ય-સમ્યગ્દર્શન કહે છે. વિશુદ્ધ થયેલા મિથ્યાત્વનાં પુદ્ગલોના કારણે જીવને જિનોક્ત તત્ત્વો પર રુચિ રૂપ પરિણામ હોય છે એ ભાવસમ્યગ્દર્શન છે. ૯૦ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy