SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ “સમસ્ત લબ્ધિઓ સાકારોપયોગમાં વર્તમાનને જ પ્રાપ્ત થાય છે. સિદ્ધલબ્ધિ પણ સાકા૨ોપયોગમાં વર્તમાનને પ્રાપ્ત થાય છે - એવું ‘પ્રજ્ઞાપના સૂત્ર’માં કહેવાયું છે. એનાથી અર્થ નીકળે છે કે સિદ્ધના ઉપયોગમાં તરતમયોગોપયોગતા છે - અર્થાત્ એક સમયમાં સાકારોપયોગ થાય છે અને બીજા સમયમાં અનાકારોપયોગ. જો એવું ન માનવામાં આવે અને યુગપ ્ ઉપયોગ માનવામાં આવે તો ‘પ્રજ્ઞાપના'માં આપવામાં આવેલા સાકાર વિશેષણ અયુક્ત ઠરશે. શંકા : સિદ્ધના જ્ઞાન અને દર્શન સાકર જ હોય છે, તેથી સાકાર વિશેષણમાં કોઈ દોષ નથી. સમાધાન : સિદ્ધાન્તમાં સિદ્ધોના જ્ઞાન તથા દર્શનને પૃથ-પૃથક્ કહેવામાં આવ્યા છે, જેમ કે - असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे य । सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥ એવી સ્થિતિમાં સિદ્ધોના જ્ઞાન અને દર્શનને એક કેવી રીતે માની શકાય ? એમને એક માનવાથી કેવળ-જ્ઞાનાવરણ અને કેવળ-દર્શનાવરણ - આ રીતે બે આવરણ કેવી રીતે થશે ? એક વસ્તુના બે આવરણ ઉપયુક્ત નથી હોતા. આઠ પ્રકારના સાકાર ઉપયોગ અને ચાર પ્રકારના અનાકાર ઉપયોગ તથા પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન કેવી રીતે ઘટિત થઈ શકે છે ? તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પૃથ-પૃથક્ માનવા જ આગમ સંમત છે. આગમમાં એમ પણ કહ્યું છે કે - “કેવળ જ્ઞાનોપયુક્ત સિદ્ધ બધું જાણે છે તથા કેવળદર્શનથી યુક્ત થઈને બધું જુએ છે.” શંકા : ઉપરની ગાથામાં ‘વત્તા સો ય નાળે ય' કહ્યું છે. શું એનાથી કેવળજ્ઞાન કેવળદર્શનના યુગપત્ હોવું સિદ્ધ નથી હોતું ? સમાધાન : ઉક્ત ગાથાંશથી ઉક્ત બંને ઉપયોગોના યુગપત્ હોવું સિદ્ધ નથી, કારણ કે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ભાષ્યમાં કહ્યું છે - नाणाम्मि दंसणम्मि य य एत्तो एगयरम्मि उवत्तो । सव्वस्स केवलिस्स जुगवं दो नत्थि उवओगा ॥ - ભાષ્ય, ગા.-૩૦૯૬ " આ ગાથામાં સ્પષ્ટ રૂપથી એક સમયમાં એક જ ઉપયોગ હોવાનું કહ્યું છે ભલે એ જ્ઞાનોપયોગ હોય કે દર્શનોપયોગ. કેવળીના પણ બે ઉપયોગ સાથે નથી થઈ શકતા તો છદ્મસ્થોની વાત જ શું ? ઉપરની ગાથામાં જે ‘વડત્તા વંસળે નાળે ય ' કહ્યું છે એનો અર્થ છે કે અનંત સિદ્ધોમાંથી કોઈ જ્ઞાનોપયુક્ત હોય છે અને કોઈ દર્શનોપયુક્ત. માટે ઉપરના શબ્દોથી યુગપદ્ ઉપયોગ હોવો સિદ્ધ નથી થતો. ૨૩૦ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy