SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા ? કેવળજ્ઞાન અને કેવળદર્શનને સાદિ અપર્યવસિત કહેવામાં આવ્યા છે, તેથી એમને યુગપતું માનવું જોઈએ. જે સદાય રહેનાર છે. એનો ઉપયોગ હંમેશાં રહેવો જોઈએ, અન્યથા પાષાણ-ખંડની જેમ એ બોધ રૂપ નહિ થાય. હંમેશાં ઉપયોગ માનવાથી એમનો યુગપદ્ ઉપયોગ સિદ્ધ થઈ જાય છે. સમાધાન ? એવો કોઈ નિયમ નથી કે જે સદાય વિદ્યમાન હોય. એનો ઉપયોગ પણ સદાય વિદ્યમાન રહે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન રૂપ ક્ષાયોપશમિક જ્ઞાનોની સ્થિતિ કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ સાધિક કહ્યા છે, પરંતુ એમનો ઉપયોગ તો અંતમુહૂર્ત પ્રમાણ જ બતાવવામાં આવ્યો છે તેથી “સત્તા હોવાથી ઉપયોગ પણ હોવો જોઈએ.’ આ નિયમ ખંડિત થઈ જાય છે. લબ્ધિની અપેક્ષાએ આટલો સમય (કાળ) કહેવામાં આવ્યો છે. કેવળજ્ઞાન-કેવળદર્શન માટે પણ એ જ સમજવું જોઈએ. લબ્ધિની અપેક્ષાથી તે અનંત છે, પરંતુ ઉપયોગની અપેક્ષાથી તે એક સામયિક છે. શંકા ઃ જો એક સમયમાં કેવળ જ્ઞાનોપયોગ અને બીજા સમયમાં કેવળ-દર્શનોપયોગ માનવામાં આવે તો તે સાંત સિદ્ધ થાય છે. આગમમાં તો એમને અપર્યવસિત (અનંત) કહ્યા છે. જે સમયમાં એમનો જ્ઞાનોપયોગ નથી કે એ સમયમાં એમની દ્વારા ક્ષય કરવામાં આવેલા જ્ઞાનાવરણ નિરર્થક થઈ જશે અને બીજા સમયમાં દર્શનોપયોગ ન હોવાથી દર્શનાવરણનો ક્ષય નિરર્થક થઈ જશે. આવરણ રહિત બે દીવા ક્રમથી પ્રકાશ કેવી રીતે કરી શકે છે ? અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન એક-બીજાના આવરક સિદ્ધ થઈ જશે. કારણ કે આવરણના અભાવમાં પણ એકના સદ્ભાવમાં બીજો નથી માનવામાં આવતો અથવા એકના ઉપયોગ કાળમાં બીજાનું નિષ્કારણ જ આવરણ પ્રાપ્ત થઈ જશે. કેવળ-જ્ઞાનોપયોગના સમયે એ કેવળ દર્શની નહિ રહે અને કેવળ દર્શનોપયોગના સમયે એ કેવળજ્ઞાની નહિ રહે. આ અનિષ્ટાપત્તિ છે, કારણ કે કેવળી તો સદાય સર્વજ્ઞ સર્વદર્શી હોય છે. સમાધાન : ઉક્ત બધા દોષ તો છદ્મસ્થના ક્રમિક ઉપયોગમાં પણ સમાન છે. ત્યાં પણ એ કહી શકાય છે કે જ્ઞાનોપયોગના સમયમાં એ અદર્શની થઈ જશે અને દર્શનોપયોગના સમયમાં અજ્ઞાની થઈ જશે તો આવરણનો ક્ષય (નાશ) વ્યર્થ થયો, અથવા ઇતરેતર આવરણતા પ્રાપ્ત થઈ અથવા નિષ્કારણ આવરણતા પ્રાપ્ત થઈ. શંકા ? કેવળીનું તો સમસ્ત આવરણ નષ્ટ થઈ જાય છે, છદ્મસ્થનું નહિ. તેથી યુગપત્ જ્ઞાન-દર્શનોપયોગ કેવળીને થાય છે, છદ્મસ્થને નહિ. સમાધાન : કેવળીનાં આવરણોનો ક્ષય સર્વતઃ થાય છે અને છમસ્થના દેશથી - અંશથી. એનું ફળ સર્વ વસ્તુને અને અસર્વ વસ્તુને જાણવું હોઈ શકે છે. પરંતુ ક્રમ કે યુગપ ઉપયોગથી એનો શું સંબંધ છે ? જેમ કે છદ્મસ્થને ક્રમિક ઉપયોગ થાય છે, એમ જ કેવળીને પણ ક્રમિક જ ઉપયોગ થાય છે. [ કેવળજ્ઞાન ) 2000000000000000(૨૩૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy