SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા ક્રોપયોગ માનવાથી જે સમયે કેવળી કોઈ એક જ્ઞાન કે દર્શનમાં ઉપયુક્ત છે એ સમયે એમાં બીજાનો અભાવ માનવો પડશે. ત્યારે એ કાં તો કેવળજ્ઞાની જ થશે અથવા કેવળદર્શની જ. સમાધાન : છમસ્થ સાધુના જ્ઞાન, દર્શન, ચારિત્રમાં યુગપતુ ઉપયોગ નથી હોતો, આ તો સર્વમાન્ય છે, તો જે સમયે એ જ્ઞાનપયોગ યુક્ત છે એ સમયે તે અદર્શની કે અચારિત્રી છે ? એવું નથી માનવામાં આવતું એ જ રીતે કેવળજ્ઞાનના સમયે કેવળજ્ઞાનના અભાવનો પ્રસંગ નથી આવતો. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનના સ્વામી અને ત્રણ દર્શનથી યુક્ત હતા, એ પ્રસિદ્ધ આગમનું કથન એ દશામાં કેવી રીતે સંગત હશે, જ્યારે અનુપયોગની દશામાં વસ્તુનો અભાવ માનવામાં આવે. છદ્મસ્થના ઉપયોગનું ક્રમિક હોવું તો સર્વમાન્ય છે, માટે કાં તો તે ચાર જ્ઞાનવાળા હશે કાં તો ત્રણ દર્શનવાળા જ. તેથી અનુપયોગ દશામાં એ વસ્તુનો અભાવ માની લેવો અસંગત છે. પ્રજ્ઞપ્તિ (ભગવતી) અને પ્રજ્ઞાપનામાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે કેવળી જે સમય અણુને કે રત્નપ્રભા વગેરે જાણે છે, એ સમયમાં એમને નથી જોતો. અન્ય સમયમાં જાણે છે અને અન્ય સમયમાં જુએ છે. જો આ કહેવામાં આવે કે આ કથન કેવલિકલ્પ છદ્મસ્થને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા છે, તો એ અસંગત છે. કારણ કે ભગવતીના ૧૮મા શતકના આઠમા ઉદ્દેશકમાં છમસ્થ, અધોઅવધિક અને પરમાવધિની વક્તવ્યતા કહ્યા પછી કેવળીની વક્તવ્યતા છે, માટે એ નિરુપચરિત કેવળીના સંબંધમાં જ છે. જો ત્યાં છમસ્થ કલ્પ અભિપ્રેત હોત તો એવું જ નિર્દેશ કરવામાં આવત. ભગવતીના રૂપમા શતક, છઠ્ઠા ઉદ્દેશકમાં કેવળી(સ્નાતક)ને સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં સાકારોપયુક્ત અને અનાકારોપયુક્તનું અલ્પ-બહુત્વ બતાવવામાં આવ્યું છે, પરંતુ યુગપતું ઉભયોપયોગનો ક્યાંય ઉલ્લેખ નથી. જો યુગપ ઉપયોગ હોત તો સાકાર અનાકારની જેમ મિશ્રોપયોગનું કથન પણ હોત. જો આ કહેવામાં આવે કે ઉક્ત અલ્પ બહુત્વ છદ્મસ્થની અપેક્ષાથી છે તો એ અયુક્ત છે, કારણ કે સર્વ જીવ અધિકારમાં આ કથન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિય, કાય વગેરે પદની જેમ ઉપયોગ પદમાં પણ સિદ્ધનું ગ્રહણ છે. આગમમાં જ્ઞાન-અજ્ઞાન-દર્શન ઉપયોગનો કાળ સર્વત્ર અંતર્મુહૂર્ત કહેવાય છે, સાદિઅપર્યવસિત ઉપયોગ ક્યાંય નથી કહેવામાં આવ્યો. જીવનો સ્વભાવ જ એવો છે કે એના ઉપયોગની પ્રવૃત્તિ ક્રમથી જ થાય છે. સ્વભાવના વિષયમાં કોઈપણ પ્રશ્ન ઊભો નથી થતો એવું કેમ છે? જેમ જીવના જીવત્વ પારિણામિક ભાવ હોવાથી હેતુની અપેક્ષા નથી રાખતો, એમ જ એનો ઉપયોગ પણ સ્વભાવતઃ ક્રમથી જ પ્રવર્તિત થાય છે. કેવળજ્ઞાન-દર્શનનો આવિર્ભાવ યુગપતું હોય છે, પરંતુ એનો ઉપયોગ ક્રમથી જ થાય છે. (૨૩૨) 99090 2000 2000 ( જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy