SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી જ્યારે શબ્દ રાશિનો પ્રયોગ કરે છે એ ભાષ્યમાણ સ્થિતિમાં એમનાં વચન-યોગ જ હોય છે, શ્રત નહિ. એ વચન-યોગ નામ-કર્મના ઉદયથી થાય છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીનું જ્ઞાન ક્ષાયિક છે, માટે કેવળીને ભાવ-શ્રુત નથી હોતું. શંકા આ તો ઠીક છે કે વાગુયોગ નામ કર્મોદયજન્ય છે, પરંતુ ભાષ્યમાણ પુદ્ગલાત્મક શબ્દ શું છે ? સમાધાન એ કેવળીનો શબ્દ શ્રોતાઓના ભાવ શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય-શ્રુત માત્ર છે, ભાવ-થુત્ર નથી. જે છદ્મસ્થોને શ્રુતાનુસારી જ્ઞાન હોય છે, એ જ ભાવ-શ્રુત છે, કારણ કે એ ક્ષાયોપથમિક ઉપયોગ છે. કેવળીના ભાવ-શ્રુત નથી હોતા, કારણ કે એના ક્ષાયિક ઉપયોગ હોય છે અથવા કેવળીના શબ્દ ભાષ્યમાણ અવસ્થામાં શ્રત નથી હોતા, પરંતુ જ્યારે તે શ્રોત દ્વારા સાંભળ્યા પછી એના જ્ઞાનનું કારણ બને છે, ત્યારે દ્રવ્ય-શ્રુત થાય છે - બોલતી વખતે તે શ્રત રૂપ નથી હોતા. સીધો અર્થ છે કે કેવળીના વચન-પ્રયોગ એમના માટે વાગુયોગ છે અને શ્રોતાઓ માટે એ ભાવ-શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય-શ્રુત છે. નંદી સૂત્ર'માં કેવળજ્ઞાનના ભેદ બતાવવામાં આવ્યા છે - “से किं तं केवलणाणं ? केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा-भवत्थ વત્રના યં સિદ્ધ જૈવનના નં ૨ ” વગેરે વાસ્તવમાં એ ભેદ કેવળજ્ઞાનના નથી પણ એના સ્વામીઓની અપેક્ષાથી આ ભેદોનું કથન કરવામાં આવ્યું છે. કેવળજ્ઞાન તો બધાનું એક રૂપ જ છે. પરંતુ કોઈ અંતર નથી, તેથી એ કેવળજ્ઞાન કહેવાય છે. કેવળોપયોગની ક્રમિકતા કેવળ-જ્ઞાનોપયોગ તથા કેવળ-દર્શનોપયોગ ક્રમિક કે યૌગપધ પ્રવૃત્તિને લઈને પણ આચાર્યોમાં મત ભિન્નતા જોવા મળે છે. આ સંબંધમાં ત્રણ પ્રકારની વિચારધારાઓ છે - (૧) એક વિચારધારા છે - શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણની જે આ દઢતા સાથે સમર્થન કરે છે કે કેવળ જ્ઞાનોપયોગ અને કેવળદર્શનોપયોગ ક્રમિક જ હોય છે, એક સાથે નહિ. (૨) બીજી વિચારધારા એ છે કે - ઉપરના બંને ઉપયોગ એક સાથે હોય છે. (૩) ત્રીજી વિચારધારા છે કે - કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ ઉપયોગ રૂપ છે. છામચ્છિક ઉપયોગોમાં જ જ્ઞાન-દર્શનનો ભેદ સંભવ છે. ક્ષાયિક ઉપયોગમાં એવો ભેદ જ નથી. આ ત્રીજી વિચારધારાના પ્રવર્તક પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. - ઉપરોક્ત ત્રણેય વિચારધારાઓમાંથી આગમિક પક્ષના પ્રબળ સમર્થક શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે પ્રબળ યુક્તિઓના આધારે પ્રતિપાદિત કર્યું છે કે કેવળ-જ્ઞાનોપયોગ અને કેવળ-દર્શનોપયોગ ક્રમિક જ હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં એમણે વિસ્તારની સાથે એની ચર્ચા કરી છે. એનો સારાંશ આ રીતે છે : [ કેવળજ્ઞાન) ૨૨૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy