SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની અસાધારણ નિર્મળતાના કારણે એક સમયમાં જ સકળ પદાર્થોને ગ્રહણ કેવળી ભગવાન કરી લે છે. જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનું કે વિશ્વનાં તથ્યોનો બોધ કરી દે છે ત્યારે આગળ એ કાર્યહીન થઈ જશે, આ આશંકા યુક્ત નથી, કારણ કે કાળ-દ્રવ્યના નિમિત્તથી તથા અગુરુલઘુ ગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણ-ક્ષણમાં પરિણમન-પરિવર્તન થતું રહે છે. જે કાલ ભવિષ્ય હતું એ આજ વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર ચાલતા રહેવાને કારણે જ્ઞયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતમાં જેટલા પદાર્થ છે એટલી જ કેવળજ્ઞાનની શક્તિ નથી, એનાથી અનંત ગુણી શક્તિ છે. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંત ગુણિત પણ હોત તો કેવળજ્ઞાનના સિંધુમાં એ બિંદુતુલ્ય સમાઈ જતું. અનંત કેવળજ્ઞાનના દ્વારા અનંત જીવ તથા અનંત આકાશ વગેરેનું ગ્રહણ હોવા છતાંય તે પદાર્થ શાંત નથી થતા. અનંત જ્ઞાન અનંત પદાર્થોને અનંત રૂપથી બતાવે છે. આ કારણે જોય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.” (મહાબંધ પ્રથમ ભાગ પૃષ્ઠ-૨૭) કેવળીનો વચનપ્રયોગ વાગયોગ છે સર્વજ્ઞ પ્રભુમાં વાપ્રયોગ થાય છે અથવા નહિ, આ વિષયમાં ખૂબ વધારે વિવાદ છે, જેણે દાર્શનિક પ્રશ્નનું રૂપ લઈ લીધું છે. દિગંબર પરંપરા એ માને છે કે કેવળી પ્રભુમાં વાકપ્રયોગ નથી જોવા મળતો. તેઓ પ્રવચન નથી કરતા, પરંતુ એમના મુખ કમળથી સ્વયં દિવ્યધ્વનિ સંભળાય છે. જ્યારે શ્વેતાંબર પરંપરા કેવળજ્ઞાની આત્મામાં પણ વચનયોગ અને તે દ્વારા દેશના દાનનો સ્વીકાર કરે છે. આને અહીં સ્પષ્ટ કરી લેવું અપ્રાસંગિક નથી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તીર્થકર વગેરે શબ્દથી દેશના કરે છે. શબ્દ દ્રવ્ય-શ્રુત છે અને દ્રવ્ય-શ્રુત પ્રાયઃ ભાવ-કૃતથી અવિનાભાવી છે. એના હોવાથી કેવળીમાં શ્રુતજ્ઞાનનો સદ્દભાવ માનવો પડશે, જે એક અનિષ્ટપત્તિ છે. આ આશંકાનું સમાધાન કરતાં ભાષ્યકારે કહ્યું છે - केवलनाणेण उत्थे णाउं जे तत्थ पन्नवण जोग्गे । ते भासइ तित्थयरो वह जोग सुयं हवइ सेसं ॥ તીર્થકર વગેરે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી એ કેવળજ્ઞાન દ્વારા પ્રજ્ઞાપનીય ભાવોને જાણીને એમાંથી જે યોગ્ય હોય છે, અર્થાત્ શ્રોતાઓ દ્વારા સમજાય છે કે જેના કહેવા માત્રથી શેષ અનુક્ત પણ સમજી શકાય છે, એવા ભાવોને વચનયોગ દ્વારા પ્રરૂપિત કરે છે. કેવળી ભગવાન બધા પ્રજ્ઞાપનીય ભાવોને નથી કહી શકતા, કારણ કે પ્રજ્ઞાપનીય ભાવ અનંત છે અને આયુ પરિમિત છે તથા વચનના પ્રયોગ ક્રમથી જ થાય છે. તીર્થકર વગેરે (૨૮) જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy