SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પહોળું ચોથું પાંડુક-વન છે. આ પાંડુક-વનની ચારે દિશાઓમાં અર્જુન (શ્વેત) સુવર્ણમય અર્ધચંદ્રાકાર ચાર શિલાઓ છે - (૧) પૂર્વમાં પાંડુકશિલા (૨) પશ્ચિમમાં રક્તશિલા (૩) દક્ષિણમાં પાંડુકંબલશિલા અને (૪) ઉત્તરમાં રક્તકમ્બલશિલા. પહેલી અને બીજી શિલા પર બે-બે સિંહાસન છે. જેના પર જંબૂઢીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોનો, દક્ષિણ દિશાની શિલા પર ભરત ક્ષેત્રના તીર્થકરોનો અને ઉત્તર દિશાની શિલા પર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલ તીર્થકરોનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. એક લાખ યોજનની ઊંચાઈ પછી બધાથી ઉપર એક ચોટી છે, જે ચાળીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, વચમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી-પહોળી છે. તે ચોટી વૈડૂર્ય (હરીત) રત્નમય છે. જંબૂદ્વીપ વગેરેનું વર્ણન: પૃથ્વી પર મેરુ પર્વતના ચારેબાજુ થાળી આકારનું પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી એક લાખ યોજનાનો લાંબો-પહોળો જંબૂઢીપ નામનો લીપ છે. જંબૂદ્વીપમાં મુખ્યત્વે સાત ક્ષેત્ર છે. જે વર્ષ, વંશ કે વાસ્ય કહેવાય છે. આમાં પહેલું ક્ષેત્ર ભારત છે, જે દક્ષિણની તરફ છે. ભારતના ઉત્તરમાં હૈમવત, હૈમવતના ઉત્તરમાં હરી, હરીના ઉત્તરમાં વિદેહ, વિદેહના ઉત્તરમાં રમ્યક, રમ્યના ઉત્તરમાં હૈરણ્યવત અને હૈરણ્યવતના ઉત્તરમાં ઐરાવત વર્ષ છે. વ્યવહાર સિદ્ધ દિશાના નિયમ*થી મેરુ પર્વત સાત ક્ષેત્રોના ઉત્તરી ભાગમાં વ્યવસ્થિત છે. સાત ક્ષેત્રોને એકબીજાથી અલગ કરનાર છ પર્વત છે, જે વર્ષધર કહેવાય છે. આ બધા પૂર્વ-પશ્ચિમ લાંબા છે. ભારત અને હેમવત ક્ષેત્રના વચ્ચે હિમવાન પર્વત છે. હેમવત અને હરિવર્ષનું વિભાજન મહાહિમાવાન છે. હરિવર્ષ અને વિદેહનો વિભાજક નિષધ પર્વત છે. વિદેહ અને રમ્યક વર્ષનો વિભાજક નીલ પર્વત છે. રમ્યક અને હરણ્યવતનો વિભાજક રુમી પર્વત છે. હૈરણ્યવત અને ઐરાવતનો વિભાજક શિખરી પર્વત છે. - ઉક્ત સાત ક્ષેત્ર જંબૂદ્વીપના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી વિસ્તૃત પટના રૂપમાં એક પછી એક અવસ્થિત છે. વિદેહ ક્ષેત્ર આ બધાના મધ્યમાં છે. તેથી મેરુ પર્વત પણ એ ક્ષેત્રના બરાબર મધ્યમાં અવસ્થિત છે. વિદેહ ક્ષેત્રને રમ્યક ક્ષેત્રથી નીલ પર્વત વિભક્ત કરે છે. અને હરિવર્ષ ક્ષેત્રને નિષધ પર્વત વિભક્ત કરે છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્વતની વચ્ચે અર્ધચંદ્રાકાર ભાગ ઉત્તર ગુરુ છે. જેની પૂર્વ-પશ્ચિમ સીમા ત્યાંના બે પર્વતોથી નિશ્ચિત થાય છે. તથા મેરુ અને નિષધ પર્વતની વચ્ચેનો એવો જ અર્ધચંદ્રાકાર ભાગ દેવગુરુ છે. દેવકુરુ * દિશાનો નિયમ સૂર્યના ઉદય અને અસ્ત પર નિર્ભર છે. સૂર્યોદયની તરફ મુખ કરીને ઊભા રહેવાથી ડાબી બાજુ ઉત્તર દિશામાં મેર આવે છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની દિશા જ ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદયની દિશા છે, તેથી ત્યાં પણ સૂર્યોદયની તરફ મુખ કરવાથી મેરુ પર્વત ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજાં ક્ષેત્રોમાં પણ મેરુ ઉત્તરમાં જ પડે છે. “સલૅસિં ઉત્તરો મેરુ.” (૩૫૪ જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy