SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તારવાળો છે અને તે જંબુદ્વીપને ચારેબાજુથી ઘેરેલ વલયની આકૃતિમાં અવસ્થિત છે. તેના પછી ધાતકી ખંડદ્વીપ છે, જે લવણ સમુદ્રથી બમણા વિસ્તારવાળો છે અને ચારેબાજુથી વલયાકૃતિથી ઘેરાયેલ અવસ્થિત છે. ધાતકી ખંડથી કાલોધિ સમુદ્રનો બમણો વિસ્તાર છે અને તે ધાતકી ખંડને ચારેબાજુથી વલયાકૃતિથી ઘેરીને વલયાકૃતિમાં અવ્યવસ્થિત છે. તેના અનન્તર પુષ્કરવર દ્વીપ છે, જે કાલોદધિ સમુદ્રથી બમણા વિસ્તારવાળો છે. તેને ચારે બાજુથી ઘેરીને વલયાકૃતિમાં સંસ્થિત છે. આ રીતે બમણા-બમણા વિસ્તારવાળા અસંખ્યાત સમુદ્ર અને દ્વીપ છે. બધાથી અંતિમ દ્વીપ સ્વયંભૂમરણ દ્વીપ છે. અને સૌથી અંતિમ સમુદ્ર સ્વયંભૂમરણ સમુદ્ર છે.* જંબૂદ્વીપ થાળીની સમાન આકારવાળો છે અને અન્ય બધા દ્વીપ સમુદ્ર વલય(બંગડી)ની સમાન છે. મેરુ પર્વત ઃ જંબુદ્રીપના મધ્યમાં મેરુ પર્વત છે. આ પર્વત મલ્લસ્તંભ(મલખંભ)ના આકારનો છે. અર્થાત્ નીચેથી પહોળો અને ઉપર ક્રમશઃ સાંકડો થતો જાય છે. તેની ઊંચાઈ એક લાખ યોજનની છે. આમાંથી એક હજાર યોજન પૃથ્વીની અંદર છે અને નવાણું હજાર યોજન પૃથ્વીની ઉપર છે. પૃથ્વીના અંદર ભાગમાં તેના મૂળની પહોળાઈ ૧૦૦૯૦.૧૦/૧૧ યોજન છે અને પૃથ્વી પર મૂળ પહોળાઈ દસ હજાર યોજન છે. આ પ્રકારે ક્રમશઃ ઘટતાઘટતા શિખર પર કેવળ એક હજાર યોજનની પહોળાઈ રહી જાય છે. આ પર્વતના ત્રણ કાંડ (વિભાગ) છે. આ ત્રણ લોકમાં અવગાહિત થઈને સ્થિત છે તથા ચાર વનોથી ઘેરાયેલ છે. પ્રથમ કાંડ એક હજાર યોજનનો છે. તેમાં કૃત્તિકા, કંકર અને વજ્ર રત્નની પ્રચુરતા છે. બીજો કાંડ ત્રેસઠ હજાર યોજનનો છે. તેમાં ચાંદી, સ્ફટિક, અંકરત્ન વગેરેની પ્રચુરતા છે. ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનનો છે. તેમાં સ્વર્ણની પ્રચુરતા છે. મેરુ પર્વત પર ચાર વન છે - જેનાં નામ આ પ્રકાર છે : (૧) ભદ્રશાલ-વન (૨) નંદન-વન (૩) સૌમનસ-વન (૪) પાંડુક-વન. (૧) પૃથ્વી પર ચારે ગજદંત પર્વતો અને સીતા સીતોદા નદીઓથી આઠ વિભાગોવાળા પૂર્વ-પશ્ચિમમાં બાવીસ હજાર યોજન લાંબા અને ઉત્તર-દક્ષિણમાં બસો પચાસ યોજન પહોળાઈનું ભદ્રશાલ નામનું પ્રથમ વન છે. (૨) અહીંથી પાંચસો યોજન ઉપર મેરુ પર્વતના ચાર અને વલયાકાર પાંચસો યોજન પહોળું બીજું નંદનવન છે. (૩) અહીંથી પાંત્રીસ સો યોજન ઉપર મેરુ પર્વતની ચારેબાજુ વલયાકાર પાંચસો યોજન પહોળો અને ત્રીજો સૌમવસ વન છે અને ત્યાંથી છત્રીસ હજાર યોજન પર મેરુના ચારેબાજુ વલયાકાર ચારસો ચોરાણુ યોજન * એક અમેરિકન વિદ્વાન-વૈજ્ઞાનિકની ખોજ પૃથ્વી ગોળ નથી, ચપટી છે. આપણે પૃથ્વીની ગોળાઈથી એટલા બધા પરિચિત થઈ ગયા છે કે તેમાં વિરુદ્ધ કહેવાતી કોઈપણ વાત પર અમે સહસા વિશ્વાસ કરતા નથી. તેની કારણ દડાની જેમ આપણને આશ્ચર્યમાં નાખી દીધા. થઈ શકે છે કે કોઈ દિવસ પૃથ્વી ‘રકાબી’ના આકારની બતાવવા લાગે, શ્રી જે મેકડોનાલ્ડ નામના અમેરિકન વૈજ્ઞાનિકે પોતાના લેખમાં અનેક દૃઢ પ્રમાણ આપીને એ સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા છે કે પૃથ્વી નારંગીની જેમ ગોળ નથી. સંગ્રહણી ગ્રંથ-ગાથા ૨૬. મધ્ય લોક - ૩૫૩
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy