SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અને મોક્ષ - આ નવ તત્ત્વોનું સમ્યક શ્રદ્ધાને જ સમ્યગુદર્શન છે. નવ રત્ન અને ષ દ્રવ્યોના યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શન છે. “તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિએ સમ્યગદર્શનની પરિભાષા આ રીતે કરી છે - तत्त्वार्थ श्रद्धानं सम्यग् दर्शनम् । - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૨. જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શન છે. માટે પ્રશ્ન થાય છે કે તત્ત્વાર્થ શું છે? એનો સંક્ષિપ્ત જવાબ છે - “તીર્થકર દેવોનો ઉપદેશ જ તત્ત્વ છે.” મુમુક્ષુ આત્મા પુનઃ પ્રશ્ન કરે છે કે - “તીર્થકરોનો ઉપદેશ તો સાગરની સમાન વિસ્તૃત, ગંભીર અને સાધારણ જનો માટે દુર્ગમ્ય છે, પણ સાધારણ જનો માટે હિતકારી, શ્રુતસાગરનો સાર, આગમમહોદધિના મંથનનું માખણ રૂપ છે.” તત્ત્વ શું છે? આ પ્રશ્નનો જવાબ “આચારાંગ સૂત્રમાં ખૂબ જ સુંદર રીતે આપ્યો છે - से बेमि जे अईया, जे य पडुप्पन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति, एवं भासन्ति, एवं पण्णविंति, एवं परूविंति-सव्वेपाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा, न अज्जावेयव्वा, न परिधित्तव्वा, न परियावेयव्वा, न उद्दवेयव्वा । एस धम्मे सुद्धे, निइए, सासए, समिच्चं लोयं वियण्णेहिं पवेइए तंजहाउट्ठिएसु वा, अणुट्ठिएसु वा, उवट्ठिएसु वा, अणुवट्ठिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोवहिएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा । तच्चं चेयं, तहा चेयं अस्सि चेयं पवुच्चई ।। - આચારાંગ સૂત્ર, અ-૪, ઉ.-૧ આર્ય સુધર્મા સ્વામી ફરમાવે છે કે - “હે જંબૂ! કહું છું કે ભૂતકાળમાં જે તીર્થકર ભગવાન થઈ ગયા છે, વર્તમાનમાં જે તીર્થકર છે અને ભવિષ્યમાં જે તીર્થકર થશે, એ બધા આ રીતે કહે (ફરમાવે) છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે કે - “બધાં પ્રાણીઓ (બેઇન્દ્રિયાદિ). બધા ભૂત (વનસ્પતિ), બધા જીવ (પંચેન્દ્રિય) અને બધાં સત્ત્વો(પૃથ્વીકાયાદિ)ને દંડ વગેરેથી ન મારવાં જોઈએ, એમનાં પર આજ્ઞા ન ચલાવવી જોઈએ, એમને દાસની જેમ અધિકારમાં નહિ રાખવાં જોઈએ, એમને શારીરિક કે માનસિક સંતાપ ન આપવો જોઈએ અને એમને પ્રાણોથી રહિત ન કરવાં જોઈએ.” આ જ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે અને શાશ્વત છે. સંસારનાં દુઃખોને જાણીને જગજંતુહિતકારી ભગવાને સંયમમાં તત્પર અને અતત્પર (શ્રવણ માટે ઉદ્યત અને અનુદ્યત) ઉપસ્થિત અને અનુપસ્થિત મુનિઓ અને ગૃહસ્થો, રાગીઓ અને ત્યાગી, ભોગીઓ અને યોગીઓ વગેરે જગજીવોના કલ્યાણાર્થે આ ઉપદેશ પ્રદાન કર્યો છે. આ જ સત્ય છે, આ તથ્યરૂપ છે અને એવો ધર્મ જિન-પ્રવચનમાં જ કહેવાયો છે. [ ~) OOOOOOOOOOOOOOO | જિણધમો) જિલમો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy