SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધનાસાર' ગ્રંથમાં લખ્યું છે – येनेदं त्रिजगद्वरेण्यविभुना, प्रोक्तं जिनेन स्वयं, सम्यक्त्वाद्भुतरत्नमेतदमलं चाभ्यस्तमप्यादरात् । भडक्त्वा सप्रसभं कुकर्मनिचयं शक्त्या च सम्यक् पर ब्रह्माराधनमद्भुतोदित-चिदानन्दं पदं विन्दते ॥ જે મનુષ્ય ત્રણ જગતના નાથ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત સમ્યક્ત્વ રૂપ અભુત રત્નનો આદર સહિત અભ્યાસ કરે છે, એ દુષ્ટ કર્મોને બળપૂર્વક સમૂળ નષ્ટ કરીને વિલક્ષણ આનંદ પ્રદાન કરનારા પરબ્રહ્મ(મોક્ષ)ને પ્રાપ્ત કરી લે છે. દર્શન પાહુડ'માં કહેવાયું છે - दंसणामलो धम्मो उवइदो जिणवरेहिं सिस्साणं । तं सोउण सकपणे सणहीणो न वंदिव्वो ॥ વીતરાગદેવે શિષ્યોને ઉપદેશ આપ્યો કે - “ધર્મનું મૂળ દર્શન છે. માટે જે સમ્યગુદર્શનથી રહિત છે, એ વંદનીય નથી.” અર્થાત્ ચારિત્ર ત્યારે જ વંદનીય હોય છે જ્યારે એ સમ્યગદર્શનથી યુક્ત છે. देव गुरु धर्मनी शुद्धि कहो किम रहे, किम रहे शुद्ध श्रद्धान आयो । शुद्ध श्रद्धा बिना सर्व किरियाकरी, छार पर लींपणुं तेह जाणों ॥ યોગી શ્રી આનંદઘનજીએ “અનંત જિન સ્તવનમાં સમ્યગુદર્શન વગર, શ્રદ્ધા વગર સર્વ ક્રિયાઓને રાખ પર લીંપવા સમાન વ્યર્થ બતાવ્યું છે. આ રીતે આગમિક અને અન્ય આચાર્યોના સુભાષિત વચનો દ્વારા સમ્યગુદર્શનના મહિમા પર પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. એવા મહામહિમામય અને મંગલમય સમ્યગુદર્શનને પ્રાપ્ત કરવા અને એને સુરક્ષિત રાખવા માટે સતત્ જાગૃત રહેવું જોઈએ. સમ્યગદર્શનનું સ્વરૂપ જે મંગલમય અને મહામહિમામય સમ્યગુદર્શનને મુક્તિમહેલનું પ્રથમ સોપાન કહેવાયું છે, એનું સ્વરૂપ શું છે, એની પરિભાષા શું છે, એ અધ્યાત્મ શાસ્ત્રનો મહત્ત્વપૂર્ણ વિષય છે. સમ્યગુદર્શન શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાયું છે - तहियाणं -तु भावाणं सम्भावे उवएसणं । भावेणं सद्हंतस्स, सम्मत्तं तं वियाहियं ॥ - ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૧૫ જીવાજીવાદિ તથ્યરૂપ ભાવો-તત્ત્વોના યથાર્થ સ્વરૂપ પર અંતઃકરણના દેઢ સંકલ્પ સાથે શ્રદ્ધાન કરવી સમ્યગુદર્શન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ [ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ છo]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy