SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ગત દ્રવ્યમનથી પદાર્થને જાણે છે, કરણ હોવાથી પ્રદીપની જેમ. આ અનુમાનથી મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થાય છે. સમાધાન : નિઃસંદેહ દ્રવ્યમન અર્થ-પરિચ્છેદમાં આત્માનું કારણ છે. પરંતુ કરણ બે પ્રકારના હોય છે - અંતઃકરણ અને બાહ્યકરણ. જે શરીરગત કરણ છે, એ અંતઃકરણ છે અને જે શરીરથી બહિર્ભત છે એ બાહાકરણ છે. દ્રવ્યમન, અંતઃકરણ છે, જે અંતઃકરણ હોય છે એ શરીરમાં રહીને જ વિષયને જાણવામાં સહાયક હોય છે, શરીરથી બહાર નીકળીને નહિ. જેમ જીવ શરીરસ્થ સ્પર્શનેન્દ્રિય દ્વારા જ કમલનાળ વગેરેના સ્પર્શને જાણે છે. દ્રવ્યમન અંતઃકરણ છે, માટે એ શરીરથી બહાર નથી નીકળી શકતું. જેમાં સ્પર્શનેન્દ્રિય શરીરથી બહાર નીકળતી નથી. કહી શકાય છે કે પદ્મનાળ તંતુની જેમ શરીરમાં રહીને પણ દ્રવ્યમન શરીરથી બહાર કેમ નથી નીકળી શકતું? આનો જવાબ એ છે કે દ્રવ્યમન અંતઃકરણ છે, માટે એ સ્પર્શનેન્દ્રિયની જેમ જ બહાર નીકળી શકતું નથી. માટે દ્રવ્ય અને ભાવ-ઉભય રૂપ મન શરીરથી બહાર ન નીકળવાના કારણે સ્વ-સ્થાન પર રહીને જ ચિંતનીય વિષયને જાણે છે માટે એ અપ્રાપ્યકારી છે. શંકા : શોખ વગેરેના અતિશયથી દેહમાં દૌર્બલ્ય (દુર્બળતા) તથા આર્તધ્યાનના અતિશયથી હૃદય રોગ વગેરે ઉપઘાત જોવા મળે છે. અભીષ્ટ-પ્રાપ્તિના વિચારથી હર્ષ વગેરે રૂપ અનુગ્રહ જોવા મળે છે, માટે પૂર્વમાં જે કહેવાયું છે કે મનમાં અનુગ્રહ તથા ઉપઘાત નથી હોતો, ઘટિત નથી થતો. સમાધાનઃ ઉક્ત કથન અસંબદ્ધ ભાષિત (દેખાય) છે. મનના રૂપમાં પરિણિત અનિષ્ટ પુદ્ગલ નિશ્ચય રૂપદ્રવ્યમન અનિષ્ટ ચિંતામાં પ્રવર્તિત થતો જીવને દેહ-દૌર્બલ્ય રૂપ ઉપઘાત પહોંચાડે છે, જેમ કે હૃદયમાં નિરુદ્ધ વાયુ જીવ માટે ઉપઘાત રૂપ હોય છે, એ જ રીતે શુભ પુદ્ગલ પિંડરૂપ દ્રવ્યમને અનુકૂળ વિચારોમાં પ્રવર્તિત થતો હર્ષ વગેરેની અનુભૂતિથી ભેષજની જેમ અનુગ્રહકારી થાય છે, માટે આ દ્રવ્ય-મનકૃત જીવનો અનુગ્રહ અને ઉપઘાત છે. શેય દ્વારા કરેલો મનનો ઉપઘાત અને અનુગ્રહ નથી. મન તો એવા ઉપઘાત અને અનુગ્રહથી અપ્રભાવિત જ રહે છે, તેથી મનને અપ્રાપ્યકારી સિદ્ધ કરવા માટે અપાયેલો ઉપઘાતાનુગ્રહ શૂન્યત્વ હેતુ સર્વથા સમુચિત અને સિદ્ધ છે. શંકા : આ કંઈક અદ્ભુત જ છે કે દ્રવ્યમાન દ્વારા જીવના દેહોપચય રૂપ અનુગ્રહ અને દેહ-દૌર્બલ્ય રૂપ ઉપઘાત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રતીતિ ક્યારેય નથી થતી. સમાધાન : આમાં અભુત કશું નથી. બધા લોકોને આ જ્ઞાત જ છે કે ઇષ્ટ મનોજ્ઞ બહાર કરવાથી જીવોના શરીરની પુષ્ટિ થાય છે અને અનિષ્ટ-અમનોક્ષ આહાર કરવાથી જીવોના શરીરની હાનિ થાય છે. જેમ કે ઇષ્ટ-અનિષ્ટ પુગલમય આહારના પ્રભાવથી જીવોના શરીરની પુષ્ટિ-હાનિ થાય છે, એમ જ દ્રવ્યમન પણ પૌગલિક થઈને જીવોના (૧૮૮) એ છે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy