SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણ ઉક્ત બંને પોલારોમાં બે વિભાગ છે - દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ. આ વિભાગોમાં રહેનાર સોળ પ્રકારના વ્યન્તર અને વાણવ્યન્તર દેવોની એક-એક જાતિના બે ઇન્દ્ર છે, તેથી કુલ બત્રીસ ઇન્દ્ર છે. જેનાં નામ આગળના પત્રકમાં દીધા છે. પ્રત્યેક ઇન્દ્રના ચાર - ચાર હજાર સામાનિક દેવ છે. સોળ-સોળ હજાર આત્મરક્ષક દેવ છે, ચાર-ચાર અગ્રમણિર્થીઓ છે. પ્રત્યેક અગ્રમહિર્ષના હજાર-હજારના પરિવાર છે. સાત અનીક છે. ત્રણ પરિષદ છે. આત્યંતર પરિષદના આઠ હજાર દેવ, મધ્ય પરિષદના દસ હજાર દેવ અને બાહ્ય પરિષદના બાર હજાર દેવ છે. આ દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું છે. દેવીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. વ્યત્તર અને વાણવ્યન્તર દેવ ચંચળ સ્વભાવના હોય છે. મનોહર નગરોમાં દેવીઓ સાથે નૃત્ય-ગાન કરતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળોનો અનુભવ કરતા વિચરે છે. વિવિધ અંતરોમાં રહેવાના કારણો એમને “વ્યન્તર' કહે છે. વનમાં ભ્રમણ કરવાનો વધુ શોખ હોવાના કારણો એમને “વાણવ્યન્તર' કહે છે. વ્યન્તરોનાં દક્ષિણદિશાના | ઉત્તરદિશાના | શરીરનો | મુગટનું ચિહ્ન નામ ઇન્દ્ર ઇન્દ્ર (૧) પિશાચ કાલેન્દ્ર મહાકાલેન્દ્ર કૃષ્ણ કદંબવૃક્ષ (૨) ભૂત સુરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર કૃષ્ણ શાલિવૃક્ષ (૩) યક્ષ પૂર્ણભદ્રન્દ્ર મણિમહેન્દ્ર કૃષ્ણ વડવૃક્ષ (૪) રાક્ષસ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર પાડલીવૃક્ષ (૫) કિન્નર કિન્નરેન્દ્ર કિંપુરુષેન્દ્ર નીલો અશોકવૃક્ષ (૬) કિંપુરુષ સુપુરુષેન્દ્ર મહાપુરુષેન્દ્ર ચંપકવૃક્ષ (૭) મહોરગ અતિકાયેન્દ્ર મહાકાયેન્દ્ર કૃષ્ણ નાગવૃક્ષ (૮) ગંધર્વ ગીતરતીન્દ્ર ગીતરસે કૃષ્ણ ટીમરુવૃક્ષ (૯) આનપત્રી સન્નિહિતેન્દ્ર સન્માનેન્દ્ર કૃષ્ણ કદંબવૃક્ષ (૧૦) પાનપત્રી ધાતેન્દ્ર વિધાતેન્દ્ર કૃષ્ણ શાલિવૃક્ષ (૧૧) ઇસીવાઈ ઇસીપતેન્દ્ર કૃષ્ણ વડવૃક્ષ (૧૨) ભૂઈવાઈ ઈશ્વરેન્દ્ર મહેશ્વરેન્દ્ર શ્વેત પાડલીવૃક્ષ (૧૩) કંદિય સુવશ્કેન્દ્ર વિશાલેન્દ્ર નીલો અશોકવૃક્ષ (૧૪) મહાકંદિય હાસ્યન્દ્ર હાસ્યરતીન્દ્ર શ્વેત ચંપકવૃક્ષ (૧૫) કોહંડ જેતેન્દ્ર મહાશ્વેતેન્દ્ર કૃષ્ણ નાગવૃક્ષ (૧૬) પયંગદેવ પહંગેન્દ્ર પહંગપતેન્દ્ર કૃષ્ણ ટીમરુવૃક્ષ ચંતર અને વાણવ્યંતર . જ છે. (૩૫૧) શ્વેત શ્વેત ઇસીન્દ્ર
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy