SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગુણોના ધારક આચાર્ય : જેનામાં નીચે દર્શાવેલ ૩૬ ગુણો વિદ્યમાન હોય, એ જ મુનિરાજ આચાર્ય-પદવી માટે યોગ્ય ગણાય છે અને એમના જ દ્વારા સંઘનો અભ્યુદય અને શાસસનો પ્રચાર થાય છે. ૧. જાતિ સંપન્ન : જેમનો જાતિપક્ષ (માતૃપક્ષ) નિર્મળ હોય. જેમનું કુળ અર્થાત્ પિતૃપક્ષ નિર્મળ હોય. ૨. કુલ સંપન્ન :: 3. બળ સંપન્ન : કાળ અનુસાર ઉત્તમ સંહનન(પરાક્રમ)થી યુક્ત હોય. ૪. રૂપ સંપન્ન : સમચુતરસ્ર સંસ્થાન વગેરે શરીરનો આકાર ઉત્તમ હોય. ૫. વિનય સંપન્નઃ નમ્ર-કોમળ સ્વભાવનો ધારક હોય. ૬. જ્ઞાન સંપન્ન : નિર્મળ જાતિ-શ્રુત વગેરે જ્ઞાનોના ધારક - અને અનેક મત-મતાંતરના શાતા હોય. 9. શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ઃ દૃઢ સમ્યક્ત્વી હોય. ૮. નિર્મળ : ચારિત્ર્યવાન હોય. ૯. લજ્જાશીલ : લોકાપવાદથી સંકોચ કરનાર હોય. ૧૦. લાઘવ સંપન્ન : દ્રવ્યથી ઉપષિ અર્થાત્ ભંડોપકરણ અને ભાવથી કષાય જેમનો થોડો અને હળવો હોય. ૧૧. ઓજસ્વી : પરિષહ અને ઉપસર્ગ આવવાથી ધૈર્ય ધારણ કરનાર હોય. : ૧૨. તેજસ્વી : પ્રતાપવાન. ચતુરતાપૂર્વક બોલનાર, પ્રભાવજનક વાણી બોલનાર. : ૧૩. વચસ્તી ૧૪. યશસ્વી : અસ્ખલિત યશના ધારક. ૧૫. જિતક્રોધ : ક્ષમાથી ક્રોધને જીતનાર. ૧૬. જિતમાન : વિનય દ્વારા માનને પરાજિત કરનાર. ૧૭. જિતમાયા ઃ સરળતા ગુણ દ્વારા માયાને જીતનાર. ૧૮. જિતલોભ : સંતોષશીલતાથી લોભને જીતનાર. ૧૯. જિતેન્દ્રિય ઃ ઇન્દ્રિયો સંબંધી ભોગોપભોગોની લોલુપતાથી રહિત, ઇન્દ્રિયો પર કાબૂ મેળવનાર. ૨૦. જિતનિંદા : પાપની નિંદા કરે, પણ પાપીની નિંદા ન કરનાર તથા નિંદકોની પરવા ૩૮ ન કરનાર. ૨૧. જિતપરિષહ : ક્ષુધા, તૃષા વગેરે ૨૨ પરિષહોને જીતનાર. ૨૨. જીવિતાશા : મરણભયવિપ્રમુક્ત - દીર્ઘાયુની આશા અને મૃત્યુનો ભય ન કરનાર. ૨૩. વ્રતપ્રધાન : મહાવ્રત વગેરે વ્રત જ જેમના માટે મુખ્ય હોય. ૨૪. ગુણપ્રધાન : અર્થાત્ ક્ષમા વગેરે ગુણોને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ અથવા ક્ષમા વગેરે ગુણ જ જેમના માટે મુખ્ય છે. જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy