SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. કરણપ્રધાન : યથોચિત કાળક્રમે થતી ક્રિયાના ૭૦ ગુણોથી યુક્ત છે. ૨૬. ચરણપ્રધાન : નિરંતર પાલન કરી શકનાર ચિરત્રના ૭૦ ગુણોથી યુક્ત અર્થાત્ ચરણસત્તરીના ધારક. ૨૭. નિગ્રહપ્રધાન અનાચીર્ણોનો નિષેધ કરવામાં પ્રધાન અર્થાત્ અસ્ખલિત આજ્ઞાના પ્રવર્તક. ૨૮. નિશ્ચયપ્રધાન ઃ ઇન્દ્ર યા રાજા પણ જેમને ક્ષોભ ન પહોંચાડી શકે અને જે દ્રવ્ય, નય, પ્રમાણ વગેરેના સૂક્ષ્મ જ્ઞાનધારક હોય. : રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓના ધારક. ★ : વિષાપહરણ, વ્યાધિનિવારણ અને વ્યંતરોપસર્ગનાશક વગેરે મંત્રોના જ્ઞાતા. : ઋગ્વેદ, યજુર્વેદ વગેરે વેદોના જ્ઞાતા (જાણકાર). : બ્રહ્મચર્યમાં સુદૃઢ રહેનાર તથા ને ઘાં નાળફ સે સર્વાં નાળ'' વગેરે આગમ અનુસાર આત્મા-પરમાત્માનાં રહસ્યોને સારી રીતે સમજનાર. : નૈગમ વગેરે સાતેય નયો યથાતથ્ય સ્વરૂપને જાણનાર. 33. નયપ્રધાન ૩૪. નિયમપ્રધાન : અભિગ્રહ વગેરે નિયમોના ધારક અને પ્રાયશ્ચિત્ત વિધિના જ્ઞાતા. ૩૫. સત્યપ્રધાન : અટલ (દઢ) વચનોનું ઉચ્ચારણ કરનાર. ૩૬. શૌચપ્રધાન : દ્રવ્ય-સ્વરૂપ લોકમાં અપવાદ કરનાર, મલિન વસ્ત્ર વગેરે ધારણ ન ૨૯. વિધાપ્રધાન ૩૦. મંત્રપ્રધાન ૩૧. વેદપ્રધાન ૩૨. બ્રહ્મપ્રધાન કરનાર અને ભાવતઃ પાપરૂપ મેલથી મિલન ન થનાર. આ ૩૬ ગુણોમાંથી પહેલાંથી લઈને દસમા સુધી દસ ગુણોનું હોવું આવશ્યક છે. આગળના (૧૧-૧૪ સુધી) ગુણ સ્વાભાવિક હોય છે. આચાર્યની ૮ સંપત્તિ : જેમ ગૃહસ્થ ધન, કુટુંબ વગેરેની સંપત્તિથી શોભે છે એમ આચાર્ય પણ ૮ સંપત્તિથી શોભે છે. પ્રત્યેક સંપત્તિના ચાર-ચાર પ્રકાર છે. કુલ મળીને ૩૨ ભેદ થાય છે. વિનયના ૪ ગુણ એમાં મેળવવાથી ૩૬ ગુણ થઈ જાય છે. ૮ સંપત્તિઓનું સ્વરૂપ આ પ્રકાર છે. ૧. જે જ્ઞાન વગેરે પૂર્વોક્ત પાંચ આચાર કરવા યોગ્ય છે. એમનું આચરણ કરવું આચાર સંપત્તિ છે. એના ચાર પ્રકાર છે : (૧) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ તેર પ્રકારના ચારિત્ર્ય ગુણોમાં ધ્રુવનિશ્ચલ સ્થિર હમેશાં અડોલ વૃત્તિ રાખવી ચરણ ગુણ* ધ્રુવયોગ યુક્તતા છે. (૨) જાતિમદ વગેરે આઠેય મદોનો ત્યાગ કરી હંમેશાં નિરાભિમાની-નમ્ર રહેવું માર્દવગુણ સંપન્નતા છે. * આચાર્ય વિદ્યાઓ અને મંત્રોના જ્ઞાતા હોય છે, પરંતુ એમનો વિશેષ પરિસ્થિતિઓ સિવાય પ્રયોગ નથી કરતા. આચાર્ય ૩૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy