SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શિયાળા-ઉનાળામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે વગર કારણે રહેતા નથી અને ચાતુર્માસમાં ચાર મહિના એક જ સ્થળે રહે છે. આ રીતે નવકલ્પીક વિહાર કરવું અનિયતવૃત્તિ છે. (૪) કામિનીઓના મનને હરણ કરનારી લોકોત્તર સંપત્તિના ધારક હોવા છતાં સર્વથા નિર્વિકાર અને સૌમ્ય મુદ્રાવાળા રહેવું “અચંચળ” ગુણ કહેવાય છે. ૨. શાસ્ત્રનો અર્થ પરમાર્થના જ્ઞાતા હોવું આચાર્યની ગુણસંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) જે કાળમાં જેટલાં શાસ્ત્ર ઉપલબ્ધ હોય, એ બધાંના જ્ઞાતા હોવાથી વિદ્વાનોમાં શ્રેષ્ઠ હોવું યુગ પ્રધાનતા છે. (૨) શાસ્ત્રીય જ્ઞાનની વારંવાર પરાવર્તન કરીને ગંભીર અને નિશ્ચલ જ્ઞાની બનવું આગમાં પરિચિતતા છે. (૩) તીર્થકરો દ્વારા પ્રરૂપિત ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ચરણ સત્તરી, કરણ સત્તરી વગેરે રૂપ ઉત્સર્ગ-માર્ગ તથા ઉત્સર્ગ માર્ગ પર વધતાં સંયમ-પાલનમાં વિદન પેદા થવાથી સંયમમાર્ગમાં સુસ્થિર રાખવા હેતુ તીર્થકરોની આજ્ઞાનુરૂપ ગ્રહણ કરવામાં આવતો અપવાદમાર્ગ - આ પ્રકારે આ બંને માર્ગોની વિધિના યથાતથ્ય જ્ઞાતા હોવું ઉત્સર્ગ અપવાદ કુશળતા છે. અર્થાત્ કઈ સ્થિતિમાં આપવાદિક માર્ગનું અવલંબન લેવું તથા કાયામાં નહિ વગેરેના જ્ઞાતા હોવું. (૪) સ્વસમય (જૈનસિદ્ધાંત) અને પરસમય(અન્યમત)ના જ્ઞાતા હોવું સ્વસમય-પરસમય દક્ષતા ગુણ છે. ૩. સુંદર આકૃતિ અને તેજસ્વી શરીરના ધારક હોવું ત્રીજી શરીર સંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) પોતાના માપથી પોતાનું શરીર એક ધનુષ લાંબુ હોવું પ્રમાણપત શરીર કહેવાય છે. આ ગુણ હોવો આચાર્યનો પ્રમાણોપેત ગુણ છે. (૨) લંગડા, લૂલા, કાંણા અથવા ૧૯-૨૧ આંગળીઓ હોવી અથવા આ પ્રકારની કોઈ અન્ય અપંગતાના દોષોથી રહિત હોવું “અકુટઇ” ગુણ છે. (૩) બહેરાશ, અંધત્વ વગેરે દોષોથી રહિત હોવું પૂર્ણેન્દ્રિયતાના ગુણ છે. (૪) તપમાં, વિહારમાં, સંયમ તથા ઉપકારના કાર્યમાં થાક ન લાગે, એવા સ્થિર, દેઢ અને સબળ સંહનન હોવું દઢ-સંહનની ગુણ છે. * રવિવારથી રવિવાર સુધી રહેવા માટે એક રાત અને પાંચ રવિવાર સુધી રહેવું પાંચ રાત્રિ નિવાસ કહેવાય છે. એક મહિનામાં પાંચ વખત જ એક વાર હોય છે. અર્થાત્ જ્યાં એક દિવસનો આહાર મળે ત્યાં એક રાતથી વધારે ન રહેવું અને મોટું નગર હોય તો પાંચ રાતથી (એક મહિનાથી) વધારે ન રહેવું. રુણતા યા વૃદ્ધાવસ્થાના કારણે વધુ સમય સુધી રહેવું અલગ વાત છે. (૪૦)000.જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy