SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. કર્મઆર્ય એ છે જે યજન-માજન પઠન-પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય વગેરે દ્વારા આજીવિકા ચલાવે છે. શિલ્પઆર્ય એ છે, જે વણકર, ખેડૂત, કુંભાર વગેરે અલ્પ આરંભવાળી અને અનિન્દ આજીવિકાવાળા છે. ભાષાઆર્ય એ છે કે જે શિષ્ટ પુરુષ માન્ય ભાષાઓમાં સુગમ રીતિથી વચન-વ્યવહાર કરે છે. આનાથી વિપરીત લક્ષણોવાળા મનુષ્ય મ્લેચ્છ છે. જેમ કે શક, યવન, કંબોજ, શબર, પુલિન્દ વગેરે. છપ્પન અંતર્લીપોમાં રહેનાર બધા મનુષ્ય તથા કર્મભૂમિઓમાં પણ અનાર્યદેશોત્પન્ન બ્લેચ્છ છે. મનુષ્યોની સ્થિતિ : મનુષ્યોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મનુષ્યોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત જ છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવગ્રહણની છે. અર્થાત્ મનુષ્ય લગાતાર સાત અથવા આઠ જન્મ સુધી રહ્યા પછી મનુષ્યગતિ અવશ્ય છોડી દેવી પડે છે. મનુષ્યોની સંખ્યા : મનુષ્ય જઘન્ય ઓગણત્રીસ અંક-પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે. મનુષ્યોની ગર્ભજ અને સંમૂર્ણિમ બે ભેદ છે. આમાંથી સંમૂર્ણિમ મનુષ્ય કોઈ સમય બિલકુલ રહેતા નથી, કેવળ ગર્ભજ રહે છે. આનું કારણ એ છે કે સંમૂર્ણિમ મનુષ્યોની આયુ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, જે સમયે સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિમાં એક અંતર્મુહૂર્તથી વધુ સમયનું અંતર પડી જાય છે. એ સમયે પહેલાના ઉત્પન્ન થયેલા બધા સંમૂછિમ મનુષ્ય મરી ચૂક્યા હોય છે અને નવા ઉત્પન્ન થતા નથી. એ સમય કેવળ ગર્ભજ મનુષ્ય રહી જાય છે. આ ગર્ભજ મનુષ્ય ઓછામાં ઓછી નિમ્નલિખિત ઓગણત્રીસ અંકની બરાબર હોય છે. આ સંખ્યા જઘન્ય મનુષ્ય-સંખ્યા છે. પાંચમા વર્ગની સાથે છઠ્ઠા વર્ગને ગુણવાથી જે ઓગણત્રીસ અંક પ્રાપ્ત થાય છે, તે જ અહીં લેવા જોઈએ. જેમ ૨ ને ૨ ને જોડે ગુણવાથી ૪ હોય છે. આ પહેલો વર્ગ ૪ ને ૪ ગુણ્યા કરવાથી ૧૬ થાય છે. આ બીજો વર્ગ ૧૬ થયો, તેને ૧૬ વડે ગુણવાથી ૨પ૬ થાય છે. આ ત્રીજો વર્ગ ૨પ૬ ને ૨પ૬થી ગુણવાથી ૬૫૫૩૬ થાય છે. આ ચોથો વર્ગ ૬૫૫૩૬ ને ૬૫૫૩૬ વડે ગુણવાથી ૪૨૯૪૯૬૭૨૯૬ થાય છે. આ પાંચમો વર્ગ. આ પાંચમા વર્ગની સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬ ૧૬ થાય છે. આ છઠ્ઠો વર્ગ. તે છઠ્ઠા વર્ગને પાંચ વર્ગ વડે ગુણવાથી. ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ થાય છે, અથવા એકના બમણા બે, બેના બમણા ચાર, આ રીતે પૂર્વ-પૂર્વ સંખ્યાને આગળ છન્નુ વાર બમણા કરવાથી ઓગણત્રીસ અંક થાય છે જ્યારે સમૂર્ણિમ મનુષ્ય પેદા થાય છે, ત્યારે તે એક સાથે અધિકથી અસંખ્યાત સુધી હોય છે તે સમય મનુષ્યોની સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા મેળવાય છે. અજિતનાથ ભગવાનના સમયે ઉત્કૃષ્ટ મનુષ્ય સંખ્યા થઈ હતી. (૩૨) ભજિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy