SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અનાભોગ મિથ્યાત્વઃ અનાભોગનો અર્થ છે - અજ્ઞાન - અબોધ, વિચારશક્તિ અને વિવેક-વિકલતાના કારણે થનાર તત્ત્વનો અશ્રદ્ધાન અનાભોગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને કતિપય સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આ પ્રકારના અબોધિ, ભોળપણ અને અવિવેક જોઈ શકાય છે જેના કારણે તત્ત્વ પર રુચિ અથવા તત્ત્વનું શ્રદ્ધાન થતું નથી. આ અનાભોગ મિથ્યાત્વ છે. આ અવસ્થાઓમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોની એટલી પ્રગાઢતા હોય છે કે જીવ કોઈ પ્રકારનો વિચાર કરી શકતો નથી. વિચાર-શૂન્યતાની આ સ્થિતિમાં રુચિ અથવા શ્રદ્ધાન થવું સંભવ જ નથી. આવા જીવોનો તત્ત્વાશ્રદ્ધાન અનાભોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના દસ ભેદ સ્થાનાંગ સુત્ર'ના દસમા સ્થાનમાં મિથ્યાત્વના દસ ભેદ આ પ્રકાર બતાવ્યા છે - दसविहे मिच्छत्ते पण्णत्ते तंजहा- अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, उमग्गे मग्गसण्णा, मग्गे उमग्गसण्णा, अजीवेसु जीव सण्णा, जीवेसु अजीव सण्णा, असाहुसु साहुसण्णा, साहुसु असाहुसण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्तसण्णा। - સ્થાનાંગ, સ્થાન ૧૦, સૂ-૭૩૪ દસ પ્રકારના મિથ્યાત્વ કહેવામાં આવ્યા છે – (૧) અધર્મને ધર્મ સમજવો (૨) ધર્મને અધર્મ સમજવો. (૩) અમાર્ગને માર્ગ સમજવો (૪) માર્ગને અમાર્ગ સમજવો (૫) અજીવોને જીવ માનવો (૬) જીવોને અજીવ માનવા (૭) સાધુઓ અસાધુ માનવા (૮) અસાધુને સાધુ માનવા (૯) અમુક્તને મુક્ત માનવા (૧૦) મુક્તને અમુક્ત માનવા. દેવ, ગુરુ, ધર્મ, તત્ત્વ અને માર્ગ સંબંધી વિપરીત માન્યતાઓનો ઉક્ત સૂત્રમાં ઉલ્લેખ કર્યો છે. જો વધુ સંક્ષેપમાં કથન કરવામાં આવે તો દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિપરીત માન્યતામાં ઉક્ત બધાનો સમાવેશ થઈ જાય છે. કારણ કે તત્ત્વ અને માર્ગનો સમાવેશ ધર્મના અંતર્ગત થઈ જાય છે. સારાંશ એ છે કે દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિપરીત ધારણા રાખવી મિથ્યાત્વ છે. (૧) અધર્મમાં ધર્મ સંજ્ઞા : શ્રત અને ચારિત્ર રૂપ ધર્મથી વિપરીત અથવા અહિંસાદિ ધર્મથી વિપરીત જે મિથ્યા શ્રત છે અથવા જે મિથ્યાચરણ રૂપ છે અથવા જે હિંસાદિ-મય અધર્મ છે, તેને ધર્મ સમજવો. અધર્મમાં ધર્મ સંજ્ઞા નામનું મિથ્યાત્વ છે. વૈદિક આદિ દર્શન વેદોનો અપૌરુષેય માને છે. જે વર્ણાત્મક છે તે અપૌરુષેય કેવી રીતે થઈ શકે છે ! તેથી વેદાદિની અપૌરુષેયાતા તર્ક-પ્રમાણથી બાધિત છે. આ રીતે જે આગમ અનાપ્ત પુરુષ પ્રણીત છે તે મિથ્યાશ્રત છે. આ મિથ્યાશ્રુતને ધૃતરૂપધર્મ સમજવો મિથ્યાત્વ છે. આ રીતે જે હિંસાદિનું સમર્થન કરે છે તે અધર્મ છે. આ હિંસામય અધર્મને ધર્મ માનવું ચારિત્રની વિપરીતતાના કારણે મિથ્યાત્વ છે. જે ધર્મ હિંસાનું સમર્થન કરે છે, જેનાથી પ્રાણી, ભૂત, જીવ, સત્યની હિંસા હોય - આવા પૂજા, યજ્ઞ, હોમ વગેરેમાં ધર્મ માનવો મિથ્યાત્વ છે. જેમ કે આચાર્ય હેમચંદ્ર કહ્યું છે કે - न धर्महेतुर्विहितापि हिंसा, नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्र घातान्नृपतित्वलिप्सा स ब्रह्मचारी स्फुरितं परेषाम् ॥ - અન્ય યોગ વ્યવચ્છેદિકા, કો-૧૧ (મિથ્યાત્વ DOOOD DOD Do૫૦૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy