SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્ગુણ, જળને ગંધરહિત ત્રિગુણ, તેજને ગંધ-રસ સહિત દ્વિગુણ અને વાયુને માત્ર સ્પર્શ ગુણયુક્ત માનવામાં આવ્યો છે. મનને પણ એમણે સ્પર્શ વગેરે ચારેય ગુણયુક્ત નથી માન્યું. એમનો નિષેધ કરતાં જૈનદર્શન' કહે છે કે - “જેટલી પણ મૂર્તિ વસ્તુઓ છે તે બધા સ્પર્શ, રસ, ગંધ વર્ણવાળી છે. મન પણ પુદ્ગલમય હોવાથી સ્પર્શ વગેરે ગુણવાળું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ક્રમશઃ પાંચ, બે, પાંચ અને આઠ ભેદ છે, જેમનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. ઉક્ત વીસ ભેદોમાં પણ પ્રત્યેકના સંખ્યાતુ, અસંખ્યાત્ અને અનંત ભેદ તરતમ ભાવથી થાય છે. જેમ કે મૃદુત્વ એક ગુણ છે, પણ પ્રત્યેક વસ્તુની મૃદુતામાં કંઈક ને કંઈક તરતમતા હોય છે. આ તારતમ્યના કારણે એના સંખ્યાત, અસંખ્યાત્ અને અનંત ભેદ થઈ જાય છે. શબ્દ : જૈનદર્શને શબ્દને ભાષા-વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ માન્યું છે. વૈશેષિક તૈયાયિક વગેરે દર્શનોએ શબ્દને આકાશનો ગુણ માન્યો છે. આકાશ અમૂર્ત છે, માટે એનો ગુણ પણ અમૂર્ત હોવો જોઈએ, પરંતુ શબ્દ તો પૌગલિક છે, તે આકાશનો ગુણ કેવી રીતે થઈ શકે છે ? શબ્દની પૌગલિકતા આજ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ (હોઈ ચૂક્યું છે, કારણ કે વિશિષ્ટ યંત્રો દ્વારા શબ્દને પકડી લેવામાં આવે છે. શબ્દને પૌગલિક માન્યા વગર તે સંભવ નથી. શબ્દની અતિ તીવ્રતાના કારણે કર્મેન્દ્રિયનો ઉપઘાત પણ જોવા મળે છે, જે શબ્દની પૌગલિકતાને સિદ્ધ કરે છે. પૌગલિક શબ્દના નિમિત્ત ભેદથી અનેક ભેદ થઈ જાય છે. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે પ્રયોગ જ છે અને જે પ્રયત્નના વગર જ ઉત્પન્ન થાય છે, તે વૈઋાસિક છે. જેમ મેઘની ગર્જના વગેરે. પ્રયોગ જ શબ્દના છ પ્રકાર છે - (૧) ભાષા : મનુષ્ય વગેરેની વ્યક્તિ અને પશુ-પક્ષીઓની અવ્યક્ત એવી અનેકવિધ ભાષાઓ છે. (૨) તલ : ચામડાથી લપટેલી (વીંટાળેલી) વાદ્યોના શબ્દો, જેમ કે ઢોલ, મૃદંગનો શબ્દ. (૩) વિતત : તારવાળા વિણા, સારંગી વગેરે વાદ્યોના શબ્દ. (૪) ઘન : ઝાલર, ઘંટ વગેરેનો શબ્દ. (૫) શુષિર : ફંકીને વગાડવામાં આવતા શંખ વગેરેના શબ્દ. (૬) સંઘર્ષ : ઘર્ષણથી ઉત્પન્ન શબ્દ જેમ કે લાકડી વગેરેના ઘર્ષણના શબ્દ. બંધ : પુદ્ગલોના પારસ્પરિક સંબંધને બંધ કહે છે. તે બંધ બે પ્રકારના હોય છે – પ્રાયોગિક બંધ અને વૈસિક બંધ. જીવ અને શરીરના સંબંધ તથા લાખ અને લાકડીના સંબંધ પ્રયત્ન સાપેક્ષ હોવાથી પ્રાયોગિક બંધ છે. વીજળી, વરસાદ, ઇન્દ્રધનુષ વગેરેના પૌલિક સંશ્લેષ પ્રયત્ન નિરપેક્ષ હોવાથી વૈસ્ત્રસિક બંધ છે. પુદ્ગલોમાં જોવા મળતા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના કારણે બંધ થાય છે. આ જ બંધથી દ્રયણુક વગેરે સ્કન્ધ બને છે. સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોના બંધ બે પ્રકારના છે - સદેશ અને વિદેશ. સ્નિગ્ધનો સ્નિગ્ધના સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે બંધ હોવો સદેશ બંધ છે અને સ્નિગ્ધનો રૂક્ષ સાથે સંબંધ હોવો વિસદેશ બંધ છે. બંધના કેટલાક વિશેષ નિયમ અને અપવાદ છે. જઘન્ય અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોના બંધ નથી હોતા. સમાન અંશ હોવાથી સ્નિગ્ધનો સ્નિગ્ધના સાથે અને રૂક્ષના [ અજીવ તત્ત્વ - જડ દ્રવ્યો છે અને ૪૩૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy