SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખ-દુઃખ વગેરે વિપાક આપે છે, જેમ કે જળ વગેરેના સંબંધથી ધાન. તેથી કાર્પણ-શરીર પણ પૌદ્ગલિક જ છે. ભાષા: ભાષા બે પ્રકારની છે - ભાવભાષા અને દ્રવ્યભાષા. ભાવભાષા તો વીર્યાન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી એક વિશિષ્ટ શક્તિ છે, જે પુદ્ગલ સાપેક્ષ હોવાથી પૌદ્ગલિક છે.* એવા શક્તિમાન આત્માથી પ્રેરિત થઈને વચન રૂપથી પરિણત થનારા ભાષા-વર્ગણાના સ્કન્ધ જ દ્રવ્ય ભાષા છે. આ રીતે ભાષા પુગલોનું કાર્ય છે. | મન : લબ્ધિ તથા ઉપયોગ રૂ૫ ભાવમન પુલાવલંબી હોવાથી પૌગલિક છે.** જ્ઞાનાવરણ તથા વીતંત્તરાયના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કન્ધ ગુણ-દોષ વિવેચન, સ્મરણ વગેરે કાર્યાભિમુખ આત્માના અનુગ્રાહક-સામર્થ્યના ઉત્તેજક હોય છે. તે દ્રવ્ય-મન છે. પ્રાણાપાન : જીવ દ્વારા ઉદરથી બહાર નિકાળનાર (કાઢનાર) નિઃશ્વાસ વાયુ અને ઉદરના અંદર પહોંચાડનાર ઉચ્છવાસ વાયુ એ બંને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માના ઉપકારક છે. ભાષા, મન, પ્રાણ, અપાન એમના વ્યાઘાત અને અભિભવ (મંદતા) જોવામાં આવે છે, તેથી એ શરીરની જેમ પૌગલિક છે. સુખ-દુઃખ ઃ જીવનું પ્રતિરૂપ પરિણામ સુખ છે, જે સાતવેદનીય કર્મ રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહ્ય કારણોથી ઉત્પન્ન થાય છે. પરિતાપ જ દુઃખ છે, જે અસતાવેદનીય કર્મ રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે. જીવન-મરણ આયુકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલતું રહેવું જીવન છે અને પ્રાણાપાનનો ઉચ્છેદ થઈ જવો મરણ છે. એ બધા સુખ-દુ:ખ જીવન-મરણ વગેરે પર્યાય જીવોમાં પુગલોના દ્વારા જ ઉત્પન્ન થાય છે, તેથી તે જીવોના પ્રત્યે પૌગલિક ઉપકાર કહેવામાં આવ્યા છે. એના સિવાય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ , બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત પણ પૌગલિક કાર્ય છે. જૈનદર્શન અનુસાર “પુદ્ગલ' શબ્દ જડ પદાર્થના અર્થમાં રૂઢ છે. બૌદ્ધદર્શન'માં પુગલ શબ્દ જીવના અર્થમાં પ્રયુક્ત થયો છે. જૈન દર્શનમાં એવો નથી. જૈનદર્શન અનુસાર પ્રત્યેક મૂર્ત વસ્તુ સમાન રૂપથી રૂપ, ગંધ, રસ, સ્પર્શ યુકત છે. વૈશેષિક વગેરે દર્શનોમાં પૃથ્વીને * અહીં ભાવ ભાષાને પૌલિક કહ્યો છે તે પ્રાયોગિક પુદ્ગલોના પ્રાધાન્યની અપેક્ષાથી સમજવો જોઈએ. બીજી અપેક્ષાથી મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, વિર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી શક્તિ ક્ષાયોપથમિક ભાવના અંતર્ગત હોવાથી જીવને સ્વતત્ત્વ સમજવો જોઈએ. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - “પક્ષિયો માવો ઉમગ્ર નવી વસ્તિત્ત્વમયિક પરિપામિ ૨ ” ઔપશામિક ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવ જીવના સ્વતત્ત્વ છે. * અહીં પણ ભાષાની જેમ સમજવું જોઈએ. (૪૩૬) જ જીવન છે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy