SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ KGO (પાપ તત્વ) પુણ્યનું પ્રતિપક્ષી તત્ત્વ પાપ છે. “પાપ” શબ્દની વ્યુત્પત્તિ કરતાં સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં કહ્યું છે કે - “પાશયતિ-TUત્યાત્માને પાતતિ ચાત્મનઃ મનર શપથતિ ક્ષયતિતિ પાપમ” જે આત્માને જાળમાં ફસાવે અથવા આત્માને પછાડે અથવા આત્માના આનંદરસને સુકાવે, તે પાપ છે. સંસારમાં જે કંઈપણ અશુભ છે, તે બધાં પાપ અને એના ફળમાં સમાવિષ્ટ થઈ જાય છે. પાપ તત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તે માત્ર પુણ્યનો અભાવ નથી. પુણ્ય તત્ત્વની સિદ્ધિના પ્રસંગમાં કર્મની સત્તા, પ્રમાણ દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. કર્મની સિદ્ધિ થઈ જવાથી એના શુભ-અશુભ રૂપ બે ભેદ પણ સિદ્ધ થઈ જાય છે. શુભકર્મ પુણ્ય રૂપ છે અને અશુભકર્મ પાપ રૂપ છે. શુભ-ફળ-સુખ વગેરેના કારણે પુણ્ય છે અને અશુભ ફળ દુઃખ વગેરેના કારણે પાપ છે. સંસારમાં દુઃખ વગેરે અશુભકાર્ય દષ્ટિગોચર થાય છે. એમનું કોઈ કારણ હોવું જોઈએ. કારણ કે તે કાર્ય છે. જે-જે કાર્ય થાય છે, એનું કોઈ કારણ અવશ્ય હોય છે. જેમ કે અંકુરનું કારણ બીજ. જે દુઃખ વગેરે અશુભ ફળનું કારણ છે, એ જ પાપ કર્મ છે. કહી શકાય છે કે અનિષ્ટ સંયોગ અને ઇષ્ટ વિયોગ રૂપ દષ્ટ કારણોને છોડીને પાપરૂપી અદૃષ્ટ કારણની કલ્પના કરવી નિરર્થક છે. પરંતુ આ કથન યુક્તિસંગત નથી, કારણ કે ઇષ્ટ કારણરૂપ બાહ્ય સાધનોની તુલ્યતા હોવાથી પણ ફળમાં વૈચિત્ર્ય જોવા મળે છે. બે વ્યક્તિઓને સમાન સાધન-સામગ્રી પ્રાપ્ત હોવા છતાંય ફળમાં અંતર જોવા મળે છે. એક વ્યકિત સાધનોની સમાનતા છતાં સફળતા પ્રાપ્ત કરે છે અને બીજો અસફળ થઈ જાય છે. તેથી તુલ્ય સામગ્રીના સભાવમાં થનારો ફળ-ભેદ કોઈ અદષ્ટ કારણની સત્તાને સિદ્ધ કરે છે. અશુભ દુઃખ વગેરે ફળનું જે બીજ (કારણ) છે, એ જ પાપ તત્ત્વ છે. પુણ્ય-પાપને લઈને ચિંતકોમાં કેટલાય પ્રકારના મત જોવા મળે છે. કોઈ કહે છે કે - “પુણ્ય જ એકમાત્ર તત્ત્વ છે, પાપ નથી.” કોઈ કહે છે કે – “પાપ જ તત્ત્વ છે, પુણ્ય નહિ.” કોઈ કહે છે કે – “પુણ્ય-પાપ અલગ-અલગ નથી, પરંતુ પુણ્ય-પાપ નામની એક જ વસ્તુ છે.” કોઈ કહે છે કે - “એ અલગ-અલગ સુખ-દુઃખનું કારણ છે, તેથી બંને સ્વતંત્ર તત્ત્વ છે.” કોઈ કહે છે કે - “કાર્યના મૂળથી જ કોઈ અસ્તિત્વ નથી, કારણ કે તે આખું જગત વ્યવહાર સ્વભાવ-સિદ્ધ છે.” આ વિવિધ પ્રકારના વિકલ્પોના કારણે મુમુક્ષુ જીવને સંદેહ થવો સ્વાભાવિક છે. એ જાણવા માંગે છે કે - “એમાંથી વાસ્તવિક તત્ત્વ શું છે ?' તેથી આ વિકલ્પોની મીમાંસા કરવી જરૂરી છે. પ્રથમ વિકલ્પ : ઉક્ત વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ છે કે પુણ્ય જ તત્ત્વ છે, પાપ નહિ. કારણ કે પુણ્યના ઉપનય-અપનયથી જ શુભાશુભ ફળની સિદ્ધિ થઈ જાય છે. જેમ કે જે પરમ પ્રકષ્ટ શુભફળ છે, તે પુણ્યના ઉપનય પ્રકર્ષનું કાર્ય છે. જે એનાથી અલ્પ, અલ્પતર અને અલ્પતમ શુભ ફળ છે, તે પુણ્યના ન્યૂનાધિક અપકર્ષનું પરિણામ છે. સૌથી વધારે (૪૬૮ જ છે આ જિણધર્મોો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy