SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યની અપનય (હાનિ) જ બધાથી ઓછા શુભ ફળવાળા છે. અર્થાત્ દુઃખનો પ્રકર્ષ છે. તે અલ્પ પુણ્ય પણ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે મુક્તિ થઈ જાય છે. જેમ અત્યંત પથ્યાહાર સેવનથી પુરુષને પરમ આરોગ્ય સુખ મળે છે. તે જ વ્યક્તિ જ્યારે થોડા-થોડા પથ્યાહાર છોડીને અપથ્યાહારની વૃદ્ધિ કરે છે, તો ક્રમશઃ આરોગ્ય સુખની હાનિ થતી જાય છે. સર્વથા આહારને છોડી દેવાથી પ્રાણોની મુક્તિ થઈ જાય છે. પથ્યાહારના સમાન પુણ્ય છે. જેમ કે કહ્યું છે - पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणी । तस्सेव खए मोक्खो, पत्थाहारोवपाणाओ ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૦૮ સમીક્ષા : ઉક્ત વિકલ્પ યથાર્થ નથી. કારણ કે અપકર્ષથી દુ:ખની પ્રકર્ષતા સંભવ નથી. દુઃખની પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થાય છે, કારણ કે તે પ્રકર્ષાનુભૂતિ છે. જે-જે પ્રકર્ષાનુભૂતિ થાય છે, તે સ્વાનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થાય છે. જેમ સુખના પ્રકર્ષની અનુભૂતિ. સુખના પ્રકર્ષની અનુભૂતિ જેમ સ્વાનુરૂપ પુણ્યના પ્રકર્ષથી થાય છે, એમ જ દુઃખના પ્રકર્ષની અનુભૂતિ સ્વાનુરૂપ પાપ કર્મના પ્રકર્ષથી થાય છે. कम्मप्पगरिस जणियं तदवस्सं पगरिसाणुभूइओ । सोक्खपगरिसभूई जह पुण्णप्पगरिसप्पभवा ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૧ દુઃખની બહુલતા પુણ્યના અપકર્ષથી જન્મેલી નથી, પરંતુ સ્વાનુરૂપ પાપ કર્મની પ્રકર્ષતાથી જન્મેલી છે, કારણ કે તે પ્રકર્ષાનુ ભૂતિ છે. જેમ સુખ પ્રકર્ષની અનુભૂતિ પુણ્ય પ્રકર્ષથી થાય છે. બીજી વાત એ છે કે જો દુ:ખ, પુણ્યના અપચય માત્રથી હોત તો પુણ્યોદયથી પ્રાપ્ત ઇષ્ટ આહાર વગેરેના અપચય માત્રથી જ થવો જોઈએ. પરંતુ એવું જ નથી થતું, પાપોદય સંપ્રાપ્ય અનિષ્ટ આહાર વગેરેના દ્વારા પણ દુ:ખ ઉત્પન્ન થાય છે. દુઃખની બહુલતા માત્ર પુણ્યના અપકર્ષથી જ નથી થતી, અપિતુ (પણ) એનાથી વિપરીત પાપ રૂપ બાહ્ય સાધનોની પણ અપેક્ષાની પણ અપેક્ષા એમાં રહે છે. જેમ કે કહ્યું છે . - तह बज्झसाहणप्पगरिसंगभावादिहण्णहा न तयं विवरीय बज्झसाहण बलप्पगरिसं अवेक्खेज्जा ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૨ ભાવાર્થ એ છે કે દુઃખની પ્રચુરતા માત્ર પુણ્યની હાનિથી જ નથી થતી, પણ પુણ્યથી વિપરીત પાપ રૂપ બાહ્ય સાધનોની પણ એમાં અપેક્ષા રહે છે. ત્રીજી વાત એ છે કે હાથી વગેરેના અશુભ અને મહાન શરીર માત્ર પુણ્યના અપચય માત્રથી સંભવ નથી, કારણ કે પુણ્યના અપચય માત્રથી જો તે હોત તો તે નાનો અને શુભ જ હોવો જોઈએ. જેમ કે થોડા સોનાથી બનનારો ઘટ (ઘડો) નાનો હોઈ શકે છે, પરંતુ પાપ તત્ત્વ ૪૬૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy