SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૧+૪+ ૮૧ ૬+૧૬=૪૫ લાખ યોજનનો અઢી દ્વીપ છે. અઢી દ્વીપમાં સંજ્ઞી મનુષ્યોની સંખ્યા ઓગણત્રીસ અંકપ્રમાણ કહેવાઈ છે. અઢી લીપની બહાર (૧) મનુષ્યોની ઉત્પત્તિ (૨) બાદર અગ્નિકાય (૩) દ્રહ-કુંડા (૪) નદી (૫) ગર્જના (૬) વિદ્યુત (૭) મેઘ (૮) વર્ષા (૯) ખાડા (૧૦) દુકાળ હોતા નથી. માનુષોત્તર પર્વતની બહારના પુષ્કરાઈ દ્વીપમાં દેવતાઓ તથા તિર્યંચ વગેરેનો નિવાસ છે. પુષ્કર દ્વીપને ચારેબાજુથી ઘેરેલા વલયાકાર બત્રીસ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કર સમુદ્ર છે. આ રીતે આગળ એક દ્વીપ અને એક સમુદ્રના ક્રમથી દ્વીપ અને સમુદ્ર છે. આ બધા એકબીજાથી બમણા-બમણા વિસ્તારવાળા છે. આગળ કેટલાક દ્વીપ સમુદ્રોના નામ આ પ્રકાર બતાવ્યાં છે - (૭) વારુણી દ્વીપ (૮) વારુણી સમુદ્ર (૯) ક્ષીર દ્વીપ (૧૦) ક્ષીર સમુદ્ર (૧૧) વૃત દ્વીપ (૧૨) વૃત સમુદ્ર (૧૩) ઇક્ષુ દ્વીપ (૧૪) ઇક્ષુ સમુદ્ર (૧૫) નંદીશ્વર દીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર (૧૭) અરુણ દ્વીપ (૧૮) અરુણ સમુદ્ર (૧૯) અરુણવર દ્વીપ (૨૦) અરુણવર સમુદ્ર (૨૧) પવન દ્વીપ (૨૨) પવન સમુદ્ર (૨૩) કુંડલ દ્વીપ (૨૪) કુંડલ સમુદ્ર (૨૫) શંખ દ્વીપ (૨૬) શંખ સમુદ્ર (૨૭) રુચક દ્વીપ (૨૮) રુચક સમુદ્ર (૨૯) ભુજંગ દ્વીપ (૩૦) ભુજંગ સમુદ્ર (૩૧) કુશ દ્વીપ (૩૨) કુશ સમુદ્ર (૩૩) કુચ દ્વીપ (૩૪) કુચ સમુદ્ર. આ પ્રકારે અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. આ બધાના અંતમાં સ્વયંભૂ-રમણ સમુદ્ર છે. તેનાથી બાર યોજન દૂર ચારેબાજુ અલોક છે. ચાર ગતિઓના નિરૂપણના પ્રસંગમાં અર્ધાલોકનું વર્ણન કર્યું છે. કારણ કે નરક જીવ અધોગતિમાં રહે છે. તેના પછી મધ્ય લોકનું વર્ણન કર્યું છે. તેમાં તિર્યંચ અને મનુષ્ય રહે છે. તિર્યંચ અને મનુષ્યોના સંબંધમાં, જીવના ભેદના પ્રસંગમાં સંક્ષેપથી કથન કર્યું છે. એમની વિશેષ વક્તવ્યતા આ પ્રકાર સમજવી જોઈએ. તિર્યંચ : નરક, મનુષ્ય અને દેવોના અતિરિક્ત બધા સંસારી જીવ તિર્યંચ કહેવાય છે. તિર્યંચ જીવોના અડતાળીસ ભેદ કહ્યા છે. સ્થાવર તિર્યચના બાવીસ ભેદ, વિકસેન્દ્રિય તિર્યચના છ ભેદ અને પંચેન્દ્રિય તિર્યંચના વીસ ભેદ છે. જેનું વિવરણ નિમ્ન છે - પટ્ટાય વિવચન : પૃથ્વીકાય : (ઇંદી થાવરકાય)ના ચાર ભેદ છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય, જે સમસ્ત લોકમાં કાજળની કૂપીની સમાન ઠસોઠસ ભરેલા છે. પરંતુ આપણા જેવા છમસ્થોને દષ્ટિગોચર થતા નથી. (૨) બાદર પૃથ્વીકાય, જે લોકમાં દેશ(વિભાગ)માં રહે છે. જેનામાંથી આપણે કોઈકને દેખી શકે છે અને કોઈ કોઈને નહિ. આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ થઈ જાય છે. બાદર પૃથ્વીકાયથી કંઈક વિશેષ આ પ્રકાર આ રીતે છે : (૧) કાળી માટી (૨) નીલી માટી (૩) લાલ માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) પાંડુ (૭) ગોપીચંદન. આ પ્રકાર કોમળ માટીના સાત પ્રકાર છે. કઠિન પૃથ્વીના બાવીસ મધ્ય લોક , ૩૬૩
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy