SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યો છે. સમ્યગ્દર્શનના અભાવમાં જે પણ ક્રિયાઓ કરવામાં આવે છે, તે મોક્ષમાર્ગથી બહાર હોવાના કારણે આત્મા માટે કલ્યાણકારી નથી થતી. સમ્યગ્દર્શનના પ્રાદુર્ભાવથી પહેલાં મિથ્યાત્વ દશા થાય છે. આ મિથ્યાત્વ મોક્ષનો અવરોધક છે. માટે મિથ્યાત્વ તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓથી મોક્ષ નથી થતો. એ ક્રિયાઓનો કર્તા મોક્ષમાર્ગનો આરાધક નથી થતો. શ્રી વીતરાગ-દેવ સંમત ધર્મના આગમિક દૃષ્ટિથી બે ભેદ બતાવવામાં આવ્યા છે - તુવિષે થર્મો પળત્તે, તંનહા-સુવધર્મો ચેવ, ચરિત્ત ધર્મ જેવ ।' સ્થાનાંગ. ૨-૧-૭૨ ધર્મ બે પ્રકારના (૧) શ્રુતધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. સમ્યજ્ઞાન અને દર્શન અર્થાત્ આઠ જ્ઞાનાચાર અને આઠ દર્શનાચાર શ્રુતધર્મમાં સમાવિષ્ટ છે. શ્રમણધર્મ તથા શ્રાવકધર્મના મૂળ ગુણ તથા ઉત્તર ગુણ અને આઠ ચારિત્રના આચાર ચારિત્રધર્મના અંતર્ગત માનવામાં આવ્યા છે. આ રીતે શ્રુત અને ચારિત્ર રૂપ બે ધર્મ જ વીતરાગની આજ્ઞામાં છે. આ બંનેથી ભિન્ન કોઈ ધર્મ વીતરાગ દ્વારા પ્રરૂપિત કે વીતરાગની આજ્ઞાનો ધર્મ નથી. માટે શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધક વ્યક્તિ જ વીતરાગની આજ્ઞાની આરાધક છે. વીતરાગ પરમાત્માએ આરાધના ત્રણ પ્રકારની કહી છે - - कतिविहा णं भंते ! आराहणा पण्णत्ता ? નોયમા ! તિવિહા આરાહળા પાત્તા, તંનદ્દા-નાળારાહા, दंसणाराहणा चरित्ताराहणा । नाणाराहणा णं भंजे ! कतिविहा पण्णत्ता ? तं जहा गोयमा ! तिविहा पण्णत्ता, दंसणाराहणा णं भंते ? एवं चेव तिविहा वि, एवं चरित्तराहणा वि । વજ્રોશિયા, માિમ, નદ્દા । - ભગવતી સૂત્ર, ૮-૧૦ ઉપર્યુક્ત પાઠમાં ભગવાને આરાધના ત્રણ પ્રકારની કહેલ છે - (૧) જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. આ ત્રણ આરાધનાઓની આરાધક વ્યક્તિ જ મોક્ષમાર્ગ તથા વીતરાગ આજ્ઞાના આરાધક સમજવામાં જાય છે. આ ત્રણે આરાધનાઓથી અતિરિક્ત આરાધના કરનારી વ્યક્તિ મોક્ષમાર્ગ કે વીતરાગ-આજ્ઞાની આરાધક નથી. જ્ઞાન-દર્શનચારિત્ર્યથી રહિત કોઈપણ પ્રકારની સાધનાને કે સાધનાના કર્તાને આગમમાં ન તો આરાધના કે આરાધક જ કહેવાયા છે અને ન એને સંસારનો વિચ્છેદ કરવાવાળા પરિત સંસારી. આગમના પ્રસ્તુત પાઠમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય-આરાધનના આરાધકને જ મોક્ષમાર્ગનો આરાધક માનવામાં આવ્યો છે. આ આરાધનાના બે ભેદોમાંથી કયા ભેદનો આરાધક ૮૪ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy