________________
लोगववहार परो ववहारो, भणइ कालओ भमरो ।
परमत्थपरो भणइ, निच्छइओ पंच वण्णो त्ति ॥ લોક વ્યવહારનું અનુસરણ કરનારો નય વ્યવહારનય છે. એ લોકષ્ટિનું પ્રતિપાદક છે. જેમ ભમરો કાળો છે. લોકમાં ભમરો કાળા રંગનો છે એ પ્રસિદ્ધ છે. ભમરામાં કાળો રંગ ઉત્કટ રૂપથી દેખાય છે, માટે વ્યવહારનયની દૃષ્ટિમાં ભમરો કાળો છે. જ્યારે નિશ્ચયનય કહે છે કે ભમરો પાંચે વર્ણવાળો છે. કારણ કે એનું શરીર બાદર સ્કંધ છે અને એ પાંચેય વર્ણોનાં પુગલોથી બનેલું છે. માટે એમાં પાંચેય વર્ણ જોવા મળે છે. શ્વેત વગેરે રંગ એમાં ગૌણ છે, માટે તે દષ્ટિગોચર નથી થતા. કાળો વર્ણ ઉત્કટ છે, માટે એ દેખાય છે. વાસ્તવમાં તો ભમરો પાંચેય વર્ણનો છે. આ રીતે પરમાર્થ પરક હોવાથી એ નિશ્ચયનય કહેવાય છે.
निश्चयव्यवहारौ हि द्वौ भूलनयौ स्मृतौ ।
निश्चयो द्विविधस्तत्र शुद्धाशुद्धविभेदतः ॥ અધ્યાત્મની ભાષામાં મૂળ નય બે કહેવાયા છે - નિશ્ચય અને વ્યવહાર. જે તત્ત્વનો નિશ્ચય કરે એ નિશ્ચયનય અને જે વ્યવહત કરવામાં આવે એ વ્યવહાર છે. નિશ્ચયનય પણ બે પ્રકારના છે - શુદ્ધ-નિશ્ચયનય અને અશુદ્ધ-નિશ્ચયનય.
यथा केवलज्ञानादिरूपो जीवोऽनुपाधिकः ।
शुद्धो मत्यादिक त्वात्माऽशुद्ध सोपाधिकः स्मृतः ॥ કર્મજન્ય ઉપાધિથી રહિત કેવળજ્ઞાન વગેરે રૂપ આત્મા છે એ કથન શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી છે. અહીં કેવળજ્ઞાનની પ્રાપ્તિને લઈને શુદ્ધ ગુણાત્મકતાની સાથે આત્માનો અભેદ બતાવ્યો છે. “આત્માં મતિજ્ઞાનાદિમય છે' આ કથન અશુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિથી છે. અહીં મતિજ્ઞાન આદિ આત્માની સોપાધિક-કર્માવરણના ક્ષયોપશમથી જનિત (પેદા) જ્ઞાન વિકલ્પના સાથે આત્માને અભેદ બતાવ્યો છે. માટે “આત્મા મતિજ્ઞાની છે આ કથન અશુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી છે. કેવળજ્ઞાન આત્માનો શુદ્ધ ગુણ છે. એનાથી યુકત હોવાના કારણે આત્મા પણ શુદ્ધ ગુણ છે. એને ગ્રહણ કરનારા નય પણ શુદ્ધ-નિશ્ચયનય છે. મતિજ્ઞાન વગેરે ગુણ કર્યાવરણ વિશિષ્ટ આત્માની અપેક્ષા અશુદ્ધ છે. એનાથી યુક્ત આત્મા પણ અશુદ્ધ છે એને કહેનારા નય પણ અશુદ્ધ નિશ્ચય રૂપ છે. અહીં “નિશ્ચય” શબ્દ આત્મમાત્ર પરક છે. શુદ્ધ-અશુદ્ધ’ શબ્દ કર્યાવરણના ધોતક છે. આવરણનો ક્ષય થવાથી શુદ્ધ છે, આવરણનો ક્ષય ન થવાથી અશુદ્ધ છે. વ્યવહારનયના ભેદોને બતાવતાં કહેવાયું છે -
सद्भूतश्चाप्यसद्भूतो व्यवहारो द्विधा भवेत् ।
तत्रैकविषयस्त्वाद्यः परः परगतो मतः ॥ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય છે જે ૩]