SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ मिच्छाद्दिट्ठी नियमा, उवइटुं पवयणं न सद्दहइ । सद्दहइ असब्भावं, उचइटुं वा अणुवइ8 ॥ મિથ્યાત્વ સંપન્ન જીવ જિનેન્દ્ર દ્વારા ઉપદિષ્ટ પ્રવચન પર શ્રદ્ધા કરતો નથી. કદાચ ઉપદિષ્ટ અથવા અનુપદિષ્ટ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તો તે મિથ્યા રૂપથી, વિપરીત રૂપથી અથવા અયથાર્થ રૂપથી શ્રદ્ધા કરે છે. અર્થાત્ પ્રથમ તો તે શ્રદ્ધા જ કરતો નથી અને કદાચિત શ્રદ્ધા કરે તો તે વિપરીત શ્રદ્ધા હોય છે. - ઉક્ત વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તત્ત્વ વિષયક યથાર્થ શ્રદ્ધાનનો અભાવ અને તત્ત્વનો અયથાર્થ મિથ્યાત્વ કહેવાય છે યથાર્થ શ્રદ્ધાનનો અભાવ મૂઢ દશામાં થઈ શકે છે. જ્યારે અયથાર્થનો અભાવ વિચાર દશામાં જ હોય છે. જ્યારે વિચારદશા જાગૃત થઈ ન હોય તો અનાદિકાલીન આવરણના કારણે માત્ર મૂઢતા થાય છે. તે સમય તત્ત્વનો શ્રદ્ધાન થતો નથી તો અતત્ત્વનો પણ શ્રદ્ધાન થતો નથી. આ મૂઢ અવસ્થાનો અશ્રદ્ધાન ઉપદેશ નિરપેક્ષ હોવાથી અનભિગૃહીત કહેવાય છે. વિચાર દૃષ્ટિનો વિકાસ થવાથી પણ જ્યારે અભિનિવેશના કારણે કોઈ એક જ દૃષ્ટિને પકડી લેવામાં આવે છે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થવાથી જે અયથાર્થ શ્રદ્ધાન થાય છે તે ઉપદેશજન્ય હોવાથી અભિગૃહીત કહેવાય છે. દૃષ્ટિ અથવા પંથ સંબંધી બધી એકાંતિક કદાગ્રહ અભિગૃહીત મિથ્યા છે. મૂઢ દશામાં કીટક, પતંગિયું વગેરે મૂચ્છિત ચેતનાવાળી જાતિઓમાં પ્રાપ્ત થનાર તત્ત્વાર્થ અશ્રદ્ધાન અનાભિગૃહીત મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ભેદ : કાળની અપેક્ષાથી મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે - (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાન્ત (૩) સાદિ સાત. (૧) અનાદિ અનંત મિથ્યાત્વ : જે મિથ્યાત્વના આદિ પણ નથી અને અંત પણ નથી, તે અનાદિ અનંત મિથ્યાત્વ છે. અભવ્ય જીવોમાં આ મિથ્યાત્વ મેળવી શકાય છે. અનંત ભવ્ય જીવ પણ એવા છે કે જે અનંતાન્ત કાળથી આવકાહિક (યાવસ્કથિત) નિગોદમાં પડ્યા રહે છે. તે એકેન્દ્રિય પર્યાય છોડીને હજુ સુધી કીન્દ્રિય પર્યાય પણ પ્રાપ્ત કરી શકતા નથી અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત નહિ કરે.* (૨) અનાદિ સાન્ત મિથ્યાત્વ : અનાદિ કાળથી મિથ્યાત્વ હોવાને કારણે જે મિથ્યાત્વની આદિ તો નથી પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરવાના યોગ્ય હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિ પર જે મિથ્યાત્વનો અંત થઈ જાય છે તે અનાદિ સાન્ત મિથ્યાત્વ છે. * સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે - (૧) વાંઝણી સ્ત્રીના સમાન જે પુરુષનો સંસર્ગ મળવા છતાં પણ પુત્રવતી થતી નથી. આ પ્રકાર અભવ્યજીવ વ્યાવહારિક જ્ઞાન અને ક્રિયા કરીને નવ રૈવેયક સુધી જઈ શકે છે, પરંતુ અનંત કાળ સુધી સંસાર પરિભ્રમણ કરતા રહે છે. તેઓ ક્યારેય મુક્ત થતાં નથી. (૨) બીજા પ્રકારના જીવ વિધવા સ્ત્રીની સમાન હોય છે, જે પુત્ર પેદા કરવાની યોગ્યતા તો રાખે છે, પરંતુ પુરુષનો સંયોગ ન મળવાથી પુત્ર પેદા કરી શકતી નથી. યાવસ્કથિત નિગોદમાં રહેલા ભવ્ય જીવ તેમાંથી નીકળશે જ નહિ. નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવ પણ એવા છે જે સંસારમાં પરિભ્રમણ કરતા જ રહેશે. (૩) ત્રીજા પ્રકારના જીવ અવધ્યા સધવાની સમાન છે, જે પુરુષના યોગથી પુત્ર પેદા કરે છે. આ પ્રકાર આસન્ન (નિકટ) ભવ્ય જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. ( મિથ્યાત્વ જ ન છે ૪૯૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy