SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણનું મુખ્ય કારણ મિથ્યાત્વ જ છે. નિગોદમાં અનંતકાળ સુધી રહેવાનું કારણ મિથ્યાત્વ છે. સત્તર કોટાકોટિ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મ મિથ્યાત્વ મોહનીય જ છે. “સૂયગડાંગ સૂત્ર'માં મિથ્યાત્વને સંસારનું મૂળ બતાવ્યું છે, અને તેના દ્વારા અનંત સંસારની વૃદ્ધિ થવી કહેવાયું છે. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી ધર્મનો માર્ગ અવરુદ્ધ જ રહે છે. ધર્મનો તાર ત્યારે ખૂલે છે જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યકત્વ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે મિથ્યાત્વનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થઈ જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી આધ્યાત્મિક દૃષ્ટિથી ઘનઘોર અંધારી રાત છવાયેલી રહે છે. આધ્યાત્મિક ઉષાકાળ મિથ્યાત્વ ક્ષીણતાની અને સમ્યકત્વની પ્રાપ્તિથી જ પ્રારંભ થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિથી સંસારવર્તી જીવોનો બહુસંખ્યક ભાગ મિથ્યાત્વની ગાઢ નિદ્રામાં અનંતકાળથી સૂતેલો છે. મિથ્યાત્વનું સામ્રાજ્ય ત્યાં વધુ વિસ્તૃત છે. કતિશય આત્માઓ જ જાગૃતિનો અવસર પામે છે અને તે જાગીને પોતાના પુરુષાર્થથી મિથ્યાત્વની સત્તાને ઝંઝોડી નાખે છે અને સમ્યકત્વને અભિમુખ થઈને પોતાના મૌલિક સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરી લે છે. પરંતુ આ કાર્ય એટલું સરળ નથી. મિથ્યાત્વની સત્તાને હટાવવી ખૂબ મુશ્કેલ છે. તેના માટે તત્ત્વદર્શી મહાપુરુષોએ સંસારવર્તી જીવોની સમક્ષ આ તથ્ય અને સત્ય પ્રગટ કર્યું છે કે આત્માનું મૌલિક સ્વરૂપ અનંત જ્ઞાન-દર્શન-સુખ-વર્યાત્મક છે, પરંતુ મિથ્યાત્યાદિ કારણોથી તેની દશા વિભાવ પરિણત થઈ ગઈ છે, તેથી જે આત્માઓ પોતાના મૌલિક સ્વરૂપને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેમણે મિથ્યાત્વાદિ બંધનોના કારણથી અલગ રહેવું જોઈએ તથા દૃષ્ટિને સાચી અને શુદ્ધ બનાવવી જોઈએ. મિથ્યાત્વનું સ્વરૂપ : જે કર્મના ઉદયથી જિન પ્રણીત તત્ત્વ પ્રતિ અશ્રદ્ધા અથવા વિપરીત શ્રદ્ધા થાય તે મિથ્યાત્વ છે અથવા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જિન વચનમાં અરુચિ થવી મિથ્યાત્વ છે. યોગશાસ્ત્ર'માં મિથ્યાત્વનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે – “નિત્યાવિદ્યાત્મ નિત્યશુવિહુવાનાત્મરાતિવિદ્યા !” અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવું અવિદ્યા (મિથ્યાત્વ) છે. કર્મગ્રન્થાદિ'માં કહેવાયું છે - अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या । अधर्मे धर्म बुद्धिश्च मिथ्यात्वं तत्प्रवेदितम् ॥ દેવના લક્ષણથી રહિતને દેવ સમજવા, ગુરુના લક્ષણથી રહિતને ગુરુ સમજવા અને હિંસાદિ અધર્મ કાર્યમાં ધર્મ માનવો મિથ્યાત્વ છે. સૂત્રકૃતાંગ સૂત્ર'માં કહેવાયું છે - અતત્ત્વમાં તત્ત્વભિનિવેશ અને તત્ત્વમાં અતખ્તાભિનિવેશને મિથ્યાત્વ કહે છે, અન્યત્ર કહ્યું છે - (૪૯૮ કરો અને જો આ જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy