SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોના આઠ ગુણ : સિદ્ધ ભગવાનમાં મુખ્ય રૂપથી આઠ ગુણ કહેવાય છે - (૧) સમગ્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થાય છે. (૨) સમગ્ર દર્શનાવરણ કર્મના ક્ષયથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થાય છે. (૩) વેદનીય કર્મનો સમૂળ ક્ષય થવાથી નિરાબાધ ગુણ પ્રગટ થાય છે. (૪) બે પ્રકારના મોહનીય કર્મના નષ્ટ થવાથી ક્ષાયિક સમ્યક્ત્વસ્વરૂપરમણ રૂપક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય છે. (૫) ચારે પ્રકારના આયુષ્ય કર્મનો ક્ષય થવાથી અજર-અમર ગુણ પ્રગટ થાય છે. (૬) શુભ-અશુભ નામ કર્મના ક્ષયથી અમૂર્તત્વ ગુણ પ્રગટ થાય છે. (૭) બે પ્રકારના ગોત્ર કર્મના ક્ષીણ થવાથી ખોડરહિતત્વ (અપલક્ષણ રહિતત્વ) ગુણ પ્રગટ થાય છે. (૮) પાંચ પ્રકારના અંતરાય કર્મના ક્ષયથી અનંત શક્તિમત્વ ગુણ પ્રગટ થાય છે. સિદ્ધ પરમાત્મા બધા પ્રકારના પૌદ્ગલિક પર્યાયોથી અતીત છે, તેથી તેમાં ન તો વર્ણ છે, ન ગંધ છે, ન રસ છે, ન સ્પર્શ છે. તેમનો કોઈ આકાર યા સંસ્થાન હોતા નથી. ત્યાં ન તો શરીર છે, કોઈ પ્રકારનો સંગ નથી, વેદ નથી કે લેશ્યા નથી. શબ્દોની ગતિ ત્યાં નથી. કહેવાયું છે કે - " सव्वे सरा नियति, तक्का तत्थ न विज्जइ, मई जत्थ न गाहिया, ओए अपइट्ठाणस्स खेयन्ने' આચારાંગ પ્રથમશ્રુત, અ-પ, ઉદ્દે-૬ સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં કોઈ શબ્દ સમર્થ નથી. કોઈ તર્ક ત્યાં સુધી પહોંચતા નથી. બુદ્ધિ તેને ગ્રહણ કરી શકતી નથી. માત્ર સંપૂર્ણ જ્ઞાનમય આત્મા જ સિદ્ધાવસ્થામાં છે. ‘ઔપપાતિક સૂત્ર’માં સિદ્ધાવસ્થાને સમજવાવાળી કતિપય ગાથાઓ આપી છે. એમાંથી કેટલીક ગાથાઓ સુબોધના માટે અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે - जं असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य । सागारमणागारं लक्खण मेयं तु સિદ્ધાણં ॥ वि अत्थि माणुसाणं ते सोक्खं णवि य सव्वदेवाणं । सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ इय सव्वकालतित्ता, अतुलं निव्वाण मुवगया सिद्धा । सासय मव्वाबाहं, चिट्ठति सुही सुहं पत्ता ॥ णिच्छिण्ण सव्व दुक्खा, जाइ जरा मरण बन्धण विमुक्का । अव्वाबाहं सुक्खं अणुहोति सासयं सिद्धा ॥ अतुल सुहसागर गया, अव्वाबाहं अणोवमं सव्वमणागयमद्धं, चिट्ठति सुही सुहं જીવના ભેદ "" પત્તા । પત્તા || ૩૦૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy