SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પણ થતો નથી. સુખાદિથી પરિપૂર્ણ થવાના કારણે તે અક્ષત છે. પૂર્ણિમાના ચંદ્રમાની જેમ અક્ષત છે - પૂર્ણ છે. બાધારહિત હોવાના કારણે અવ્યાબાધ છે. એકવાર સિદ્ધિ મેળવ્યા પછી મુક્તાત્મા પછી સંસારમાં આવતો નથી. તે સદૈવ માટે જન્મ-મરણથી છૂટી જાય છે. તેથી સંસારમાં આવવાનું કોઈ કારણ શેષ રહેતું નથી. આ અપેક્ષાથી તે અપુનરાવૃત્તિ સ્થાન કહેવાય છે. આવા નિરુપમ, નિરામય પરમાનંદ-ધામ લોકાસ્થિત સિદ્ધિ સ્થાનમાં મુક્તાત્મા અનંત સુખોમાં લીને અને સ્વરૂપરમણમાં પરિણમન કરતા સ્થિત રહે છે. સિદ્ધાત્મા વૃદ્ધ થઈ જાય છે, તેથી તેના પર પૌદ્ગલિક દ્રવ્યનો પ્રભાવ પડતો નથી, અને તે પૌગલિક દ્રવ્યોથી પ્રભાવિત થાય છે. પરંતુ ધર્માસ્તિકાય-અધમસ્તિકાયની સહાયતા તો ત્યાં પણ અપેક્ષિત છે. અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવા છતાં પણ ગતિ થઈ શકતી નથી. તેથી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો પ્રભાવ તો ત્યાં થાય જ છે . કેટલીક વ્યક્તિ આ તર્ક આપે છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર કોઈ પ્રભાવ હોતો નથી. આ તકે ઉપર્યુક્ત યુક્તિથી ખંડિત થઈ જાય છે. જો ષ દ્રવ્યોનો એકબીજા સાથે સંબંધ ન હોય તો, તે પરસ્પર સંબંધિત ન થઈને લોકની સીમાથી આરપાર થઈ અલોકની અંદર વેરવિખેર થઈ જાય. પરંતુ આ પ્રતિનિયત વ્યવસ્થા એકબીજા દ્રવ્યની સાથે સંબંધિત થવાથી જ ઘટી શકે છે. સંબંધિત હોવું પણ પ્રભાવિત થવું જ છે. જીવની સંસારયાત્રા ક્યારે શરૂ થઈ તે બતાવી શકાતું નથી, પરંતુ આ યાત્રા ક્યારે સમાપ્ત થશે એ બતાવી શકાય છે. અનંત જીવોએ પોતાની સંસારયાત્રા સમાપ્ત કરી હમણાં સુધી મુક્તિ પ્રાપ્ત કરી છે અને અનંત જીવ મુક્તિ પ્રાપ્ત કરશે. સિદ્ધ જીવ કૃત-કૃત્ય છે, નિરંજન છે અને શુદ્ધ ચિત્ત પરિણમનવાળા છે. યદ્યપિ, સિદ્ધોની સ્થિતિ સદાય એક સરખી રહે છે. તદાપિ તેમાં પરિણમન તો થાય જ છે. કારણ કે કોઈપણ પરિણમનનો અપવાદ થઈ શકતો નથી. જો કે સિદ્ધોના વિભાવ પરિણમનનું કારણ નથી. તેથી તે સ્વભાવમાં જ પરિણમન અને રમણ કરતા રહે છે. સંસારવર્તી આત્માના આત્મ-પ્રદેશ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોની સાથે ક્ષીર-નીરની જેમ મળીને રહે છે. કર્મોથી મુક્ત થઈ જવાની સ્થિતિમાં કર્મદલિક આત્માથી પૃથક થઈ જાય છે. માત્ર આત્મપ્રદેશ જ બાકી રહે છે, અને તે સઘન થઈ જાય છે. આ કારણથી અંતિમ શરીરથી ત્રીજા ભાગ ઓછા આત્મપ્રદેશોની અવગાહના સિદ્ધ દશામાં રહી જાય છે. જો કોઈ જીવ પાંચસો ધનુષની અવગાહનાવાળા શરીરને છોડીને સિદ્ધ થયું છે તો તેના આત્મપ્રદેશની અવગાહના ત્રણસો તેત્રીશ ધનુષ અને બત્રીસ આંગળની હોય છે. જે જીવ સાત હાથના શરીરનો ત્યાગ કરીને સિદ્ધ થયું છે, તેની અવગાહના ચાર હાથ સોળ આંગળની થશે. જે જીવ બે હાથની અવગાહનાવાળા શરીરને ત્યાગીને સિદ્ધ થયા છે, તેની એક હાથ આઠ આંગળની અવગાહના થશે. (૩૮) 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy