SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ગતિ : જ્યારે સંસારવર્તી આત્મા સર્વ કર્મ-ક્લેશોથી અને સાંસારિક ઉપાધિઓથી છૂટી જાય છે ત્યારે તે પોતાના સ્વભાવથી ઊર્ધ્વગમન કરતા લોકાગ્ર ભાગમાં જઈને સ્થિત થઈ જાય છે. આત્માનો સહજ સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે. કર્મોના ભારથી ભારી થઈને જ તે અધોગમન અથવા તિર્યકગમન કરે છે. જ્યારે કર્મોનો સંબંધ જ રહેતો નથી. ત્યારે તે પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે જીવ મુક્ત થાય છે, ત્યારે તે દીપશિખાની જેમ પોતાના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે શરીરનાં બંધનોને તોડીને લોકાગ્રમાં પહોંચી જાય છે અને ત્યાં અનંતકાળ સુધી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લીન રહે છે. યદ્યપિ જીવનો સ્વભાવ ઉપરની તરફ ગતિ કરવાનો છે, પરંતુ ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય લોકના અંતિમ ભાગ સુધી જ છે, તેથી જીવની ગતિ લોકાગ્ર સુધી જ હોય છે, આગળ નહિ. “આગમ'માં કહેવાયું છે - कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया ? कहिं बोन्दि चइत्ताणं कत्थ गन्तूण सिज्झई ? अलोए पडिहया सिद्धा लोयग्गे य पइट्ठिया । इह बोन्दि चइत्ताणं तत्थ गन्तूण सिज्झई ॥ - ઉત્તરા, અ-૩૬, ગા-૧૬/૫૭ અર્થાત્ સિદ્ધ ભગવાન ક્યાં જઈને રોકાયા છે, ક્યાં જઈને સ્થિત થયા છે ? તેઓ કઈ જગ્યાએ શરીર છોડીને કઈ જગ્યાએ સિદ્ધ થયા છે? સિદ્ધ ભગવાન લોકના આગળ અલોકથી લાગીને રોકાયા છે, લોકના અગ્રભાગમાં સ્થિત છે અને મનુષ્ય લોકમાં શરીરનો ત્યાગ કરી લોકના અગ્રભાગમાં સિદ્ધ થયા છે. જ્યાં સુધી આત્માનાં કર્મોની ગુરુતા રહે છે ત્યાં સુધી તે ઊર્ધ્વગમન કરી શકતા નથી, પરંતુ જેવી આ ગુરુતા દૂર થાય છે કે તેવી જ તે ઊર્ધ્વગમન કરે છે, જેમ તૂબડું સ્વભાવતઃ પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ જ્યાં સુધી તેના પર માટીનો લેપ લાગેલો રહે છે, ત્યાં સુધી જળની ઉપર આવી શકતું નથી. જેમ તે લેપ ગળીને હટી જાય છે ત્યારે તુંબડું જળની ઉપર તરવા લાગે છે. આ રીતે કર્મ-લેપ હટતા જ જીવાત્મા ઊર્ધ્વગમન કરીને એક જ સમયમાં લોકાકાશના અંતિમ છેડા સુધી પહોંચી જાય છે. આગળ ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં રોકાઈ જાય છે. તેથી કહેવાયું છે કે સિદ્ધ અલોકથી પ્રતિહત છે અને લોકાગ્રમાં સ્થિત છે. સિદ્ધગતિનું સ્વરૂપ બતાવતા “આગમ'માં કહેવાયું છે કે - "सिवमयल मरुय मणंत मक्खय मव्वाबाहमपुणरावित्तिं सिद्धिगइनामधेयं ठाणं ।" - સામાયિક સૂત્ર, શક્ર સ્તવન સિદ્ધ ગતિ ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિ બાધાઓથી રહિત હોવાના કારણે શિવ છે. ગમનાગમનનું કારણ ન હોવાના કારણે અચલ છે. રોગનો આધાર શરીર-મનના ન હોવાથી અરૂપ છે. અનંત પદાર્થોનું જ્ઞાન હોવાથી અનંત છે અથવા તેનો ક્યારે પણ અંત ન હોવાથી શાશ્વત હોવાથી તે અક્ષય છે. સાદિ થવાથી પણ અક્ષય છે અર્થાત્ તેનો ક્ષય ક્યારે [ જીવના ભેદ)))))))))))))))) ૩૦૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy