SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્ત નીલવંત પર્વતની દક્ષિણમાં બે ગજદંત પર્વત છે - માલ્યવંત અને ગંધમાદન. માલ્યવંત પન્નાની જેમ લીલા રંગનો છે અને ગંધમાદન સ્વર્ણના સમાન પીળા વર્ણનો છે. મેરુ પર્વતના દક્ષિણમાં નિષધ પર્વતની પાસે ઉત્તરમાં વિદ્યુભ અને સૌમનસ ગજદંત પર્વતની મધ્યમાં અર્ધચંદ્રાકાર દેવકુરુ ક્ષેત્ર છે. તેમાં સદા પહેલા આરાની રચના રહે છે. તેમાં રત્નમય જાંબુ-વૃક્ષ છે. આના પર જંબૂદ્વીપના અધિષ્ઠાતા મહાઋદ્ધિના ધારક ધનાઢ્ય નામના દેવ રહે છે. મેરુ પર્વતના ઉત્તરમાં નીલવંત પર્વતની પાસે દક્ષિણમાં બંને ગજદંત પર્વતો(માલ્યવંત અને ગંધમાદન)ના વચમાં ઉત્તર કુરુક્ષેત્ર છે. ત્યાં શાલ્મલિ વૃક્ષ છે. બાકી બધી રચના દેવ કુરુક્ષેત્રની સમાન છે. મહાવિદેહ ક્ષેત્રઃ મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં ભદ્રશાલ વન વગેરેને મેળવીને એક લાખ યોજના લાંબુ, ઉત્તર અને દક્ષિણમાં નિષધ અને નીલવંત પર્વતોની મધ્યમાં ૩૩૬ ૦૪/૧૯ યોજન પહોળો મહાવિદેહ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સદૈવ ચોથા આરાની રચના રહે છે. આમાં વચોવચ મેરુ પર્વત આવી જવાના કારણે તેના બે ભાગ થઈ ગયા છે જેને પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ કહે છે. પૂર્વ મહાવિદેહની મધ્યમાં સીતા નદી અને પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં સીતાદા નદી આવી જવાથી એક-એક વિભાગના બે-બે વિભાગ થઈ ગયા છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ચાર ભાગ થઈ ગયા છે. આ ચાર વિભાગોમાં આઠ-આઠ વિજય છે. તેથી મહાવિદેહ ક્ષેત્રમાં ૮૮૪=૩૨ વિજય છે. મેરુ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં બાવીસ-બાવીસ હજાર યોજનાનું ભદ્રશાલ વન છે. જેની પાસે નીલવંત પર્વતથી દક્ષિણમાં, ચિત્રકૂટ-વક્ષકાર પર્વતથી પશ્ચિમમાં, માલ્યવંત ગજદંત પર્વતથી પૂર્વમાં સીતા મહાનદીથી ઉત્તરમાં પહેલા કચ્છ વિજય છે. આ વિજયની મધ્યમાં ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વત જેવો જ વૈતાઢ્ય પર્વત છે. તેની ઉત્તર-દક્ષિણની બંને શ્રેણીઓ પર વિદ્યાધરોનાં પંચાવન નગર છે. આ પર્વતના ઉત્તરમાં નીલવંત પર્વતની પાસે આઠ યોજન ઊંચો ઋષભકૂટથી પૂર્વમાં ગંગા નામનો કુંડ અને પશ્ચિમમાં સિંધુ નામનો કુંડ છે. આ બંને કુંડોમાંથી ગંગા અને સિંધુ નીકળીને વૈતાઢચ પર્વતની બંને ગુફાઓની નીચે થઈને ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારથી સીતા નદીમાં જઈને મળે છે. આનાથી કચ્છ વિજયના છ ખંડ થઈ ગયા છે. આ કચ્છ વિજયની રાજધાની ક્ષેમ નગરી છે. જ્યાં કચ્છ વિજયના ચક્રવર્તી છ ખંડો પર શાસન કરે છે. કચ્છ વિજયની પાસે ચિત્રકૂટ વક્ષકાર પર્વત છે. પક્ષકારનો અર્થ સીમા નિર્ધારિત કરનાર છે. આના પર ચાર ફૂટ છે. તેની પાસે બીજું વિજય સુકચ્છ વિજય છે. ક્ષેમપુરા એમની રાજધાની છે. તેના પછી ગ્રાહવતી નદી છે, જે સીતા નદીમાં મળે છે. તેની પાસે ત્રીજું વિજય મહાકચ્છ વિજય છે. તેની પાસે બ્રહ્મકૂટ વક્ષકાર છે. તેની પાસે ચોથું કચ્છાવતી વિજય છે. તેમાં અરિષ્ટવતી રાજધાની છે. તેની પાસે દ્રહવતી નદી છે. તેની પાસે પાંચમું આવર્ત વિજય છે. તેની પકાવતી રાજધાની છે. (૩૫૮) મ જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy