SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ આની પાસે નલિનકૂટ ધક્ષકાર પર્વત છે. આની પાસે હંગવતી નદી છે. તેની પાસે સાતમું પુષ્કર વિજય છે. તેમાં ઋષભપુરી રાજધાની છે. તેની પાસે શેલકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે પુષ્કલાવતી વિજય છે. તેના પાસે સીતામુખ-વન છે. તેની પાસે જંબૂદ્વીપનો વિજયદ્વાર છે. આ વિજયદ્વારની અંદર સીતા નદીથી દક્ષિણ દિશામાં બીજું સીતામુખવન છે. તેની પાસે મેરુ પર્વતની તરફ પશ્ચિમમાં નવમું વત્સા વિજય છે. તેની રાજધાની સુસીમા છે. તેની પાસે ચિત્રકૂટ ધક્ષકાર પર્વત છે. તેની પાસે દસમું સુવત્સા વિજય છે. તેની રાજધાની કુંડલા છે. તેની પાસે તપ્ત તીરા નદી છે. તેની પાસે અગિયારમું મહાવત્સા વિજય છે. તેની પાસે અમરાવતી છે. તેની પાસે વૈશ્રમણ પક્ષકાર પર્વત છે. તેની પાસે બારમું વિજય વત્સાવર્ત છે. તેની રાજધાની પ્રભંકરા છે તેની પાસે માત્તરી નદી છે. તેની પાસે તેરમું વિજય રમ્ય છે. તેની પદ્માવતી રાજધાની છે. તેની પાસે ઉન્મત્ત નીરા નદી છે. તેની પાસે પંદરમું રમણી વિજય છે. તેની રાજધાનીનું નામ શુભા છે. તેની પાસે માતંજનકૂટ પર્વત છે. તેની પાસે સોળમું મંગલાવતી વિજય છે. જેની રાજધાની રક્ત સંચયા છે. તેની પાસે ભદ્રશાલ-વન આવી ગયું છે. ઉક્ત વર્ણન પૂર્વ મહાવિદેહની સોળ વિજયનું છે. મેરુ પર્વતની પશ્ચિમમાં, નિષધ પર્વતની ઉત્તરમાં, સીતાદા નદીથી દક્ષિણમાં, વિદ્યુતગજદંત પર્વતની પાસે સત્તરમું પમ વિજય છે. તેની રાજધાની અશ્વપુરી છે. તેની પાસે અંકાવતી વક્ષકાર પર્વત છે. તેની પાસે અઢારમું સુપમ વિજય છે. તેની રાજધાની સિતપુરા છે. તેની પાસે ક્ષીરોદા નદી છે. તેની પાસે ઓગણીસમું મહાપદ્મ વિજય છે. તેની રાજધાની મહાપુરા છે. તેની પાસે પદ્માવતી વક્ષકાર પર્વત છે. તેની પાસે પદ્માવતી વીસમું વિજય છે. જેની રાજધાની વિજયપુરા છે. તેની પાસે શીતસ્ત્રોતા નદી છે. તેની પાસે એકવીસમું વિજય શંખ છે. તેની રાજધાની અપરાજિતા છે. તેની પાસે આશીવિષ વકાર પર્વત છે. તેની પાસે બાવીસમું નલિન વિજય છે. તેની રાજધાની “અરજા છે. તેની પાસે અન્તર્વાહિની નદી છે. તેની પાસે ત્રેવીસમું કુમુદ વિજય છે. જેની રાજધાની અશોકા છે. તેની પાસે મુખવાહ વક્ષકાર પર્વત છે, અને આ પર્વતની પાસે ચોવીસમું નલિનાવતી વિજય છે. તેની રાજધાની વીતશોકા છે. તેની પાસે સીતોદામુખ વન છે. તેની પાસે જંબૂદ્વીપનું પશ્ચિમી જયંતદ્વાર છે. જયંતદ્વારની અંદર સીતાદા નદીથી ઉત્તર દિશામાં પણ સીતોદામુખ-વન છે. તેની પાસે પૂર્વમાં (મેરુની તરફ) પચ્ચીસમું વિજય વપ્રા છે. તેની રાજધાની વિજયા છે. તેની પાસે ચંદ્રકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છવ્વીસમું સુવપ્રા વિજય છે. તેની રાજધાની વૈજયન્તી છે. તેની પાસે ઉર્મિનલની નદી છે. તેની પાસે સત્તાવીસમું મહાવપ્રા વિજય છે. તેની રાજધાની જયંતી છે. તેની પાસે સૂરકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે અઠ્ઠાવીસમું વપ્રાવતી વિજય છે. તેની રાજધાની અપરાજિતા છે. તેની પાસે ફેનમાલિની નદી છે. તેની પાસે ઓગણીસમું વલ્થ વિજય છે. તેની રાજધાની ચક્રપુરા છે. તેની પાસે નાગકૂટ વક્ષકાર પર્વત છે. આ પર્વત પાસે ત્રીસમું સુવલ્ય વિજય છે. તેની રાજધાની ખગી છે. તેની પાસે ગંભીર માલિની નદી છે. તેની પાસે એકત્રીસમું ગંધિલા વિજય છે. તેની રાજધાની અવધ્યા છે. તેની પાસે [મધ્ય લોક , , , , , , , , , , , T૩૫૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy