SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ FB ( પંચ પદનો અર્થ) પંચ પદનો અર્થ : નમસ્કાર મહામંત્રનું સર્વપ્રથમ પદ અરિહંતનો છે. અરિહંતનો બહુપ્રચલિત અર્થ છે - “કામ-ક્રોધાદિ વિકારો અને કર્મશત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરનાર વિશ્વ હિતકારી મહાન આત્મા.” આવશ્યક નિર્યુક્તિ'માં અરિહંતની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે - अट्ट विहं पि य कम्मं अरिभूओ होइ सव्वजीवाणं ।। તે મરિંદંતા રિહંતા તે યુવ્યંતિ છે - આવો નિર્યુક્તિ ૯૨૦ अरिहंति वंदण नमंसणाइं अरिहंति पूअसक्कारं । સિદ્ધિામાં 2 રિહ, અરહંતા તે વૃદ્ઘતિ છે - આવ. નિર્યુક્તિ ૯૨૧ જ્ઞાનાવરણાદિ આઠ કર્મો સર્વ જીવો માટે શત્રુ સમાન છે. આ કર્મશત્રુઓને જે નષ્ટ કરી દે છે, તેઓ “અરિહંત' કહેવાય છે. અરિહંત'નો બીજો અર્થ છે - પરમ પૂજનીય વંદનીય આત્મા. “અહં' ધાતુનો અર્થ “યોગ્ય હોવું' છે, જે વંદન-નમસ્કારને યોગ્ય છે અથવા જે મુક્તિ-ગમનની પરમ યોગ્યતા ધરાવે છે, તે મહાન આત્માઓ અરિહંત કહેવાય છે. અરિહંતની એક વ્યુત્પત્તિ આ પ્રકારે પણ કરવામાં આવી છે - "नास्ति रहः प्रच्छन्नं किचिदपि येषां प्रत्यक्षज्ञानित्वात् तेऽरहन्तः ।" - સ્થાનાંગ વૃત્તિ ૩/૪ જે આત્માના જ્ઞાન-દર્પણમાં વિશ્વના સમસ્ત ચરાચર પદાર્થો પ્રતિભાસિત થાય છે, જેનાથી વિશ્વનું કોઈ રહસ્ય છુપાયું નથી, એ મહાન આત્મા અરિહંત પદ પર પ્રતિષ્ઠિત થાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય રૂ૫ ચાર ઘનઘાતિ કર્મોનો સંપૂર્ણ છેદ કરી દેવાના ફળસ્વરૂપ જેમને કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ ચૂકી છે, જે અનંતજ્ઞાન - અનંતદર્શનના ધારક વીતરાગ પરમાત્મા જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે તીર્થકર નામકર્મના ઉદયથી સત્ય અને તથ્યભૂત મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરે છે, જે સંસારના જીવોને સન્માર્ગ પ્રદર્શિત કરે છે, જે જગત-જંતુઓને અભય પ્રદાન કરે છે, વિવેકની આંખો આપે છે. જે ધર્મ તત્ત્વના ઉપદ્રષ્ટા છે, બોધિ-દાતા છે, ત્રાતા છે અને શરણરૂપ છે, તેઓ જ તીર્થકર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થના પ્રણેતા હોય છે. વિશ્વ હિતકર હોવાથી એમને સૌપ્રથમ પદ પર પ્રતિષ્ઠિત કરી સૌ પહેલાં નમસ્કાર કરવામાં આવે છે. ચાર ઘનઘાતિ કર્મોનો સર્વથા ક્ષય કરવાથી બધા જ અરિહંત પદના ઉપભોક્તા બને છે. આ મહાન આત્માઓમાં જેમના તીર્થકર નામ-કર્મનો ઉદય થાય છે તેઓ તીર્થકર કહેવાય છે. અન્ય સામાન્ય કેવળીની સંજ્ઞાના ધારક હોય છે, પરંતુ તેઓ પણ પ્રથમ પદમાં જ વંદનીય [ પંચ પદનો અર્થ જે કામ ૯T
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy