SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ “વ્યવહાર છે ખરો, પરંતુ અંદર (ભીતરમાં) પરમાર્થ સહિત હોય તો જ એ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય છે. ભીતરના ભાન વિના એકલા બહારના વ્યવહારમાં જ લાગ્યા રહે તો સમ્યગુદર્શન વગેરેનો લાભ નથી મળતો. લોકો એકલા બહારમાં જ લાગ્યા ન રહે અને અંતર સ્વભાવમાં દષ્ટિ કરે - એ જ હેતુથી તારણ સ્વામીએ અધ્યાત્મશૈલીથી બધાં કથન કર્યા છે.” - અષ્ટ પ્રવચન પૃષ્ઠ-૧૮ “આ રીતે નિશ્ચય મોક્ષમાર્ગ રૂપ જે રત્નત્રય પર્યાય છે, એ સભૂત વ્યવહારનયનો વિષય છે. શુદ્ધ રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો એ તો નિશ્ચય મોક્ષમાર્ગ જ છે, વ્યવહાર નથી. પરંતુ દ્રવ્ય અને શુદ્ધ-પર્યાય અભેદ હોવાથી પણ ભેદ કરીને કહેવું એ વ્યવહાર છે. આ અપેક્ષાથી નિશ્ચય મોક્ષમાર્ગ કે કેવળજ્ઞાન વગેરે ચતુષ્ટય પણ વ્યવહારનયનો વિષય છે. એ પર્યાયો પહેલાં નહોતા અને નવા પ્રગટ્યા, તે ત્રિકાળ એકરૂપ નથી. જે ત્રિકાળ એકરૂપ સ્વભાવ-શક્તિથી સંપૂર્ણ છે, એ નિશ્ચયરૂપ નયનો વિષય છે, એમાં નિર્મળ-પર્યાય અભેદ રૂપથી આવી જાય છે. નિશ્ચયમાં દ્રવ્ય-પર્યાયનો ભેદ કરવો એ પણ વ્યવહાર છે. સંસાર, મોક્ષ તથા મોક્ષમાર્ગની સાધના એ બધા વ્યવહારના વિષયમાં આવે છે. શુદ્ધનયના વિષયમાં તો શુદ્ધદ્રવ્ય ગુણ-પર્યાયથી એકાકાર શુદ્ધ તત્ત્વ જ પ્રકાશમાન છે. શુદ્ધનયથી ત્રિકાળી-દ્રવ્યમાં પ્રવેશ કરીને એમાંથી મોક્ષમાર્ગના પર્યાયનો અંશ પ્રગટ કર્યો, એ અંશને વ્યવહાર કહે છે.” - અષ્ટપ્રવચન પૃ-૧૪-૧૫ ક્યાંક તેઓ પરની શ્રદ્ધાના વિકલ્પને વ્યવહાર કહે છે અને ક્યાંક નિર્મળ પરિણતિને વ્યવહાર કહે છે. | (જુઓ અષ્ટપ્રવચન, પૃ. ૫૫) ક્યાંક તેઓ કહે છે કે - “આત્મા સર્વથા શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ છે બીજી બાજુ તે મોક્ષશાસ્ત્રના વિવેચનમાં પૃષ્ઠ-૧૮૬માં લખે છે - કેટલાક લોકો આત્માને સર્વથા (એકાંત) ચૈતન્ય માત્ર માને છે અર્થાત્ સર્વથા શુદ્ધ માને છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાંય એનો સ્વીકાર નથી કરતા અને કોઈ આત્માનું સ્વરૂપ સર્વથા આનંદ માત્ર માને છે. વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાંય એનો સ્વીકાર નથી કરતા. આ સૂત્ર સિદ્ધ કરે છે કે એમની એ માન્યતાઓ અને એમના જેવી બીજી માન્યતાઓ ઠીક નથી. જો આત્મા સર્વથા શુદ્ધ જ હોય તો સંસાર, બંધ, મોક્ષ અને મોક્ષના ઉપાય વગેરે બધું મિથ્યા થઈ જશે. આત્માના સૈકાલિક સ્વરૂપ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાયથી આત્માનું સ્વરૂપ) કેવું છે ? એ યથાર્થતયા આ પાંચ ભાવ બતાવે છે.” - મોક્ષશાસ્ત્ર વિવેચન, પૃ. ૧૮૬ ઉપર્યુક્ત ઉદ્ધરણો પર દષ્ટિપાત કરવાથી સહજ સ્પષ્ટ થઈ જાય છે કે એ કથન પરસ્પર કેટલાં વિરોધી છે. વસ્તુ સ્થિતિ એ છે કે જેને સિદ્ધાંત વિવિધ નયો પર અવલંબિત છે, માટે એમાં નિશ્ચય તથા વ્યવહાર બંનેને સાપેક્ષ માનીને તત્ત્વ નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય છે તે કામ ૧૦૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy