SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વનું વ્યાવહારિક સ્વરૂપ છે. નિશ્ચય દૃષ્ટિથી તો આત્મા સ્વયં દેવ છે, સ્વયં ગુરુ છે, સ્વયં ધર્મસ્વરૂપ છે. જો એકાંત રૂપથી આ નિશ્ચય દૃષ્ટિ શુદ્ધ હોય તો શાસ્ત્રકાર ‘રિહંતો મદ દેવો' શા માટે ફરમાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ધર્મરથની ગતિ વ્યવહાર અને નિશ્ચયનાં બે ચક્રોથી થાય છે, કોઈ એકથી કદાપિ નહિ. એમ કહેવાયું છે કે વ્યવહારનયને અસભૂત અથવા મિથ્યા સમજવા ન જોઈએ. કારણ કે આ પણ નિશ્ચયની જેમ વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત અને અનુજ્ઞાપિત છે. વ્યવહારનયની જો ઉપેક્ષા કરવામાં આવે તો તીર્થનો વિચ્છેદ પ્રાપ્ત થાય છે અને આખી ધાર્મિક અને આધ્યાત્મિક ઇમારત જ પડી જાય છે. તેથી તીર્થકર દેવોએ વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપઉક્ત ગાથામાં પ્રદર્શિત કર્યું છે. ઉક્ત ગાથામાં આવેલા “દિય’ શબ્દ વિશેષ રૂપથી ધ્યાન આપવા યોગ્ય છે. તેનો અર્થ છે - મેં સમ્યકત્વ રત્નને ગ્રહણ કર્યું છે. આ એ વાતને ધ્વનિત કરે છે કે આ સમ્યકત્વ-રત્નનું ગ્રહણ સ્વયમેવ થયું નથી. પરંતુ “પર વારાં મહિં મંતિ વા ” તીર્થંકરાદિથી અથવા અન્ય જ્ઞાનીઓથી સાંભળીને એમના ઉપદેશથી આવિર્ભત થયેલ છે. સ્પષ્ટ રીતે આ અધિગમ સમ્યગુદર્શન છે, જે બીજાના ઉપદેશના ફળસ્વરૂપે પ્રગટ થયા છે. આધુનિકતાના પ્રવાહમાં વહેનારાં કતિષય બુદ્ધિવાદી આ તર્ક પ્રસ્તુત કરે છે કે સમ્યકત્વ લેવા-દેવા જેવું નથી. લેણ-દેણ બાહ્ય વસ્તુનું થાય છે, સમ્યકત્વ તો આત્મા-જાગૃતિ છે. એને કોઈ વ્યક્તિ શું આપે અને કોઈ વ્યક્તિ કેવી રીતે લઈ શકે? શ્રમણ ભગવાન મહાવીરે આત્માના સ્વરૂપ, તત્ત્વના સ્વરૂપનું વર્ણન તો કર્યું, પરંતુ આગમમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી કે એમણે કોઈપણ વ્યકિતને સમ્યકત્વ આપ્યું અથવા કોઈ વ્યક્તિએ એમની પાસેથી સમ્યકત્વ લીધું. ભગવાન વ્યવહાર દષ્ટિથી શ્રાવકનાં વ્રતોના તથા સાધુવ્રતોના તો સાક્ષી રૂપમાં દાતા રહ્યા છે, પરંતુ સમ્યકત્વના નહિ. કારણ કે આ તો આત્મજ્યોતિ છે. અંદરની શ્રદ્ધા, નિષ્ઠા અને અનુભૂતિ છે. ગુરુના નિમિત્તથી, ઉપદેશથી અને અન્ય કોઈ નિમિત્તથી તે જ્યોતિ જાગી તો શકે છે, પરંતુ જાગે છે તો પોતાની અંદર જ. ઉક્ત ઉદ્ધરણમાં તર્ક પ્રસ્તોતા અને નિશ્ચય સમ્યકત્વ જે આત્માના તત્ત્વાર્થ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયાત્મક છે – તેને જ લક્ષ્યમાં રાખ્યું છે. અને વીતરાગ દ્વારા ઉપદષ્ટિ વ્યવહાર સમ્યકત્વને દૃષ્ટિથી ઓઝલ રાખ્યો છે. નિઃસંદેહ નિશ્ચય સમ્યકત્વ આદાન-પ્રદાન અથવા લેણ-દેણની વસ્તુ નથી, પરંતુ આ નિશ્ચય દૃષ્ટિથી તો વ્રત-પ્રત્યાખ્યાન અને ચારિત્ર પણ આદાન પ્રદાનની અને લેણ-દેણની વસ્તુ નથી ઠરી શકતી. કારણ કે વ્રત ચારિત્ર તો આત્માના અધ્યવસાયોથી જ હોય છે. ચારિત્ર-મોહનીયના ક્ષયોપશમથી થનાર પરિણામ જ ચારિત્ર છે. જેમ દર્શન-મોહનીયના ક્ષયોપશમાદિથી સમ્યકત્વ પેદા થાય છે, તેવી રીતે ચારિત્ર-મોહનીયના ક્ષયોપશમથી વ્રત-પ્રત્યાખ્યાનાદિ ચારિત્ર થાય છે. જો તર્ક પ્રસ્તોના અનુસાર આત્માના અધ્યવસાયરૂપ સમ્યકત્વનું આદાન-પ્રદાન થઈ શકતું નથી, તો આત્માના અધ્યવસાયરૂપ ચારિત્રનું પણ આદાન-પ્રદાન થઈ શકતું નથી. [ આપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે ૧૨૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy