SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત દૃષ્ટિથી જ ચિંતન હોવું જોઈએ. એકાંત દૃષ્ટિ દુર્નય છે માટે મિથ્યા છે. સ્યાદ્વાદ સુનય છે, માટે સમ્યવાદ છે. કહે છે - नयास्तवस्यातपदभांछिताः स्युं रसोपविद्वा इव लोहघातवः । भवन्तयभिप्रेतफला यतस्ततः जावन्तमार्याः प्रणता हितैषिणः ॥ જેમ લોહ ધાતુ રસાયણથી યુક્ત થઈને અભીષ્ટ આરોગ્ય વગેરે સુફળને આપનાર થઈ જાય છે એમ જ “ચાત્' પદથી યુક્ત હોવાથી નય પણ યથાર્થ સ્વરૂપના પ્રતિપાદક બનીને અભિપ્રેત ફળદાયી થઈ જાય છે. માટે કલ્યાણના અભિલાષી શ્રેષ્ઠજન નયોના પ્રતિપાદક જિનેશ્વર દેવનાં ચરણોનું શરણ ગ્રહણ કરે છે. F૧૯ દ્રવ્યનો પરસ્પર પ્રભાવ) ૧૯ દ્રવ્યોનો પરસ્પર પ્રભાવ : નિશ્ચય-વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં જ એકાંત નિશ્ચય-વાદીઓનું કથન છે કે બધા દ્રવ્ય પૂર્ણતઃ સ્વતંત્ર છે. કોઈપણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં હસ્તક્ષેપ નથી કરતું. માટે જડકર્મ આત્મામાં કોઈ વિકાર નથી કરી શકતું. સ્વ દ્રવ્ય કે પર્યાયને નિશ્ચય કહ્યું છે, ત્યારે આત્માના સાથે પર દ્રવ્ય-કર્મનો જે સંબંધ હોય છે અને આત્માનો કહે છે. આ વ્યવહાર છે. ઉપચાર કથન છે. જડકર્મ પરદ્રવ્યની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી, છતાં એ જડકર્મને આત્મા કહેવાય છે. આ કથન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે, માટે વ્યવહારનય છે. ઉપચાર કથન છે. વાસ્તવમાં ઉપર્યુક્ત કથન એકાંતવાદ છે. પૂર્વમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે વ્યવહારને સર્વથા અસબૂત બતાવવું મિથ્યા છે, કારણ કે એ પણ જિનોક્ત છે. જિનેશ્વર દેવે સ્થાન-સ્થાન પર આત્મા અને કર્મના સંબંધને પ્રતિપાદન કર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના કમ્મપયડી નામના ૩૩મા અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે - अट्ठकम्माई वोच्छामि, आणुपिव्वं जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारे परिवट्टइ ॥ - ઉત્તરાધ્યયન, અ-૩૩, ગા-૧ જે આઠ કર્મોથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, એમનું સ્વરૂપ અનુક્રમથી કહીશ. જો આત્મા અને કર્મનો સંબંધ માત્ર વ્યવહાર છે, તો એ અભૂતાર્થ કે મિથ્યા સિદ્ધ થાય છે, એવું માનવાથી તો સમસ્ત કર્મ પ્રવૃત્તિઓનું વિવેચન બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે બધા નિરુપયોગી થઈ જાય છે, કારણ કે એ પ્રવૃત્તિઓ આત્માનું કંઈ કરી જ શકતા નથી. જો જડકર્મ આત્મા પર કંઈપણ સારો-ખોટો પ્રભાવ નથી પાડતા તો જૈન સિદ્ધાંતમાં તત્ત્વોની ગણનામાં આઢવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષને તત્ત્વરૂપથી પ્રતિપાદિત કરવાનો કોઈ અર્થ જ નથી (૧૦૮) OOOOOOOOOOOOOOX જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy