SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતો. જૈન સિદ્ધાંતમાં આત્મા અને કર્મોના સંબંધની વિભિન્ન અવસ્થાઓને લઈને જ તો આસ્રવ વગેરેને તત્ત્વમાં ગણવામાં આવ્યા છે. સંક્ષેપમાં કહીએ તો આત્મા અને કર્મોના સંબંધનું નામ જ સંસાર છે અને આ સંબંધનો સર્વથા અભાવ થઈ જવો મોક્ષ છે. આવી સ્થિતિમાં જડકર્મ અને જીવદ્રવ્યના વાસ્તવિક સંબંધને નકારવામાં આવે તો સંસાર અને મોક્ષનો જ અભાવ માનવો પડશે. એનાથી સમસ્ત આધ્યાત્મિક જગતની ભીતિ જ ઢંકાઈ જશે. જ્યાં સુધી દ્રવ્યોની સ્વતંત્રતાનું કથન છે એનો અર્થ એટલો જ છે કે એમના પોત-પોતાના અસાધારણ ગુણ છે અને પોત-પોતાનું વિશિષ્ટ કાર્ય છે. પરંતુ આનો અર્થ એ નથી કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર કોઈ પ્રભાવ નથી પડતો. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, કાળ અને જીવ એ પદ્રવ્ય છે. એમનો પોત-પોતાનો ગુણ અને સ્વભાવ છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ જીવો અને પુદ્ગલોની ગતિમાં સહાયક હોવું છે. ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે જો એ બીજા દ્રવ્ય-જીવ અને પુદ્ગલો પર કોઈ પ્રભાવ ના પાડે તો જીવ અને પુદ્ગલોની ગતિ કેવી રીતે થઈ શકે છે ? જો કે ગતિના કર્તા તો જીવ અને પુદ્ગલ જ છે, પરંતુ ધર્માસ્તિકાય સહાયકના રૂપમાં જીવો અને પુદ્ગલોની ગતિને પ્રભાવિક કરે છે. માટે કહી શકાય કે ધર્માસ્તિકાય ના હોય તો જીવો અને પુદ્ગલોની ગતિ નથી હોઈ શકતી. એ જ વાત જીવ પુદ્ગલની સ્થિતિને પ્રભાવિત કરનાર અધર્મ દ્રવ્યના સંબંધમાં તથા જીવ પુદ્ગલોનો આધાર આપનારા આકાશ દ્રવ્યના સંબંધમાં સમજવું જોઈએ. જેમ ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય-જીવ અને પુદ્ગલને પ્રભાવિત કરે છે, એ જ રીતે કર્મ-દ્રવ્ય પણ જીવને પ્રભાવિત કરે છે, આને અભૂતાર્થ કે ઔપચારિક નથી માની શકાતા. જો ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ દ્રવ્યને પ્રભાવિત નથી કરતો તો સિદ્ધ-જીવ લોકાંતમાં જઈને જ કેમ સ્થિત થઈ જાય છે ? અલોકમાં ગતિ કેમ નથી કરતા ? જીવનો સ્વભાવ તો ઊર્ધ્વગમન કરવાનો છે, પણ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાના કારણે આગળ ગતિ નથી થતી. એનાથી પણ સિદ્ધ થાય છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર પ્રભાવ પડે છે. સિદ્ધ આત્માઓના આત્મ-પ્રદેશ પૂર્વ શરીરના પ્રમાણથી બે તૃતીયાંશ આકાશ-પ્રદેશમાં સ્થિત હોય છે, આ અપેક્ષાએ સિદ્ધોમાં અવગાહના માનવામાં આવી છે. આમ તો અવગાહના મુખ્યત્વે મૂર્ત દ્રવ્યમાં થાય છે, સિદ્ધ મૂર્ત નથી. પરંતુ પૂર્વ અવગાહનાની અપેક્ષાથી તથા આત્મ-પ્રદેશોની નિયત આકાશ-પ્રદેશમાં સ્થિતિને લઈને અવગાહનાનું કથન કર્યું છે. આ એ વાતને સિદ્ધ કરે છે કે જડ દ્રવ્યની અમૂર્ત ચેતન આત્મા ઉપર પણ પ્રભાવ પડે છે. જડકર્મોના આત્મા સાથે ક્ષીરનીરની જેમ સંબંધ માનવામાં આવે છે, એવી સ્થિતિમાં જીવ દ્વારા ગૃહિત જડકર્મોમાં વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ ગાય દ્વારા ગૃહિત તૃણોમાં દૂધના રૂપમાં પરિણત થવાની શક્તિ આવી જાય છે. આ બધી વાતોથી પ્રમાણિત થાય છે કે દ્રવ્યોનો એક-બીજા પર પ્રભાવ પડે છે. એમને સર્વથા એકબીજાથી અપ્રભાવિત થનારો નથી કહી શકાતો. માટે જડ કર્મ આત્માની વિભાવ પરિણતિના નિમિત્ત બને છે. દ્રવ્યનો પરસ્પર પ્રભાવ ૧૦૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy