SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહારમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે નિશ્ચય અને વ્યવહાર એક જ સિક્કાનાં બે પાસાં છે. જેમ કે બંને પાસાંઓના શુદ્ધ થવાથી (હોવાથી) જ સિક્કો શુદ્ધ કહેવાય છે, સારો મનાય છે. એમ જ નિશ્ચય અને વ્યવહાર બંને પક્ષોની શુદ્ધતા હોવાથી જ શુદ્ધ મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. સિક્કાના કોઈ એક પાસાને સમગ્ર સિક્કો માની લેવો મિથ્યા છે, એમ જ એકાંત નિશ્ચય કે વ્યવહારને સંપૂર્ણ મોક્ષમાર્ગ સમજી લેવો પણ મિથ્યા છે. યથાર્થમાં સત્ય એ છે કે નિશ્ચયનયનું અવલંબન લેતા-લેતા વ્યવહારને ન ભૂલી જવાય અને વ્યવહારને કરતા-કરતા નિશ્ચયને પોતાની દૃષ્ટિથી ઓજલ ન થવા દઈએ, એમાં જ રત્નત્રયની આરાધનાનો સાર છે. જે રીતે સમુદ્રમાં બધી નદીઓ સમાવિષ્ટ થઈ જાય છે એમ જ સ્યાદ્વાદના સમુદ્રમાં બધી વિચારધારાઓનો સમાવેશ થઈ જાય છે. જેમ અલગ-અલગ નદીઓમાં જળધારાઓમાં સમુદ્ર નથી દેખાતો, એમ અલગ-અલગ એકપક્ષીય દૃષ્ટિમાં સત્ય નથી રહેતું. માટે સત્યના ગવેષકને પોતાની દૃષ્ટિ સ્યાદ્વાદમયી બનાવવી જોઈએ, ત્યારે જ સત્યના દર્શન થઈ શકશે, કહ્યું છે - उदधाविव सर्व सिन्धवः, समुदीर्णास्त्वयि नाय! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ માટે વીતરાગી દેવની આજ્ઞા અનુસાર નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્તની યથાસ્થાન શ્રદ્ધા પ્રરૂપણા અને સ્પર્શના કરનારા ભવ્ય જન જ શાશ્વત તથા અનિર્વચનીય સુખ સ્વરૂપ સિદ્ધત્વને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. ૨૦ સમ્યક્ત્વના ત્રણ ભેદ આ રીતે નિશ્ચય અને વ્યવહારના રૂપમાં સમ્યક્ત્વના બે ભેદ બતાવ્યા છે. વિભિન્ન વિવક્ષાઓથી સમ્યક્ત્વના ત્રણ-ત્રણ ભેદ પણ થાય છે. એક વિવક્ષા અનુસાર સમ્યક્ત્વના ત્રણ ભેદ છે - (૧) કારક, (૨) રોચક અને (૩) દીપક. (૧) કારક સમ્યક્ત્વ ઃ જે સમ્યક્ત્વના હોવાથી આત્મા સદનુષ્ઠાનમાં શ્રદ્ધા કરે છે અને સમ્યક્ પ્રકારથી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તથા સમ્યક્ત્વ સદનુષ્ઠાનને કરાવે છે, એ કારક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ મુખ્યત્વે સાધુઓના હોય છે. (૨) રોચક સમ્યક્ત્વ : ચોથા ગુણસ્થાનવર્તી જીવ, જે શ્રેણિક મહારાજ અને કૃષ્ણવાસુદેવની જેમ જિન પ્રરૂપિત ધર્મની પ્રત્યે દ્રઢ શ્રદ્ધાશીલ હોય છે, તન-મન-ધનથી જિન શાસનની ઉત્પત્તિ કરે છે, જે ધર્મના ઉદ્યોતમાં આનંદ માને છે, જે વ્રત-પ્રત્યાખ્યાન કરવા પ્રત્યે ઉત્સુક તો હોય છે, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણીય કર્મોદયથી એક નવકા૨સી તપ પણ નથી કરી શકતા, એમનું સમ્યક્ત્વ રોચક સમ્યક્ત્વ કહેવાય છે. ૧૧૦ જિણઘો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy