SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ધર્મકથી : ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરનાર ધર્મકથી પ્રભાવક છે. પ્રભાવપૂર્ણ અને રોચક શૈલીથી ધર્મોપદેશ આપવાથી બહુસંખ્યક લોકો પર સારો પ્રભાવ પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને સભા-ચતુર વકતા પ્રભાવશાળી શબ્દોમાં જિન પ્રણીતધર્મનો ઉપદેશ કરે છે. જેનાથી શ્રોતાના હૃદયમાં સાચા જિનધર્મનો પ્રભાવ અંકિત થઈ જાય છે. ધર્મકથા ચાર પ્રકારની છે - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગ-જનની (સંવેદની) અને નિર્વેદની. શ્રોતાના હૃદય પર સાક્ષાત્ ચિત્ર જેવું અંકિત કરી દેવું. અર્થાત્ એ વિષયનું એવું સુંદર વર્ણન કરવું જેનાથી શ્રોતાનું ચિત્ત એ રસમાં ડૂબી જાય, તે આક્ષેપણી કથા છે. ઉન્માર્ગની તરફ જનારને સન્માર્ગમાં સ્થાપિત કરવા માટે જે ઉપદેશ આપવામાં આવે છે, તે વિક્ષેપણી કથા છે. જે કથાના શ્રવણથી શ્રોતાની ચિત્તવૃત્તિ સંસારથી નિવૃત્તિ ધારણ કરે, તેને નિર્વેદની કથા કહે છે. આ રીતે ચાર રીતે ધર્મકથાના દ્વારા જિનશાસનની મહિમાને વધારનાર ધર્મકથી પ્રભાવક છે. (૩) વાદી : પ્રતિપક્ષનું ખંડન કરતા સ્વપક્ષનું ખંડન કરનારને વાદી કહેવાય છે. વાદની પ્રખર પ્રતિભા દ્વારા અન્ય વાદીઓના કથનનું ખંડન કરતા, સ્વ-સિદ્ધાંતોને તર્ક અને પ્રમાણોના તર્ક અને પ્રમાણોના આધારથી મંડિત કરનાર વાદી જૈન ધર્મના પ્રભાવને વધારે છે. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં વાદની વિલક્ષણ ક્ષમતા અને પ્રતિભાથી પરપક્ષને વિખંડિત કરીને સ્વ-સિદ્ધાંતોની સ્થાપના દ્વારા જે વાદી જૈન ધર્મના પ્રભાવને વધારે છે, તે વાદી પ્રભાવક છે. જૈન ધર્મ પર આરોપિત કરી જનાર આરોપોના સશક્ત પ્રતિવાદ કરનાર પ્રતિવાદી-પ્રભાવક છે. (૪) નૈમિત્તિક : સૈકાલિક લાભાલાભ આદિનો પ્રતિપાદક શાસ્ત્ર નિમિત્ત શાસ્ત્ર કહેવામાં આવે છે. એ નિમિત્ત શાસ્ત્રના જ્ઞાતા નૈમિત્તિક કહેવાય છે. ભૂગોળ, ખગોળ, નિમિત્ત, જ્યોતિષ આદિ શાસ્ત્રોના પારંગત વિદ્વાન તેમના દ્વારા ત્રણ કાળ સંબંધી સારી-ખરાબ વાતને જાણે છે. લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ આદિને જાણીને ઉપકારી અને કલ્યાણકારી જગ્યામાં નિઃસ્વાર્થ ભાવથી તેમને પ્રકાશિત કરીને ધર્મની પ્રભાવના કરે છે. એ જ્ઞાનથી ધર્મ પર આવનારી વિપત્તિથી બચાવ કરતા સાવધાનીપૂર્વક ધર્મની પ્રભાવના કરે છે, તે નૈમિત્તિક પ્રભાવક છે. સ્મરણીય છે કે જૈન સાધુ પોતાની મર્યાદામાં રહેતા જ નિમિત્ત પ્રભાવના કરે છે. (૫) તપસ્વી : ઘોર તપસ્વી અને ઉગ્ર તપસ્વી પોતાની તપસ્યા દ્વારા જૈનશાસનની બહુ પ્રભાવના કરે છે, તેથી તે પ્રભાવક માનવામાં આવ્યું છે. સર્વસાધારણ જનતા પર દુષ્કર તપનો પ્રભાવ પડે છે, કારણ કે તપનું આચરણ કરવું દરેક માટે સાધારણ વાત નથી. અધિકાંશ લોકો આહારાદિથી વશીભૂત હોય છે. તેથી જે વ્યક્તિ આહારાદિની પરવશતાને છોડીને દીર્ઘકાળ નિરાહાર રહે છે. તેના પ્રતિ જનતાનું આકર્ષણ વધવું સ્વાભાવિક છે. અન્ય દૂ સમ્યકત્વના ૬૦ બોલ છે આ જ છે ૧૪૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy