SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણીત પણ વ્રત સારા છે, તેને પણ ગ્રહણ કરવા જોઈએ. ત્યાં પાખંડ પ્રશંસા નામનું અતિચાર છે, કારણ કે તે એકાવ્રતઃ મોક્ષના સાધક ન હોવાથી મિથ્યાત્વના પણ પોષક હોવાથી સમદષ્ટિ દ્વારા પ્રશંસા કરવા યોગ્ય નથી. (૫) પરપાખંડ સંસ્તવ : પરપાખંડ સંસવનું તાત્પર્ય છે કે આ અજ્ઞાનવાદીઓ આદિની સાથે સંવાસ, ભોજન, આલાપ, સંલાપ આદિ રૂપ સંસ્તવ ન કરવો જોઈએ; કારણ કે એમના સહવાસમાં રહેવાથી ભદ્રિક લોકો સર્વજ્ઞ-પ્રણીત માર્ગથી વિચલિત થઈ શકે છે. તેવી જ ક્રિયાઓ કરવા લાગે છે, તેથી સમ્યકત્વથી પડી પણ શકે છે, તેથી પરપાખંડીઓની સાથે પરિચય કરવાને અતિચાર રૂપ કહેવાય છે અને એ દષ્ટિથી પરપાખંડીઓના સાથે સંસ્તવ પરિચય કરવાનો નિષેધ કર્યો છે. આઠ પ્રભાવની જે કાર્ય કરવાથી જૈનેન્દ્ર શાસનનો પ્રભાવ આગળ વધે અને જેનાથી બીજા લોકો ધર્મની તરફ આકર્ષિત થાય તે પ્રભાવના છે. કહેવાયું છે કે - अज्ञान-तिमिरव्याप्तिमपाकृत्य यथायथम् । जिनशासनमाहात्म्यप्रकाशः स्यात् प्रभावना ॥ - રત્ન કરંડક શ્રાવકાચાર, ગાથા-૧૮ અર્થાતુ ફેલાયેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને યથાયોગ્ય જિનેન્દ્ર ભગવાનના શાસનનો મહિમા પ્રગટ કરવો તે પ્રભાવના છે. પ્રભાવના આઠ પ્રકારની બતાવી છે - पावयणी धम्मकही वाई नेमित्तिओ तवस्सी अ । विज्जा सिद्धो अ कई अद्वैव पभावगा भणिआ ॥ (૧) પ્રવચની (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યા (૭) સિદ્ધ (૮) કવિ. આ આઠ પ્રભાવક કહેવાયા છે. (૧) પ્રવચની : દ્વાદશાંગી ગણિપિટકને પ્રવચન કહેવાય છે. પ્રવચન (શાસ્ત્રો)ના તલસ્પર્શી જ્ઞાન દ્વારા જૈનશાસનની પ્રભાવના કરવી પ્રાવની પ્રભાવના છે. સમ્યગુષ્ટિ જીવે આગમોનો અભ્યાસ અવશ્ય જ કરવો જોઈએ. ગુરુગમથી શાસ્ત્રોનું પઠન, ચિંતન અને મનન અવશ્ય કરવું જોઈએ, અને યથાશક્તિ બીજાને કરાવવું જોઈએ. જ્ઞાનમાં પરિપક્વ થયેલ સમ્યકત્વી સ્વયંને અને બીજાને ઉન્માર્ગમાં ગમન કરવાથી રોકીને સન્માર્ગમાં સ્થાપિત કરીને ધર્મના પ્રભાવક બને છે. આગમિક ઉપદેશના માધ્યમથી આહત શાસનનો પ્રભાવ વધારનાર યુગ પ્રધાન પ્રભાવક કહેવાય છે. (૧૪૦) જે છે તે રીતે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy