SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા અસ્થિર બને છે. એ અસ્થિરતાના કારણે સમ્યકત્વ પણ અસ્થિર બની જાય છે. તેથી સમ્યકત્વને સ્થિર અને સુદઢ રાખવા માટે શંકારૂપ દૂષણ દૂરથી જ છોડી દેવું જોઈએ. (૨) કાંક્ષાઃ એકાંતવાદી, અસર્વજ્ઞ અને રાગ-દ્વેષાદિયુક્ત પુરુષો દ્વારા પ્રવર્તિત મતોની આકાંક્ષા કરવી કાંક્ષા-દૂષણ છે. જેમ બીજા સાધુ-સંન્યાસી મોજ-મજા કરવાં છતાં પણ મોક્ષ કરી લે છે. એમની દુનિયામાં મહિમાપૂજા પણ ખૂબ જ થાય છે, તો આપણે પણ એ જ સાતાકારી-માર્ગનું અવલંબન લઈએ, એવું વિચારવું કાંક્ષા નામનું દૂષણ છે. સમ્યકત્વી એ સમજી લે છે કે સાંસારિક મોજ-મજા, મિથ્યા આડંબર, ચમત્કાર અથવા ચમત્કારથી આત્માનો કલ્યાણરૂપ મોક્ષ થવાનો નથી. તેથી તે અન્ય તીથિકોની મહિમા-પૂજા, આડંબરના વ્યામોહમાં ફસાઈને એ તીર્થિકોની દૃષ્ટિને અપનાવવાની અભિલાષા ક્યારેય કરતા નથી. જો સમ્યગુષ્ટિ જીવ આ પ્રકારની અભિલાષા કરે છે, તો તે કાંક્ષા નામનું સમ્યકત્વનું દૂષણ છે. સમ્યકત્વીએ આનાથી બચવું જોઈએ. (૩) વિચિકિત્સા : ક્રિયાના ફળના સંબંધમાં અવિશ્વાસ કરવો વિચિકિત્સા નામનું સમ્યકત્વ દૂષણ છે. “ધર્મક્રિયા કરતા કરતા એટલો સમય થઈ ગયો, પણ હમણાં સુધી તો તેનું કોઈ ફળ મળ્યું નથી, શું ખબર આગળ પણ ફળ મળશે કે નહિ ? ક્યાંક હું છેતરાઈ તો નથી ગયો ને ?' આ પ્રકારે મનમાં વિચાર કરવો વિચિકિત્સા-દોષ છે. સમ્યકત્વીને આ રીતે ચિત્તમાં વિહુતિ સંદેહાત્મક સ્થિતિ રાખવી ન જોઈએ. તેને તો એ પાકો નિશ્ચય હોવો જોઈએ કે ક્રિયાઓનું ફળ અવશ્યભાવી છે, ભલે તે જલદી હોય કે વિલંબ હોય. સાધનાના પથમાં ચાલનાર સાધકને આ સંશયાત્મક સ્થિતિથી બચવું જોઈએ, અન્યથા તે લક્ષ્ય પર પહોંચ્યા વગર અહીં-તહીં ઢળી પડશે. લક્ષ્યના પ્રતિ દઢ આસ્થા થવાથી લક્ષ્ય ઉત્સાહપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. તેથી સમ્યકત્વને ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો ન જોઈએ. જો એવો સંદેહ રહે તો તે સમ્યકત્વને દૂષિત કરે છે. પ્રશ્ન થઈ શકે છે કે શંકા અને વિચિકિત્સા બંનેમાં સંશયાત્મક સ્થિતિ બતાવી છે, તો એમાં શું અંતર રહી જાય છે ? સમાધાન એ છે કે શંકા તત્ત્વોના વિષયમાં હોય છે અને વિચિકિત્સા ક્રિયાના ફળના વિષયમાં હોય છે. આ બંનેમાં અંતર સમજવું જોઈએ. (૪) પરપાખંડ પ્રશંસા : “પાખંડ’ શબ્દ દંભવ્રતાદિ અનેક અર્થોમાં પ્રયુક્ત થાય છે. પરંતુ અહીં પાખંડ' શબ્દ સર્વજ્ઞ-પ્રણીત વ્રત અર્થમાં પ્રયુક્ત છે. જેમ કે દેશવૈકાલિક સૂત્ર'ની ટીકામાં કહ્યું છે કે - पाषण्डं व्रतमित्याहुस्त धस्यास्त्यामलं भुवि । स पाषंडी वदन्त्येके, कर्मपाशाद् विनिर्गतः ॥ સ્પષ્ટ છે કે “પાખંડ’ શબ્દ નિર્મળ વ્રત અર્થમાં પ્રયુક્ત છે, જે સર્વજ્ઞ પ્રણીત છે. અસર્વજ્ઞ પ્રણીત અનિર્મળ વ્રતોના અર્થમાં તો પરપાખંડ' શબ્દ પ્રયુક્ત થાય છે. એમાં પાખંડના ૩૬૩ ભેદ “સૂત્રકૃતજ્ઞ' આદિ સૂત્રોમાં વર્ણિત છે. આના પર પાખંડોની પ્રશંસા કરવી કે આ અસર્વજ્ઞ દૂ સમ્યક્ત્વના હ૦ બોલ ૧૩૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy