SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મતાવલંબીઓની અપેક્ષા જૈન ધર્મમાં તપ કરવાનું અધિક પ્રચલન છે. લાંબી-લાંબી દીર્ઘ તપશ્ચર્યા કરનાર જૈન સાધકોની સાધનાથી લોકોનું આશ્ચર્યયુક્ત થવું સ્વાભાવિક છે. સમ્યકત્વી ઉપવાસ-બેલા-તેલા-અટ્ટાઈ, માસ-ખમણ આદિ તપસ્યા દ્વારા જૈન ધર્મની પ્રભાવના કરે છે. () વિધા-પ્રભાવના : પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓના જ્ઞાતા ધર્મના પ્રભાવક હોય છે. અનેક ભાષાઓ અને લિપિઓના જ્ઞાતા વીતરાગ-વાણીને એ ભાષાઓ અને લિપિઓમાં અનુવાદ (ભાષાંતર) દ્વારા જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે. તેનાથી એ ભાષાઓના જ્ઞાતાઓને ધર્મતત્ત્વનો બોધ થાય છે, અને તેમનું ચિત્ત ધર્મની તરફ આકર્ષિત થાય છે. ફળસ્વરૂપ ધર્મની પ્રભાવના થાય છે. (૭) સિદ્ધ-પ્રભાવના અંજન, પાદસેપ, તિલક આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધ કહેવાય છે. આવી ચમત્કારિક સિદ્ધિઓ દ્વારા ધર્મની પ્રભાવના થાય છે. સમ્યગ્દષ્ટિ અથવા સંયતજન પોતાની ઉદરપૂર્તિ અથવા માન-પ્રતિષ્ઠાના માટે વિદ્યા અથવા સિદ્ધિઓનો પ્રયોગ કરતા નથી. પરંતુ જ્યારે ક્યારેય ધર્મ અથવા તીર્થ પર સંકટ જુએ છે ત્યારે વિદ્યાઓ અને સિદ્ધિઓનો પ્રયોગ કરે છે અને તેના દ્વારા ધર્મને ઉદ્યોત કરે છે તથા તેમના પ્રયોગનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધીકરણ કરે છે. અન્યત્ર વિદ્યા અને સિદ્ધ પ્રભાવનાને એક માનવામાં આવ્યા છે. અને પ્રગટ વતાચરણને ભિન્ન રૂપથી પ્રભાવનામાં ગણાવ્યા છે. પ્રગટ રૂપમાં દુષ્કર વ્રતોનું આચરણ કરવાથી પણ ધર્મનો પ્રભાવ સારો પડે છે. કારણ કે સંસારમાં મમતાને મારવી ખૂબ જ કઠિન કાર્ય છે. વ્રતોમાં આચરણ કરવા માટે મમતાને મારવી પડે છે. તેથી મમત્વ વિજયી સમ્યગુદૃષ્ટિ એકમાત્ર ધર્મની પ્રભાવના ઉદ્દેશથી, ન કે માન-સન્માનની ઇચ્છાથી, સાર્વજનિક રૂપથી મોટા સમૂહના સામે શીલવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. રાત્રિભોજનનો પ્રત્યાખ્યાન કરે છે, સચિત્ત વનસ્પતિનો ત્યાગ, સચિત્ત પાણી પીવાનો ત્યાગ આદિ અનેકવિધ દુષ્કર વ્રતોનો અંગીકાર કરે છે. સાર્વજનિક રૂપથી દુષ્કર વ્રતોના અંગીકાર કરવાથી અન્ય લોકોના મનમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને વ્રતાદિની ભાવના જાગૃત થઈ શકે છે. તેથી સખ્યત્વી વ્યક્તિ વિવિધ સાર્વજનિક પ્રત્યાખ્યાનો અને વ્રતો દ્વારા યથાશકિત ધર્મની પ્રભાવના કરે છે. આ પ્રગટ વ્રતાચરણ પ્રભાવના છે. (૮) કવિત્વ-પ્રભાવના : કવિત્વશક્તિ પણ ધર્મ પ્રભાવનાનું એક અંગ છે. સામાન્યતયા જોઈએ તો ઉપદેશની અપેક્ષા કવિતાનો પ્રભાવ અધિક પડે છે. કવિતા થોડા શબ્દોમાં માનવના ચિત્તને પ્રભાવિત અને ચમત્કૃત કરે છે. જો સમ્યકત્વી આત્માને ક્ષયોપશમના પ્રભાવથી કવિત્વશક્તિ પ્રાપ્ત હોય તો તે એ શક્તિનો ઉપયોગ વીતરાગ ધર્મને ઉદ્યોત કરવામાં કરે. વિષય-વાસના વધારનાર અથવા સંસારમાર્ગમાં ફસાવનાર કવિતાઓ રચીને શક્તિનો દુરુપયોગ કરવો ન જોઈએ. જિનેશ્વર દેવના, ગુરુજનોના, ધર્માત્માઓના, ગુણીજનોના ગુણાનુવાદ કરનારી, સંસારથી વિરક્ત કરનારી, વૈરાગ્યના રમણીય સરોવરમાં અવગાહન (૧૪૨) DOOOOOOOOX જિણધમો )
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy