SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ बालशरीरं देहंतरपुव्वं, इंदियाइमत्तओ । जह बाल देह पुव्वो जुवदेहो पुव्वमिहं कम्मं ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૬૧૪ ઉક્ત અનુમાન-પ્રમાણ દ્વારા કર્મના અસ્તિત્વની નિર્બાધ સિદ્ધિ થઈ જાય છે. કર્મની સિદ્ધિ હોવાથી એના શુભ-અશુભ-પર્યાય રૂપ પુણ્ય-પાપની જ સિદ્ધિ થઈ જાય છે. પુણ્ય, પાપનો પ્રતિપક્ષી પદાર્થ છે, પરંતુ પાપના અભાવ રૂપ અસત્ તત્ત્વ નથી. પુણ્ય અને પાપની અલગ-અલગ સત્તા છે. કોઈ એકબીજાનું અભાવાત્મક તત્ત્વ નથી, કોઈ પક્ષકાર કહે છે કે પુણ્ય કોઈ પદાર્થ નથી, જે પુણ્યનું ફળરૂપ સુખ કહેવામાં આવે છે. તે પાપનો જ તરતમ યોગ છે અર્થાત્ પાપની અપકૃષ્ટતા (નિમ્નતા ઓછી) હોવાથી સુખ થાય છે અને પાપની માત્રા વધવાથી ઉત્તરોત્તર દુઃખની માત્રા વધતી રહે છે. પાપની પરમોત્કૃષ્ટતા જ સર્વોચ્ચ દુઃખ છે. પાપની સર્વથા નિવૃત્તિ થઈ જવી જ મોક્ષ છે. જે રીતે અત્યંત અપથ્યના સેવનથી બીમારી થાય છે. જેમ-જેમ અપથ્ય સેવનમાં કમી થાય છે એમ આરોગ્ય વધતું રહે છે. સર્વથા આહારનો ત્યાગ કરી દેવાથી પ્રાણોનો મોક્ષ થઈ જાય છે. કહ્યું છે पावुक्करिसेऽहमया तरतम जोगावगरिसओ सुभया । तस्सेव खए भोक्खो, अपत्थभत्तोवमाणाओ 11 - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૧૦ અર્થાત્ પાપની ઉત્કૃષ્ટતા હોવાથી દુ:ખ (અશુભ) થાય છે. જેમ-જેમ પાપોની માત્રામાં કમી થતી જાય છે, એમ-એમ શુભતા(સુખ)ની પ્રાપ્તિ થતી જાય છે. પાપનો સર્વથા ક્ષય હોવાથી મોક્ષ થાય છે. અપથ્ય ભોજનની ઉપમા દ્વારા ઉક્ત તથ્યની પુષ્ટિ થાય છે. ઉક્ત પક્ષકારનો ઉપર્યુક્ત પક્ષ ઉચિત નથી, કારણ કે સુખના પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થઈ શકે છે. જે રીતે દુ:ખના પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ પાપકર્મના પ્રકર્ષથી માનવામાં આવે છે, એ જ રીતે સુખના પ્રકર્ષની અનુભૂતિ પણ પોતાના અનુરૂપ પુણ્યકર્મના પ્રકર્ષથી જ સંભવ છે. પાપના અપકર્ષથી દુઃખનો અપકર્ષ થઈ શકે છે, પરંતુ સુખનો પ્રકર્ષ સંભવ નથી. તેથી પુણ્ય તત્ત્વનો સ્વતંત્ર રૂપથી સ્વીકાર કરવો જોઈએ. જેમ સાંસારિક સુખના સાધનાભૂત ભોજન, વસ્ત્ર અને આવાસ વગેરે પદાર્થોને પ્રાપ્ત કરવામાં પહેલાં થોડું કષ્ટ ઉઠાવવું પડે છે, પરંતુ પછી લાંબા સમય સુધી એનાથી સુખ મળે છે. એ જ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તો કષ્ટ સહન કરવું પડે છે, પરંતુ પછી દીર્ઘકાળ માટે સુખની પ્રાપ્તિ થાય છે. પુણ્ય ઉપાર્જન કરવું સરળ નથી. પુદ્ગલોની મમતા ત્યાગ્યા વગર, ગુણજ્ઞ થયા વગર, યોગોનાં શુભ કાર્યોમાં લગાવ્યા વગર, બીજાનાં દુઃખોને પોતાનું દુઃખ માનીને એને દૂર કરવાની ભાવના અને પ્રવૃત્તિ કર્યા વગર પુણ્યનું ઉપાર્જન નથી થતું. પુણ્ય તત્ત્વ : એક પરિશીલન ૪૪૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy