SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ છે. જે રીતે વૈદિક પરંપરામાં ઈશ્વરને એક જ માનવામાં આવ્યા છે. પરંતુ આ વાત જૈન પરંપરાને સ્વીકૃત નથી. જૈન-સિદ્ધાંતાનુસાર પ્રત્યેક ભવ્યાત્મા કર્મ કલંકથી મુક્ત થઈને સિદ્ધ બની શકે છે - ઈશ્વર બની શકે છે. અનંત અતીત કાળમાં એવા અનંત ભવ્યાત્મા મુક્ત થયા છે, સિદ્ધ થયા છે અને અનંત અનાગત કાળમાં પણ અનંત ભવ્યાત્મા મુક્ત થશે, સિદ્ધ થશે. એવી સ્થિતિમાં ૫ે સિદ્ધે’નું કથન કેવી રીતે સંગત થશે ? એનું સમાધાન આ નય પદ્ધતિ આપે છે કે - “અનંત સિદ્ધોમાં સિદ્ધત્વ સમાન રૂપથી મેળવી શકાય છે,’ માટે સિદ્ધત્વ રૂપ સામાન્યની અપેક્ષા - પે સિદ્ધે કહેવાયું છે. વ્યવહારનયનો સ્વીકાર કર્યા વગર સિદ્ધોનું આ સ્વરૂપ સમજી શકાતું નથી. આ સદ્દ્ભૂતાર્થ તથા યથાર્થ છે. અર્થાત્ સિદ્ધત્વ પણ વ્યવહારનયનો વિષય છે. આ સામાન્ય સંગ્રહનયની અપેક્ષાથી કથન કરવામાં આવ્યું છે. જ્યાં ‘અનંતા સિદ્ધાં' કહેવાયું છે ત્યાં પ્રત્યેક સિદ્ધની અલગ-અલગ સત્તાની વિવક્ષા છે. આ વ્યવહારનય છે. આ બધી વિવક્ષાઓ અને અપેક્ષાનો ભેદ છે, વસ્તુ તત્ત્વનો ભેદ નથી. સામાન્ય-વિશેષ, દ્રવ્ય-પર્યાય, નિશ્ચય-વ્યવહાર વગેરે નયોના દૃષ્ટિકોણને સમજવાથી જ વસ્તુ તત્ત્વની યથાર્થતા પરિજ્ઞાત થાય છે. માટે કોઈપણ નયની અવહેલના કરવી, અજ્ઞાનતાનો દ્યોતક છે. એક બાજુ તો જિનોક્ત કથન પર બળ આપવું અને બીજી બાજુ નિશ્ચય તથા વ્યવહાર બંને માર્ગોમાંથી વ્યવહારને અશુદ્ધ તથા અભૂતાર્થ બતાવવો, પોતાની આગમિક અનભિજ્ઞતાનું જ પ્રગટીકરણ છે. શ્રી તારણ સ્વામી રચિત ‘મમલ પાહુડ'ની વ્યાંખ્યા કરતાં નિશ્ચયવાદી કહે છે . “સમ્યગ્દષ્ટિ સિદ્ધગતિ મેળવવાની તથા મોક્ષમાં જવાની ભાવના કરે છે અને સાથે અરિહંત ભગવાનની ભક્તિ પણ કરે છે.” એ એવી ભાવના કરે છે કે ભગવાન્ ! જ્યાં સુધી હું મોક્ષપુરીમાં ન પહોંચું ત્યાં સુધી તમે મારી સાથે જ ચાલો. અર્થાત્ તમારા ઉપદેશનું અવલંબન તમારા સ્વરૂપનું ચિંતન બની રહો. ઉપર્યુક્ત વાક્યાવલીમાં પ્રભુની પ્રત્યે ભક્તિનો પણ ઉલ્લેખ છે. આ ભક્તિ પ્રશસ્ત (શુભ) રાગ છે. ઉપદેશ પણ પરાશ્રિત ભાવ અને વ્યાવહારિક છે. માટે આને પણ અશુદ્ધ અને અભૂતાર્થ સમજવું જોઈએ. આનું અવલંબન કેવી રીતે લઈ શકાય છે ? નિશ્ચયવાદી મહાશયજીનું ઉક્ત કથન એમના સ્વયંની વાતને ખંડિત કરે છે. આ તો ‘વવતો વ્યાયાત:' પોતાની વાતને પોતાના દ્વારા ખંડન છે. શ્રી તારણ સ્વામીના ૩૫૦મા પદ્મ પર વ્યાખ્યા કરતા અષ્ટ-પ્રવચનમાં લખ્યું છે કે “આગમનાં પદોનો કંઈ ને કઈ વિપરીત અર્થ કરીને જિનોક્ત કથનને લોપવું-છુપાવવું આને ચોરી માનો અને આત્મસ્વભાવમાં રમણતા રહિત તથા આત્મજ્ઞાનથી શૂન્ય હોવાથી પણ અનેક વ્રત વગેરે ધારણ કરીને પોતાને મુનિ સમજવો એ પણ ચોરી છે.’’ એણે કઈ ચોરી કરી ? એણે વીતરાગ સ્વભાવની ચોરી કરી. વ્રત વગેરે રાગને ધર્મ માનીને એ પોતાના આત્માને છેતરે છે, માટે એ ચોર છે. નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય ૧૦૩ "
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy