SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શકવાના કારણે બધા કર્મ-સિદ્ધાંત નિરર્થક સિદ્ધ થાય છે. માટે આ એકાંત નિશ્ચયનયની દૃષ્ટિ (દુર્નય) અવ્યવહાર્યની કોટિમાં છે. એકાંત નિશ્ચયનયની એક પાટા પર ચાલવાવાળી રેલ મોક્ષમાર્ગ પર ગતિ ન કરી શકવાના કારણે મુતિમંજિલ પર પહોંચી શકતી નથી. માટે જૈન સિદ્ધાંતમાં નિશ્ચય અને વ્યવહારને સાપેક્ષ બતાવીને બંનેની સમક્ષતા પ્રતિપાદિત કરવામાં આવી છે. માટે એકપક્ષીય નિશ્ચયનય પ્રરૂપણા અને વ્યવહારનયની ઉત્થાપના વસ્તુતઃ જૈન સિદ્ધાંતની વિપરીત હોવાથી દુર્નયગ્રસિત ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ, જે મિથ્યાત્વની કોટિમાં આવી જાય છે. શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો : “ભંતે ! આત્મા રૂપી છે કે અરૂપી ?” પ્રભુએ કહ્યું : “ગૌતમ ! આત્મા રૂપી જ છે અને અરૂપી પણ છે. કર્મયુક્ત સંસારી આત્મા રૂપી છે, કર્મમુક્ત સિદ્ધ આત્મા અરૂપી છે.” રૂપી આત્માના સ્વરૂપને જોઈને જ હિંસા વગેરે સમસ્ત પાપોથી નિવૃત્તિનો પ્રસંગ ઉપસ્થિત થઈ શકે છે. જ્યાં સુધી જીવના ભેદ-પ્રભેદોનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી હિંસા વગેરેથી નિવૃત્તિ પણ સંભવ નથી. જીવાજીવાદિ તત્ત્વો અને દ્રવ્યોનું જ્ઞાન થવાથી જ હેયઉપાદેયનો વિવેક જાગૃત થઈ શકે છે. ઉપાદેયને જીવનમાં ઉતારવાથી ક્ષયોપશમ વગેરે આત્મિક ભાવોની સાથે સુદેવ-સુગુરુ તથા વિતરાગ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધાન થઈ શકે છે. આ શુદ્ધ શ્રદ્ધારૂપ સમ્યકત્વની સાથે દેશ તથા સર્વવિરતના રૂપમાં આત્મ ગુણસ્થાનો ઉપર આરોહણ કરતા કરતા મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધનામાં સફળ થઈ શકે છે. માટે આત્મિક વિકાસની પરિપૂર્ણ સિદ્ધિની આધારશિલા સમ્યકત્વ છે. એ સમ્યકત્વ વ્યવહાર તથા નિશ્ચયરૂપથી અનંત ભવ્યો દ્વારા સમાચરિત છે. લાયોપથમિક ભાવપૂર્વક શુદ્ધ સમ્યકત્વ રૂપ ચતુર્થ ગુણસ્થાનથી લઈને પરિપૂર્ણ સિદ્ધિ સુધી ઔદારિક શરીરાદિના માધ્યમથી આગળનાં ગુણસ્થાનો પર આરોહણ કરતા આત્મા વ્રત-પ્રત્યાખ્યાનોમાં અભિવૃદ્ધિ કરતાં ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનોનો ક્રમ જિનોપદિષ્ટ છે. વ્યવહારનયને સ્વીકાર કર્યા વગર ગુણસ્થાનોની આ પદ્ધતિ સંગત નથી થઈ શકતી. માટે જૈન સિદ્ધાંતમાં વ્યવહારનય અભૂતાર્થ કે અવાસ્તવિક માનવામાં નથી આવ્યા. તીર્થકર દેવોએ વિવિધ નય-નિક્ષેપો પર આશ્રિત દેશના આપી છે. એ બહુમુખી દેશના કોઈ એક નયના સંકીર્ણ મર્યાદામાં નથી બંધાતી. વિશુદ્ધ સિદ્ધ પર્યાય પણ વ્યવહારનયનો વિષય હોય છે. “સ્થાનાંગ સૂત્ર'ના પ્રથમ સ્થાનમાં કહ્યું છે – “ો સિદ્ધ' સિદ્ધ એક છે. અન્યત્ર કહેવાયું છે - “પાંતા સિદ્ધાં' સિદ્ધ અનંત છે. આ બંને આગમ-વાક્યોની સંગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે વિવિધ નયોની વિવક્ષાઓ તથા અપેક્ષાઓને ધ્યાનમાં લેવામાં આવે. એક જ નયનો આશ્રય લેવાથી બહુ જ અસંગતિઓ ઉપસ્થિત થાય છે, માટે એમના નિરાકરણ-હેતુ વિવિધ નયાની પદ્ધતિને અપનાવવી પડશે. જો આ વિવિધ નય પદ્ધતિને માન્ય ન કરવામાં આવે તો “ો સિદ્ધનો અર્થ હશે સિદ્ધ (૧૦૨) ), SO DO ) ( જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy