SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન આત્માનો નિજીગણ છે જ્ઞાન, આત્માનો મૌલિક નિજીગુણ છે. તે દંડ અને દંડીના સંબંધની જેમ સંયોગ-સંબંધ રૂપ નથી. સંયોગ-સંબંધ બે દ્રવ્યોમાં બે ભિન્ન પદાર્થોમાં હોય છે. આત્મા અને જ્ઞાનના વિષયમાં એવી વાત નથી. આત્મા ગુણી છે અને જ્ઞાન તેનો સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણ એ હોય છે કે જે ક્યારેય પોતાના આશ્રયભૂત દ્રવ્યનો પરિત્યાગ કરતો નથી. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના કરવી સંભવ નથી. જૈનદર્શન જ્ઞાનને આત્માનો મૌલિક ગુણ માને છે, જ્યારે વૈશેષિક આદિ અન્ય કતિપય દર્શન-જ્ઞાનને આત્માનાં મૌલિક ગુણ ન માનીને એક આગંતુક ગુણનો સ્વીકાર કરે છે. જેનદર્શનને તેમની એ માન્યતા સ્વીકાર્ય નથી. જૈનદર્શનમાં તો આત્માના જ્ઞાન-ગુણને એટલી પ્રમુખતા આપવામાં આવી છે કે ક્યાંક-ક્યાંક આત્મા અને જ્ઞાનને એકરૂપ માની લીધા છે. વ્યવહારનયની અપેક્ષાથી જ્ઞાન અને આત્મામાં ભેદ માનવામાં આવ્યો છે, પરંતુ નિશ્ચયનયથી જ્ઞાન અને આત્મામાં અભેદ સ્વીકાર કર્યો છે. જ્ઞાન અને આત્મામાં તાદાભ્ય-સંબંધ માનવામાં આવે છે. જેનામાં તાદામ્ય-સંબંધ હોય છે, તે એક-બીજાથી અલગ રહી શકતા નથી, જેમ સૂર્ય અને પ્રકાશમાં તાદાઓ-સંબંધ છે, તેથી સૂર્યને છોડીને પ્રકાશ અને પ્રકાશને છોડીને સૂર્ય રહી શકતા નથી, તેવી રીતે આત્માને છોડીને જ્ઞાન અને જ્ઞાનને છોડીને આત્મા રહી શકતા નથી. તેથી જ્ઞાન, આત્માનો મૌલિક નિજગુણ છે. જ્ઞાન આત્માનો નિજગુણ છે. તે આજથી નહિ અનંતઃ અનંતકાળથી સદા-સર્વદા આ આત્મામાં રહે છે અને આત્મામાં જ રહેશે. સંસારનું એક પણ પ્રાણી એવું નથી કે જેમાંથી જ્ઞાન ન હોય. ઉપયોગ આત્માનું લક્ષણ છે, એ તે આત્મામાં અવશ્ય રહે છે. ભલે ચેતનાની હીન અવસ્થામાં તે જ્ઞાન સમ્યફ ન થઈને મિથ્યા છે, પરંતુ આત્મામાં જ્ઞાનની સત્તાનો ઇન્કાર ન કરી શકાય. જ્યાં આત્મા છે, ત્યાં ઉપયોગરૂપ જ્ઞાન અવશ્ય રહેશે. જે જીવોની ચેતના અત્યંત સુષુપ્ત છે, જે અનંત જીવોને મળીને એક શરીર બન્યા છે, જે ચર્મચક્ષુઓ અથવા સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખાતા નથી - એ સૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ જ્ઞાનનો અત્યંત સૂક્ષ્મ અંશ તો (અક્ષરના અનંતનો ભાગ) રહે છે. જો એવું ન માનવામાં આવે તો જીવ-અજીવત્વને પ્રાપ્ત થઈ જાય, જે અસંભવ છે. કહેવાયું છે - अक्खरस्सऽणंतो भागो णिच्चुग्घाड़िओ जइ पुणो । સો વિ વારિક્તા તેમાં નવા નવા પાવેજ્ઞા - નંદીસૂત્ર અર્થાતુ પ્રત્યેક આત્માના અક્ષરનો અનંતમો ભાગ અવશ્ય ઉદ્ઘાટિત રહે છે, અન્યથા જીવ અજીવત્વને પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાનના તારતનું કારણ જ્ઞાન આત્માનો મૌલિક ગુણ છે, આના પર આ પ્રશ્ન સહજ જ ઉત્પન્ન થાય છે કે - આત્મામાં મેળવનાર જ્ઞાનની ન્યૂનાધિકતાનું શું કારણ છે ? મૌલિક ગુણની દૃષ્ટિથી બધા જીવાત્માઓ સમાન છે, તો જ્ઞાનની અનંતગુણ ન્યૂનાધિકતા અને તારતમ્યનું કારણ શું (જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા છેછે) (૧૫૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy