SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માનવાથી એમાં અર્થક્રિયા ઘટિત નથી થઈ શકતી. બંધમોક્ષ, આસવ-સંવર વગેરે કોઈ વ્યવહાર-સંગત નથી થઈ શકતો. તેથી આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય ન માનતાં પરિણામી નિત્ય જ માનવો જોઈએ. એવું માનવાથી જ બધા આધ્યાત્મિક અને લૌકિક વ્યવહાર સાર્થક માનવામાં આવે છે. અમૂર્ત ઃ આત્મા અમૂર્ત છે, અરૂપી છે. એમાં રૂ૫ (વણ), રસ, ગંધ અને સ્પર્શ એ પુગલના ધર્મ નથી જોવા મળતા; માટે તે સ્વભાવથી અમૂર્ત છે. “આચારાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - __ “से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे ण नीले, ण लोहिए, ण हालिदे, ण सुश्किलेः ण सुब्भिगंधे, ण दुब्भिगंधे, ण तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण गुरुए, ण लहुए, ण सीए, ण उण्हे, ण निद्धे, ण लुक्खेः ण गाऊ, ण रूहे, ण संगे ण इत्थी ण परीसे, ण अण्णहा । परिणे, सणे; उवमा ण विज्जए, अरूवी सत्ता अपयस्स पदं णत्थि । से ण सहे, ण रूवे, ण गंधे, ण रसे, ण પાસે રૂદ્ધેયાવંતિ ત્તિ વેfમ ' - આચારાંગ, અ-૫, ઉદ્દે-૬, સૂ-૧૭૬ તે આત્મા (શુદ્ધ આત્મા) ન દીર્ઘ છે, ન હુસ્વ છે, ન ગોળ છે, ન ત્રિકોણ, ન ચતુષ્કોણ છે અને ન પરિમંડળ છે. તે ન કાળો છે, ન લીલો છે, ન લાલ છે, ન પીળો છે અને ન સફેદ છે. તે ન સુગંધયુક્ત છે અને ન દુર્ગધયુક્ત. તે ન તીખો છે, ન કડવો છે, ન તુરો છે, ન ખાટો છે અને ન મીઠો છે. તે ન કર્કશ છે, ન મૃદુ છે, ન ગુરુ (ભારે) છે, ન લઘુ (હલકો) છે. ન ઠંડો છે, ન ગરમ છે, ન ચીકણો છે, ન સૂકો. તે કાયવાનું (શરીરી) નથી. તે જન્મધર્મા નથી, તે સંગ-રહિત (નિર્લેપ) છે, તે ન સ્ત્રી, ન પુરુષ છે અને ન નપુંસક છે. તે પરિજ્ઞાવાળો છે. (કેવળદર્શન) સંજ્ઞા (કેવળજ્ઞાન) વાળો છે. તે ઉપમાથી અતીત છે, તે અરૂપી (અમૂર્ત) સત્તા છે, તે પદાતીત (શબ્દાતીત) છે. તે ન શબ્દ છે, ન રૂપ છે, ન ગંધ છે, ન રસ છે અને ન સ્પર્શ છે. ઉક્ત ગુણ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પુગલના છે અને આત્મા વિશુદ્ધ રૂપથી પુદ્ગલરૂપ ન હોવાના કારણે આ સમસ્ત ગુણોથી અતીત છે. અર્થાત્ તે અમૂર્ત છે - અરૂપી છે. માટે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી. ઉક્ત વર્ણન શુદ્ધ આત્મા(સિદ્ધાત્મા-પરમાત્મા)ની અપેક્ષાથી સમજવું જોઈએ. કારણ કે સંસારી દશામાં આત્મા આટલો પરતંત્ર છે કે એના આપણે નિજી ગુણોનો વિકાસ પણ વગર ઇન્દ્રિય વગેરેના સહારે નથી થતો. શરીર, ઇન્દ્રિયો વગેરે રૂપી પૌદ્ગલિક પદાર્થ એના ગુણવિકાસમાં એ જ રીતે સહારો આપે છે. જેમ ઝરૂખાથી જોનાર વ્યક્તિને ઝરૂખો. જીવનો વર્તમાન વિકાસ અને જીવન જિન આહાર, શરીર, ઇન્દ્રિય શ્વાસોચ્છવાસ ભાષા અને મન પર્યાપ્તિઓના સહારે થાય છે, તે બધા પૌગલિક છે. આ રીતે નિમિત્તની દષ્ટિએ આત્માને રૂપી પણ કહેવાય છે. શુદ્ધ સ્વરૂપની દષ્ટિએ તો આત્મા અરૂપી અને અમૂર્ત છે. (૨૯૪) અમ જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy